
આ પ્રેમી-પ્રેમિકાનો સંબંધ છે. જે ગુપ્ત રીતે મળે છે. તેઓ બધું ગુપ્ત રીતે કરે છે. પણ લોકોને જાણ ન થાય એટલે બહાર અલગ અલગ હોવાનો અથવા ઓળખતા ન હોવાનો ડોળ કરે છે
Arvind Kejriwal : અમદાવાદમાં એક સભાને સંબોધતા અરવિંદ કેજરીવાલે ગુજરાતની રાજનીતિ અંગે ખુબ જ મોટી ટિપ્પણી કરી હતી. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઇલુ ઇલુ ચાલી રહ્યું હોવાનાં કારણે જનતાને વેઠવાનો વારો આવે તેવા ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. કેજરીવાલે જણાવ્યું કે, કોંગ્રેસ-ભાજપના ખિસ્સામાં છે. બંનેના નેતાઓએ કંપનીઓ ખોલી છે અને કમાણી કરે છે.
► આ પણ વાંચો : Ahmedabad Richest People : અમદાવાદના સૌથી અમીર 5 વ્યક્તિ, જાણો કોણ છે ટોચ પર
► કેજરીવાલે અમદાવાદમાં અભિયાન શરૂ કર્યું
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે બુધવારે (2 જુલાઈ) અમદાવાદમાં સભ્યપદ અભિયાન શરૂ કર્યું છે. એક સભાને સંબોધતા તેમણે ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા. તેમણે કોંગ્રેસની પણ ઝાટકણી કાઢી હતી. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રેમી-પ્રેમિકાનો હોય તેવા સંબંધો છે. બંન્ને ઝગડો કરે છે પરંતુ તે મીઠો ઝગડો હોય છે અને સાંજ પડ્યે બંન્ને એક થઇ જ જાય છે.
► "ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ કંપનીઓ ખોલી છે"
અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર પ્રહારો કરતા દાવો કર્યો કે, ભાજપે 30 વર્ષ સુધી ગુજરાત પર કેવી રીતે શાસન કર્યું, કારણ કે કોંગ્રેસ પહેલાથી જ ભાજપનાં ખિસ્સામાં હતી. ગુજરાતમાં વિપક્ષ જેવી કોઇ વસ્તું જ નહોતી. ભાજપને ઘમંડ થયો કે ગુજરાતના લોકો ક્યાં જશે, તેમની પાસે કોઈ વિકલ્પ નથી. અને 30 વર્ષ સુધી એક પક્ષની જ ગુલામી કરવા માટે ગુજરાતીઓને મજબુર કર્યા. ગુજરાતના લોકોએ મતદાન કરવું પડશે. જો તમે 30 વર્ષની ગુલામીથી કંટાળી ગયા હો તો આમ આદમી પાર્ટી તમારા માટે તમારી સાથે જ છે. ગુજરાતમાં કોઇ પણ કામ હોય તો ભાજપ કોંગ્રેસ વચ્ચે 70-30 નો ભાગ હોય છે. બંન્ને પક્ષનાં નેતાઓએ સાથે મળી કંપનીઓ ખોલી છે.
► "બંને ગુપ્ત રીતે મળેલા છે"
આપના રાષ્ટ્રીય સંયોજકે અરવિંદ કેજરીવાલે બંન્ને પક્ષોની ઝાટકણી કાઢતા કહ્યું કે, કોંગ્રેસ ફક્ત ભાજપ માટે કામ કરે છે. તે ફક્ત આમ આદમી પાર્ટી છે. જે દેશની સેવા કરે છે. જે ગુજરાતની જનતાની સેવા કરે છે. મેં કોઈને પૂછ્યું કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચેના આ સંબંધને શું કહેવાય? શું આ ભાઈ-બહેનનો સંબંધ છે કે પતિ-પત્નીનો સંબંધ. ન તો આ ભાઈ-બહેનનો સંબંધ છે કે ન તો પતિ-પત્નીનો સંબંધ છે. આ પ્રેમી-પ્રેમિકાનો સંબંધ છે. જે ગુપ્ત રીતે મળે છે. તેઓ બધું ગુપ્ત રીતે કરે છે. પણ લોકોને જાણ ન થાય એટલે બહાર અલગ અલગ હોવાનો અથવા ઓળખતા ન હોવાનો ડોળ કરે છે. "
► આમ આદમી પાર્ટીની સરકાર 2027માં બનવા જઇ રહી છે
કેજરીવાલે કહ્યું કે, જનતા હવે પરિવર્તન ઇચ્છે છે. હવે જનતા પાસે એક વિકલ્પ છે. 30 વર્ષથી જનતા પાસે કોઈ વિકલ્પ નહોતો. હવે આમ આદમી પાર્ટી એક વિકલ્પ છે. આ વિસાવદર પેટાચૂંટણી સેમી-ફાઇનલ હતી, તે 2027ની દસ્તક હતી. આમ આદમી પાર્ટીની સરકાર 2027માં બનશે. જનતા શાસન કરશે અને નેતાઓનું શાસન સમાપ્ત થશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Arvind Kejriwal in Ahmedabad
"कांग्रेस और बीजेपी प्रेमी-प्रेमिका हैं... इनसे बचकर रहना ये बहुत खतरनाक हैं..."
— Devender Yadav (देव) (@DevenderYadav_) July 2, 2025
pic.twitter.com/dSviXSLfOc