• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • Gujarat Rain: દ્વારકાના કલ્યાણપુરમાં ભારે પવન સાથે પોણા 3 ઈંચ ધોધમાર વરસાદ, રસ્તા પર પાણી ફરી વળ્યા; આગામી 3 કલાક ભારે

Gujarat Rain: દ્વારકાના કલ્યાણપુરમાં ભારે પવન સાથે પોણા 3 ઈંચ ધોધમાર વરસાદ, રસ્તા પર પાણી ફરી વળ્યા; આગામી 3 કલાક ભારે

10:31 PM May 11, 2025 Gujju News Channel Share on WhatsApp

આજે દિવસ દરમિયાન 19 તાલુકામાં વરસાદી માહોલ. 6 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો



Gujarat Rain Data : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે છેલ્લા એક સપ્તાહથી ગુજરાતના હવામાનમાં નાટ્યાત્મક પલટો જોવા મળી રહ્યો છે. જેમાં રાજ્યના અલગ-અલગ ભાગોમાં ભરઉનાળે વરસાદી માહોલ જામી રહ્યો છે. જો કે બે દિવસ સુધી માવઠાએ વિરામ લીધા બાદ ફરીથી નવો રાઉન્ડ શરૂ થયો હોય, તેમ ગઈકાલે સાંજથી જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં બપોર બાદ વરસાદ તૂટી પડે છે. જો આજની વાત કરીએ તો, આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું હતુ. જો કે બપોરે 12 વાગ્યા પછી ઠંડા પવન ફૂંકાવા સાથે ઝરમર વરસાદ શરૂ થયો હતો. જ્યારે 2 વાગ્યા બાદ વરસાદે જોર પકડ્યું હતું


► જાણો આજે ક્યા અને કેટલો વરસાદ પડ્યો ?


આજે વહેલી સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન રાજ્યના 19 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. જે પૈકી દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ 72 મિ.મી (2.8 ઈંચ) વરસાદ વરસ્યો છે. કલ્યાણપુરમાં પોણા 3 ઈંચ વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. ખેતરો પણ બેટમાં ફેરવાતા ઉભો પાક પલળી ગયો છે અને ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે જૂનાગઢના માળિયા હાટીનામાં 45 મિ.મી (1.7 ઈંચ), જામનગરના જામજોધપુરમાં 40 મિ.મી (1.5 ઈંચ), જૂનાગઢના માણાવદર અને અમરેલીના ધારીમાં 35 મિ.મી (1.3 ઈંચ) અને જામનગરના લાલપુર તાલુકામાં 26 મિ.મી (1 ઈંચ) વરસાદ નોંધાયો છે.


► આગામી 3 કલાક ભારે


હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કચ્છ, પાટણ, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ડાંગ, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, નવસારી, વલસાડ, ગાંધીનગર, અરવલ્લી, છોટા ઉદેપુર, તાપી અને નર્મદા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - Gujarat Rain Data



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ

  • 15-06-2025
  • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us