
GPSC Recruitment 2025 : ગુજરાત સરકારના ક્લાસ વન અધિકારી બનવાની તક, રૂ.56,000થી વધુનો પગાર; જાણો તમામ માહિતી...
GPSC Recruitment 2025 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત મદદનીશ નિયામક (આઈટી) વર્ગ-1 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
GPSC Recruitment 2025 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી: ગુજરાત સરકારમાં ક્લાસ વન અધિકારી બનવાની ઈચ્છા ધરાવતા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે આ કામના સમાચાર છે. તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ વિભાગોમાં 496 જગ્યાઓ બહાર પાડી છે. GPSC ભરતી અંતર્ગત ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગમાં મદદનીશ નિયામક (આઈટી) વર્ગ-1ની કૂલ 29 જગ્યા માટે ઉમેદવારો પસંદ કરવાના છે. જેના માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત મદદનીશ નિયામક (આઈટી) વર્ગ-1 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) |
પોસ્ટ | મદદનીશ નિયામક (આઈટી) વર્ગ-1 |
જગ્યા | 29 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
વય મર્યાદા | 42 વર્ષથી વધુ નહીં |
અરજી કરવાની છેલ્લી તારીખ | 17 ફેબ્રુઆરી 2025 |
ક્યાં અરજી કરવી | https://gpsc-ojas.gujarat.gov.in/Home.aspx |
કટેગરી | જગ્યા |
---|---|
બિનઅનામત | 13 |
આ.ન.વર્ગ | 4 |
સા.શૈ.પ.વર્ગ | 6 |
અનુ.જાતિ | 2 |
અનુ.જનજાતિ | 4 |
કુલ | 29 |
• ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી મદદનીશ નિયામક (આઈટી) વર્ગ-1ની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત આ પ્રમાણે હોવી જોઈએ.
• સરકાર માન્ય સંસ્થાઓ કે યુનિવર્સિટીમાંથી બેચલર ઑફ એન્જિનિયરિંગ અથવા બેચલર ઑફ ટેક્નોલોજીની ડિગ્રી, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અથવા કોમ્પ્યુટર સાયન્સ અથવા કોમ્પ્યુટર એન્જીનીયરીંગ અથવા ઈલેક્ટ્રોનિક્સ અથવા ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન અથવા કોમ્પ્યુટર ટેકનોલોજી અથવા માહિતી અને કોમ્યુનિકેશન ટેકનોલોજી અથવા માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા માસ્ટર ઓફ ડિગ્રી હોવી જોઈએ. વધુ માહિતી માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.
• ઉમેદવારોને કમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ
• ઉમેદવારને હિન્દી અને ગુજરાત ભાષાનું જ્ઞાન હોવું જોઈએ
• અરજી કરનાર ઉમેદવારની ઉંમર 42 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
• ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે
• અરજી કરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2025 છે
આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને ₹56,100થી ₹1,77,500, પે મેટ્રીક્સ લેવલ-10 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂંક મળવાપાત્ર થશે.
• અરજી કરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
• Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
• https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
• ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
• ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
• ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
ઉમેદવારોને સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત મદદનીશ નિયામક (આઈટી) વર્ગ-1 માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા ભરતીના નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું...
ઓફિશિયલ નોટિફિકેશન |
|
ઓફિશિયલ વેબસાઈટ |
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , GPSC Recruitment 2025 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) Class 1 Job , સરકારી નોકરી , GPSC Recruitment 2025 class 1 officer bharti apply for government jobs in Gujarati