• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ગુજરાતના 77 તાલુકામાં કમોસમી વરસાદઃ વીજળીના કડાકા અને કરાં સાથે મહુવામાં સાડા 3, લાઠીમાં અઢી ઈંચ ધોધમાર ખાબક્યો

ગુજરાતના 77 તાલુકામાં કમોસમી વરસાદઃ વીજળીના કડાકા અને કરાં સાથે મહુવામાં સાડા 3, લાઠીમાં અઢી ઈંચ ધોધમાર ખાબક્યો

09:09 PM May 06, 2025 Gujju News Channel Share on WhatsApp

કમોસમી વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જો કે, આ કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે



Today Gujarat Rain Data : એકસાથે 3 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા આગામી 8મી મે સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે રવિવારે મોડી રાતથી રાજ્યના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાજ્યના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ ખાબક્યા બાદ આજે સતત બીજા દિવસે પણ 77 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો.


► ભાવનગર જિલ્લાના મહુવામાં 4 ઈંચ વરસાદ


ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ડેટા સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન સૌથી વધુ 93 મિ.મી (3.6 ઈંચ) વરસાદ ભાવનગર જિલ્લાના મહુવામાં નોંધાયો છે. આ સિવાય અમરેલી જિલ્લાના લાઠીમાં 61 મિ.મી (2.4 ઈંચ), લિલિયામાં 49 મિ.મી (1.9 ઈંચ), સાવરકુંડલામાં 38 મિ.મી (1.5 ઈંચ), અમરેલીમાં 47 મિ.મી (1.85 ઈંચ), બાબરામાં 36 મિ.મી (1.42 ઈંચ), રાજકોટના ગોંડલમાં 33 મિ.મી (1.30 ઈંચ) વરસાદ નોંધાયો છે. આમ અત્યાર સુધીમાં ગુજરાતના 7 તાલુકામાં 1 ઈંચથી વધુ અને 2 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જો અન્ય તાલુકાની વાત કરીએ તો, કચ્છના નખત્રાણામાં 22 મિમી, ડાંગના વઘઈ અને ભાવનગરમાં જેસરમાં 21-21 મિ.મી, રાજકોટના જસદણ અને વીંછિયામાં 20-20 મિ.મી વરસાદ નોંધાયો છે.


► કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં


ભાવનગર જિલ્લાના ગારિયાધાર, પાલીતાણા અને તળાજા પંથકમાં આજે બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેના પગલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બપોર પછી અચાનક વાતાવરણ બદલાયું અને પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. તળાજાના સોસિયા, મણાર, ત્રાપજ સહિતના ગ્રામ્ય  બરફના કરા સાથે ધોધમાર વરસાદ થયો હતો. કમોસમી વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જો કે, આ કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે તેનાથી ઉભા પાકને નુકસાન થવાની ભીતિ છે.


► વરસાદથી તૈયાર પાકને નુકસાન 


ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન થયેલા અચાનક વરસાદથી તૈયાર પાકને નુકસાન થઈ શકે છે, જેના કારણે તેઓને આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. આ પરિસ્થિતિને કારણે ખેડૂતો ચિંતિત છે અને સરકાર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, આ સમયે થઈ રહેલા વરસાદથી તૈયાર પાકને નુકસાન થઈ શકે છે. જેના પરિણામે તેમને આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. અમે સરકાર સમક્ષ સહાયની અપેક્ષા રાખીએ છીએ.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - Today Gujarat Rain Data
 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 16 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 15-06-2025
  • Gujju News Channel
  • ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ
    • 15-06-2025
    • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us