
India vs England, 2nd Test Day 5 : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025 ની બીજી મેચ બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 336 રનથી જીત મેળવી હતી.
India vs England, 2nd Test Day 5 : ભારતીય ક્રિકેટ ટીમે બર્મિંગહામના એજબેસ્ટન ગ્રાઉન્ડ પર રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 336 રનથી હરાવ્યું છે. આ સાથે, પાંચ મેચની સિરીઝ 1-1 થી બરાબર થઈ ગઈ છે. ઇંગ્લેન્ડને 336 રનથી હરાવ્યું છે. આ સાથે, પાંચ મેચની સિરીઝ 1-1 થી બરાબર થઈ ગઈ છે.
608 રનના ટાર્ગેટને ચેઝ કરતા, ઇંગ્લેન્ડની ટીમ મેચના છેલ્લા દિવસે 271 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઇંગ્લેન્ડની ધરતી પર રનની દ્રષ્ટિએ આ ભારતની અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. અગાઉનો રેકોર્ડ 279 રનથી જીતનો હતો. ભારતે 1986માં લીડ્સમાં ઇંગ્લિશ ટીમ સામે આ માર્જિનથી જીત મેળવી હતી. ઉપરાંત, ભારતે 58 વર્ષમાં બર્મિંગહામમાં પોતાનો પહેલો વિજય મેળવ્યો છે. અગાઉ, અહીં રમાયેલી 8 ટેસ્ટમાંથી, ભારત 7 હાર્યું હતું અને 1 મેચ ડ્રો રહી હતી.
મેચના છેલ્લા દિવસે, ઇંગ્લેન્ડે ત્રણ વિકેટે 72 રનના સ્કોરથી રમવાનું શરૂ કર્યું. વરસાદને કારણે મેચ લગભગ 90 મિનિટ મોડી શરૂ થઈ. લંચ સુધીમાં, ઇંગ્લેન્ડે વધુ ત્રણ વિકેટ ગુમાવી દીધી. બાકીની ચાર વિકેટ બીજા સેશનમાં પડી ગઈ. ભારત તરફથી આકાશ દીપે 6 વિકેટ લીધી, જ્યારે મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ ક્રિષ્ના અને રવીન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ લીધી. ભારતે ટૉસ હારતા પહેલી બેટિંગ કરતા પ્રથમ ઇનિંગમાં 587 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 269 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં, ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગમાં 407 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતે 6 વિકેટે 427 રનના સ્કોર પર પોતાનો બીજો ઇનિંગ ડિકલેર કર્યો હતો. ગિલ ફરીથી ટૉપ સ્કોરર રહ્યો અને તેણે 161 રન બનાવ્યા.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - India vs England, 2nd Test Day 5 : edgbaston india Won shubman gill ravindra jadeja akash deep siraj - ભારતીય ક્રિકેટ ટીમ -બર્મિંગહામના એજબેસ્ટન ગ્રાઉન્ડ
𝐃𝐀𝐘 𝟓: 𝐑𝐄𝐒𝐔𝐋𝐓 🏏
— Sportskeeda (@Sportskeeda) July 6, 2025
India register their biggest-ever Test win overseas, hammering England by 336 runs! 👏🏼
Series now level at 1-1 as the teams head to Lord’s. 🇮🇳📍#ShubmanGill #TestCricket #ENGvIND #Sportskeeda pic.twitter.com/Jt2tuQOgIT