• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • સૈફ અલી ખાન હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, બીજા ઘરમાં શિફ્ટ થવાની તૈયારી, સુરક્ષામાં કરાયો વધારો

સૈફ અલી ખાન હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, બીજા ઘરમાં શિફ્ટ થવાની તૈયારી, સુરક્ષામાં કરાયો વધારો

04:48 PM January 21, 2025 Gujju News Channel Share on WhatsApp

Saif Ali Khan Hospital Discharge: સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેનો પરિવાર પણ તેને લેવા હોસ્પિટલ પહોંચી ગયો છે. સારા અલી ખાનથી લઈને કરીના કપૂર સુધી હોસ્પિટલની બહાર જોવા મળી હતી. હુમલાની ઘટનાના 6 દિવસ પછી ડોક્ટરોએ સૈફને હોસ્પિટલમાંથી રજા આપી.



Saif Ali Khan Attack Case : બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનને હવે લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. છ દિવસ સુધી ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ રહ્યા બાદ, સૈફ અલી ખાન ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે. અભિનેતાની તબિયતમાં સુધારો જોઈને ડોક્ટરોએ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે. તેમને લેવા માટે કરીના કપૂર ખાન તેના પતિ સૈફને લેવા હોસ્પિટલ પહોંચ્યા છે. અહેવાલો અનુસાર, સૈફ અલી ખાનને બીજા ઘરમાં શિફ્ટ કરાશે અને તેમની સુરક્ષા વધારો કરી દેવામાં આવ્યો છે.

► આરોપીના 19 ફિંગરપ્રિન્ટ મળ્યા

સૈફ અલી ખાન પર થયેલાં હુમલાના આરોપી મહોમ્મદ શરીફુલ ઇસ્લામ શહેઝાદ સાથે પોલીસ પૂછપરછ કરી રહી છે. આરોપીને લઈને મુંબઈ પોલીસ સૈફ અલી ખાનના ઘરે પહોંચી હતી. જ્યાં હુમલાના દિવસે બનેલી ઘટનાને રિક્રિએટ કરવામાં આવી હતી. આ દરમિયાન મુંબઈ પોલીસને ઘટનાસ્થળેથી શરીફુલના 19 ફિંગરપ્રિન્ટ મળ્યા છે. પોલીસને ફિંગરપ્રિન્ટના પુરાવા સૈફના ઘરના બાથરૂમની બારી, ડફ્ટ એરિયા, સીડી, અગાસી અને બાથરૂમ સિવાય એ સીડીમાંથી મળ્યાં, જેનો ઉપયોગ શરીફુલે સૈફના ઘરમાં ઘૂસવા અને બહાર નીકળવા કર્યો હતો. પોલીસે આ 19 ફિંગરપ્રિન્ટને આ મામલે મુખ્ય પુરાવો માનીને આગળની તપાસ હાથ ધરી છે. 

► સૈફ અલી ખાન પર હુમલો

ગુરૂવારે (16મી જાન્યુઆરી) મોડી રાત્રે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો કરવામાં આવ્યો હતો. બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં ચોરીના ઈરાદાથી ઘરમાં ઘૂસેલા શરીફુલે એક્ટર પર હુમલો કર્યો હતો.  

► પોલીસ ઘરે પહોંચી હતી

બીજી તરફ મંગળવારે સવારે પોલીસ આરોપીને લઈને અભિનેતાના ઘરે પહોંચી હતી અને સમગ્ર ક્રાઈમ સીન રિક્રિએટ કરવામાં આવ્યો હતો, જેથી સમગ્ર ઘટના સમજી શકાય. આ દરમિયાન પોલીસ આરોપી પાસેથી એ પણ જાણવા માંગતી હતી કે, તેણે અભિનેતાને કેવી રીતે નિશાન બનાવ્યો હતો. અગાઉ પોલીસે તેમના નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે, આરોપીએ જે રીતે અભિનેતા પર હુમલો કર્યો તે સ્પષ્ટપણે દર્શાવે છે કે તે આખા ઘરના લેઆઉટથી વાકેફ છે.

► આરોપીની ધરપકડ કરી

આ પહેલા ફોરેન્સિક વિભાગની ટીમ અભિનેતાના ઘરે પહોંચી હતી અને આ કેસને લઈને સંપૂર્ણ પુરાવા એકઠા કર્યા હતા. પોલીસે સૈફ પર હુમલો કરનાર આરોપી મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહજાદની ધરપકડ કરી હતી, ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. આરોપી વિશે કહેવામાં આવી રહ્યું છે કે, તે બાંગ્લાદેશી છે અને નેશનલ લેવલનો રેસલિંગ પ્લેયર પણ રહી ચૂક્યો છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Saif Ali Khan Attack Case - Saif Ali Khan Hospital Discharge - saif ali khan finally discharged from hospital after 6 days of attack



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 16 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 15-06-2025
  • Gujju News Channel
  • ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ
    • 15-06-2025
    • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us