• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ટેમ્પો ટ્રાવેલ્સમાં દેહવ્યાપારનો ધંધો કરનાર સકંજામાં.!!!

ટેમ્પો ટ્રાવેલ્સમાં દેહવ્યાપારનો ધંધો કરનાર સકંજામાં.!!!

03:55 PM April 02, 2025 Gujju News Channel Share on WhatsApp

જામનગરના રણજીત નગર વિસ્તારમાં ટેમ્પો ટ્રાવેલ્સમાં કુટણખાનું ચલાવનારની પોલીસે કરી ધરપકડ



જામનગરના રણજીત નગર વિસ્તારમાં ટેમ્પો ટ્રાવેલ્સમાં કુટણખાનું ચલાવવા અંગે પકડાયેલો નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરનો પુત્ર ૩ દિવસના રિમાન્ડ પર લેવાયો છે. પોલીસ દ્વારા કબ્જે કરાયેલા ચાર મોબાઈલ ફોનની કોલ ડિટેઇલ કઢાવવામાં આવી હતી. ત્યારબાદ આરોપીના ઘર અને બેંક ખાતા સહિતની તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


► ટેમ્પો પાર્ક કરી તેની અંદર દેહવ્યાપારનું કુટણખાનું ચલાવતો


જામનગરના રણજીત નગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર દ્વારા વેશ્યાવૃત્તિ કરાવવા માટે સરકારી જગ્યામાં એક ટેમ્પો પાર્ક કરાવી તેની અંદર દેહવ્યાપારનું કુટણખાનું ચલાવાતું હોવાથી પોલીસ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી હતી, અને ટેમ્પો, કાર, 4 નંગ મોબાઈલ ફોન સહિતનો 15 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જે આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી 3 દિવસના રિમાન્ડ પર લેવાયો છે. જેના મોબાઈલ ફોનની કોલ ડિટેઇલ કઢાવવામાં આવી રહી છે, જ્યારે તેના રહેણાંક મકાન તેમજ બેંક ખાતા વગેરેની તપાસણી કરવામાં આવી રહી છે.


► આરોપી નિવૃત પોલીસ ઇન્સ્પેક્ટરનો પુત્ર


જામનગરના સીટી સી. ડિવિઝનના PSI આર.ડી. ગોહિલે ચોક્કસ બાતમીના આધારે રણજીતનગર વિસ્તારમાં સરકારી જગ્યામાં એક ટેમ્પો ટ્રાવેલ્સમાં કુટણખાનું ચલાવી વેશ્યાવૃતિની પ્રવૃત્તિ કરવા અંગે નિવૃત પોલીસ ઇન્સ્પેક્ટરના પુત્ર અશોકસિંહ ઝાલાને ઝડપી લીધો હતો, તેમજ તેની પાસેથી કુલ 4 નંગ મોબાઈલ ફોન, 1 કાર, ટેમ્પો ટ્રાવેલ્સ સહિત રૂપિયા 15 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જે આરોપી અગાઉ પણ ત્રણ વખત આવી પ્રવૃત્તિ ચલાવવા અંગે ઉપરાંત દારૂ સહિતની પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, અને ફરીથી વેશ્યાવૃત્તિનો ધંધો ચાલુ કર્યો હોવાથી પોલીસ દ્વારા તેની પાસેથી વધુ માહિતી કઢાવવાના ભાગરૂપે 5 દિવસની રિમાન્ડ ની માંગણી સાથે અદાલત સમગ્ર રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં અદાલતે 3 દિવસની પોલીસ રિમાન્ડની માંગણી મંજૂર કરી છે.


► મોબાઈલ ફોનમાંથી અશ્લીલ ફોટા સહિતનું સાહિત્ય મળ્યું


આરોપીના કબ્જામાંથી 3 નંગ મોબાઈલ ફોન મળ્યા હતા, અને એક યુવતીનો મોબાઇલ ફોન કબ્જે કર્યો હતો. તમામ મોબાઈલ ફોનમાં અનેક વોટ્સએપ ચેટ, અસ્લીલ ફોટા સહિતનું સાહિત્ય મળ્યું છે. જ્યારે પુરુષ ગ્રાહકોને સંતોષવા માટેના કેટલાક ઓડિયો વીડિયો કલીપ તેમજ સમગ્ર ભારતભરની યુવતીઓને જામનગરમાં સારો ધંધો મળશે, તેવા પ્રલોભન આપતા ઓડિયો ક્લિપ વગેરે મળી આવ્યા છે. પોલીસે તમામ મોબાઇલ ફોનની કોલ ડીટેઇલ કઢાવી સાહિત્ય એકત્ર કરવામાં આવી રહ્યું છે, જ્યારે તેના મકાનની ઝડતી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તેનું રણજીતનગર વિસ્તારમાં આવેલી એક બેંકમાં ખાતું હોવાથી બેંક ખાતાની ડિટેઇલ પણ પોલીસ દ્વારા કઢાવવામાં આવી રહી છે. સમગ્ર મામલામાં પી.એસ.આઇ.આર.ડી ગોહિલ અને તેમની ટીમ વધુ તપાસ ચલાવે છે. એક આરોપી દ્વારકા તરફ ભાગી છૂટ્યો હોવાથી તેને પકડવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Prostitution-on-tempo-travels-in-jamnagar-accused-arrested-by-police



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 16 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 15-06-2025
  • Gujju News Channel
  • ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ
    • 15-06-2025
    • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us