• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • Harshita Goyal : પહેલા CA, હવે UPSC પરિણામમાં સેકન્ડ ટૉપર બની વડોદરાની હર્ષિતા ગોયલ; પોતાની સફળતાનો શ્રેય પિતાને આપ્યો

Harshita Goyal : પહેલા CA, હવે UPSC પરિણામમાં સેકન્ડ ટૉપર બની વડોદરાની હર્ષિતા ગોયલ; પોતાની સફળતાનો શ્રેય પિતાને આપ્યો

09:46 PM April 22, 2025 Gujju News Channel Share on WhatsApp

UPSC એક્ઝામની તૈયારી કરતી વખતે પણ હર્ષિતાએ ક્યારેય સોશિયલ મીડિયાનો ઉપયોગ બંધ નહતો કર્યો. સોશિયલ મીડિયામાં પણ ઘણી ઉપયોગી માહિતી મળી રહે છે



Who is Harshita Goyal: વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતી અને 2020માં એમ.એસ. યુનિવર્સિટીની કૉમર્સ ફેકલ્ટીમાંથી ડિગ્રી મેળવ્યા બાદ ચાર્ટડ એકાઉન્ટન્ટ (CA)ની પરીક્ષા પાસ કરનાર હર્ષિતા ગોયલે આજે જાહેર થયેલ યુનિયન સર્વિસ પબ્લિક કમિશન (UPSC)માં સમગ્ર દેશમાં બીજો રેન્ક હાંસલ કરીને જળહળતી સફળતા મેળવી પોતાનું તેમજ પરિવારનું સપનું સાકાર કર્યું છે. પોતાની સફળતા અંગે હર્ષિતા ગોયલે જણાવ્યું કે, આજે પરિણામ જાહેર થયા બાદ મને વિશ્વાસ જ નહતો થતો. જો કે મને ગર્વ છે કે, મેં ઑલ ઈન્ડિયામાં બીજો રેન્ક હાંસલ કરીને મારા પરિવારનું નામ રોશન કર્યું છે.


► "સોશિયલ મીડિયામાંથી પણ ઘણી ઉપયોગી માહિતી મળી"


દરેક પરીક્ષામાં સફળતા માટે સાતત્યપૂર્ણ તૈયારી જરૂરી છે. બીજા કોઈનું અનુકરણ કરવાનો કોઈ અર્થ નથી. તમારે તમારા મનની વાત સાંભળવી જરૂરી છે. કોઈ સમય એવો પણ હોય છે કે, તમને વાંચવામાં રૂચિ ના હોય. આા સમયે મનોબળ અને આત્મવિશ્વાસ ખૂબ જ જરૂરી બની જાય છે. મેં પરીક્ષાની તૈયારી દરમિયાન સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું ક્યારેય બંધ નહતું કર્યું. જો તમે તમારા મન પર કાબુ રાખવાની ક્ષમતા ધરાવતા હોય, તો તમે તૈયારી સાથે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો તો કોઈ તકલીફ નહીં પડે. સોશિયલ મીડિયામાંથી પણ ઘણી ઉપયોગી માહિતી મળી રહે છે.


► હર્ષિતા ગોયલ "પિતાનો ખૂબ જ સપોર્ટ રહ્યો"


વધુમાં હર્ષિતા ગોયલે જણાવ્યું કે, મારા પરિવારમાં હું એકમાત્ર છું, જે સિવિલ સર્વિસમાં આવી છું. મારી સફળતા પાછળ મારા પરિવારનો ખાસ કરીને પિતાનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે, કારણ કે મારી માતા નથી. આથી પિતાએ આખું ઘર સાચવી લીધુ છે. મારા નાના ભાઈ અને દાદા-દાદીની સંભાળ રાખવા સાથે પિતાએ મને એટલું જ કહ્યું કે, તું અભ્યાસ કર અને તારું સપનું સાકાર કર.આ સિવાય SPIPAમાં રહેલા મારા મિત્રોનો મને ખૂબ જ સપોર્ટ મળ્યો.


► "મારું વધારે ધ્યાન મહિલાઓના સશક્તિકરણ પર વધારે રહેશે"


"હું IAS બનવા માંગતી હતી. હું માત્ર એવું જ વિચારતી હતી કે, કેવી રીતે લોકોની જિંદગી સુધારી શકાય. મારું વધારે ધ્યાન મહિલાઓના સશક્તિકરણ પર વધારે રહેશે. હું મહિલાઓ માટે પ્રેરણા બનવા માંગીશ, જેથી તેઓ પણ આગળ આવે અને તેમના પરિવારનું નામ રોશન કરે. આ સિવાય સરકારી સુવિધા ગરીબ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને સરળતાથી કેવી રીતે પહોંચાડી શકાય, તે માટે કામ કરીશ."


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel



#WATCH | Ahmedabad, Gujarat: Harshita Goyal secures 2nd rank in the UPSC Civil Services Examination.

She says, "... I am the first from my family who will become a civil servant. I had immense support from my family. My mother is no more so my father supported me in every way.… pic.twitter.com/5o3iZjVc86

— ANI (@ANI) April 22, 2025

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 16 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 15-06-2025
  • Gujju News Channel
  • ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ
    • 15-06-2025
    • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us