
દેશની પ્રથમ 51 લાખની ટેસ્લા સાયબરટ્રક ગુજરાતમાં : સુરતના ઉદ્યોગપતિ લવજી બાદશાહે દુબઈથી મગાવી લોકોનું ધ્યાન ખેંચ્યું
Surat Industrialist Lavji Badshah ભારતમાં પહેલી ટેસ્લાની સાઈબર ટ્રક કાર લાવ્યા,દુબઈથી પાસિંગ કરાવેલી કારના દરવાજા પર લખાવ્યું GOPIN નામ
Tesla Syber Truck In Gujarat At Lavji Badshah Home Gopin : છેલ્લા 24 કલાકથી સોશિયલ મીડિયા પર એક એવી કારના ફોટા અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, જે હજુ સુધી ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ જ નથી. જોકે, આ કારનો લુક જોઈને દેશભરના લોકોમાં એક જુસ્સો અને ઉત્સુકતા જોવા મળી રહી છે. વાત છે દુનિયાભરમાં ચર્ચામાં રહેલી 51 લાખની ટેસ્લાની સાયબરટ્રકની. હવે આ અદ્ભુત ટેસ્લા સાયબરટ્રક પહેલી વાર ભારત પહોંચી છે. એ પણ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, પરંતુ સુરતના જાણીતા ઉદ્યોગપતિ લવજી બાદશાહ દ્વારા મગાવવામાં આવી છે. કારપ્રેમીએ આ સાયબરટ્રક પર પોતાના ઘરનું નામ ‘ગોપીન’ લખાવ્યું છે.
► ટેસ્લા સાયબરટ્રક ભારતમાં કેવી રીતે આવી?
સુરતના ઉદ્યોગપતિએ સાયબરટ્રક ખાસ દુબઈથી મગાવી હવે વિચારશો કે, આ ટેસ્લા સાયબરટ્રક ભારતમાં કેવી રીતે આવી? તો જણાવી દઈએ કે સુરતના ઉદ્યોગપતિ લવજી બાદશાહે આ ટેસ્લા સાયબરટ્રક દુબઈથી ખાસ મગાવી છે અને એ દુબઈ પાસિંગ સાથે ભારતમાં આવી છે. અત્યારસુધી કોઈ જાણતું પણ નહોતું કે આ ટેસ્લા સાયબરટ્રક કોણે મગાવી છે, પરંતુ હવે જ્યારે એનો ખુલાસો થયો છે ત્યારે એ સમાચાર ભારતીય ઓટોમોબાઈલ જગતમાં ચર્ચાનો વિષય બની ગયો છે. સોશિયલ મીડિયા પર વાઈરલ ફોટા અને વીડિયોઝમાં આ ટેસ્લા સાયબરટ્રક ટ્રાન્સપોર્ટ દરમિયાન જોવા મળી હતી. એ સમયે એના પર દુબઈની નંબરપ્લેટ હતી, જેના કારણે લોકોમાં વધુ ઉત્સુકતા જાગી હતી. હવે આ સાયબરટ્રક મુંબઈમાંથી પસાર થઈને સુરત પહોંચી ગઈ છે.
► ફ્યુચરિસ્ટિક સાયબરટ્રક ભારતમાં લાવવી બોલ્ડ પગલું ગણાય
શોખ માટે સાયબરટ્રક ભારતમાં લાવવી બોલ્ડ પગલું ગણાય ટેસ્લા કંપનીએ હજી સુધી ભારતમાં સાયબર ટ્રક લોન્ચ કરવાનો કોઈ પ્લાન જાહેર કર્યો નથી. હાલ કંપની “મોડલ 3” અને “મોડલ Y” દ્વારા ભારતીય બજારમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે પરંતુ, એ બધાની વચ્ચે લવજી બાદશાહે પોતાના શોખ માટે જે રીતે દુનિયાની સૌથી ફ્યુચરિસ્ટિક અને ટફ કારમાંથી એક એવી સાયબર ટ્રક ભારતમાં લાવવી એ ખરેખર બોલ્ડ પગલું ગણાય.
► 30 ગણા મજબૂત સ્ટેનલેસ સ્ટીલથી બનેલી કાર
30 ગણા મજબૂત સ્ટેઇનલેસ સ્ટીલથી બની ટ્રક ટેસ્લાની સાયબર ટ્રકની ડિઝાઇન એકદમ અલગ છે. તેનો લુક એવો લાગે છે કે, કોઈ રોબોટિક ફિલ્મના સુપરહીરો માટે બનાવામાં આવી હોય. આ ટ્રક 30 ગણા મજબૂત સ્ટેનલેસ સ્ટીલથી બનેલી છે, જેના કારણે એ અત્યંત ટફ છે. તેમાં કોઈ જ ગોળ સપાટીઓ નથી. એ જોઈને કોઈપણ વ્યક્તિ એક ક્ષણ માટે અચંબિત થઈ જાય.
► ઉદ્યોગપતિએ સાયબર ટ્રક પર પોતાના ઘરનું નામ લખાવ્યું
ઉદ્યોગપતિએ સાયબર ટ્રક પર પોતાના ઘરનું નામ લખાવ્યું આ સાયબરટ્રકમાં ખાસ બુલેટપ્રૂફ ગ્લાસ છે. આ ડિઝાઇન અન્ય કારની ડિઝાઇન કરતાં અલગ છે. વધુમાં, તેમાં આવેલી એડજસ્ટેબલ એર સસ્પેન્શન સિસ્ટમ તેને દરેક પ્રકારના રસ્તા માટે અનુકૂળ બનાવે છે તો એ ખરેખર સિટી ડ્રાઇવિંગથી લઈને ઓફ-રોડ એડવેન્ચર સુધી માટે તૈયાર છે. કારના શોખીન લવજી બાદશાહનો પુત્ર પણ કારપ્રેમી છે અને એના શોખને પિતાએ સાકાર કર્યો છે.
Follow Us On google News Gujju News Channel for latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News Samachar Gujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર... Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel