
સુરતના પાંડેસરા ખાડી કિનારેથી અઠવાડિયા પહેલા મળી આવેલા મૃત નવજાતને ધો. 10માં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થીનીએ પોતાની ઉંમરના પ્રેમી સાથેના શારિરીક સંબંધ થકી ગર્ભ રહેતાં ગર્ભપાતની ગોળી પીધા બાદ ત્યજી દીધાની ચોંકાવનારી હકીકત પોલીસ તપાસમાં બહાર આવી છે. પોલીસે વિદ્યાર્થીનીના પ્રેમીને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Surat News : સુરતથી સમાજને આંગળી ચીંધતો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. પાંડેસરા વિસ્તારમાં અઠવાડિયા અગાઉ 16 વર્ષીય કિશોરીએ ત્યજી દીધેલું ભ્રૂણ કચરાના ઢગલામાંથી મળ્યું હતું, હાલ આ મામલે પોલીસ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. કિશોરી ઈન્સ્ટાગ્રામથી મજૂરીકામ કરનાર કિશોરના સંપર્કમાં આવી હતી અને તેની સાથેના પ્રેમસંબંધમાં તે ગર્ભવતી બની હતી, જોકે કિશોરી ગર્ભવતી થઈ એ દરમિયાન કિશોર મુંબઈ ચાલ્યો ગયો હતો, જેથી કિશોરીએ ગર્ભપાતની દવા લીધી હતી. ત્યાર બાદ ભ્રૂણ કચરામાં ફેંકી દીધુ.
DCP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે પાંડેસરા વિસ્તારમાં અપેક્ષાનગર પાસેથી પોલીસને 9 જાન્યુઆરી,2024ના રોજ એક ભ્રૂણ મળ્યું હતું, આ ભ્રૂણ તાજેતરમાં જન્મ્યુ હોય એવું લાગતું હતું. તે ભ્રૂણને ત્યાંથી તરત જ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું અને બાદમાં ટીમે આ અંગે વધુ તપાસ હાથ ધરી તો પોલીસને તેના બાતમીદારો પાસેથી જાણવા મળ્યું કે નજીકમાં એક કિશોરી તેના પરિવાર સાથે અહીં રહે છે. પરિવાર મૂળ બિહારનો છે. આસપાસમાં રહેતી એક યુવતીએ તે કિશોરી પર શંકા દર્શાવી હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસે જ્યારે તેની માતા અને કિશોરીની પૂછપરછ હાથ ધરી તો બંનેએ પોલીસને આ અંગે કોઈ જ માહિતી હોવાની ના પાડી. પોલીસે શંકાના આધારે કિશોરીને મહિલા પોલીસ અને એક NGO સંસ્થાની એક મહિલા સાથે મળીને સિવિલમાં લઈ જવામાં આવી હતી. કિશોરીનું મેડિકલ કરાવવામાં આવ્યું. ત્યાંના ડૉક્ટરે આ વાતની પુષ્ટિ કરી કે તાજેતરમાં જ કિશોરીએ બાળકને જન્મ આપ્યો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું કે આ કિશોરીની ઉંમર 16 વર્ષની છે અને તે હાલ સ્કૂલમાં ભણી રહી છે અને 3 જાન્યુઆરી સુધી તે શાળાએ પણ ગઈ હતી.
આ અંગે વધુ કડકાઈપૂર્વક પૂછપરછ કરી ત્યારે કિશોરીએ જણાવ્યું હતું કે ઈન્સ્ટાગ્રામથી તે એક મજૂરીકામ કરનાર 16 વર્ષીય કિશોરના સંપર્કમાં આવી હતી. તે પાંડેસરામાં બાલાજીનગરમાં ભાડાના મકાનમાં થોડા સમય પહેલાં રહેવા માટે આવ્યો હતો. તે પોતાના બનેવી સાથે અહીં મજૂરીકામ કરતો હતો. આ દરમિયાન કિશોરી અને કિશોર વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા, એના કારણે કિશોરી ગર્ભવતી બની, જોકે બંનેની ઉંમર નાની હોવાના કારણે પ્રેગ્નન્સીની જાણ થયા બાદ બંનેને શું કરવું એ ખબર ન પડી એટલે કિશોર સુરત છોડીને યુપી ચાલ્યો ગયો હતો. પ્રેગ્નન્સીની જાણ થયા બાદ બંને એકબીજાના સંપર્કમાં નહોતાં. કિશોર યુપીના સંત કબીરનગરનો રહેવાસી છે અને તેના બનેવીના અવસાન બાદ તે અહીંથી મુંબઈ કામ કરવા માટે ચાલ્યો ગયો હતો.
ગર્ભપાત અંગે જ્યારે કિશોરીની પૂછપરછ કરવામાં આવી તો તેણે જણાવ્યું હતું કે તે કિશોર મુંબઈ હતો, તે ત્યાંથી આવ્યો ને તેણે મને ગર્ભપાત માટેની દવા આપી હતી. 5 ટેબ્લેટનું એક પેકેટ આપ્યું હતું, જેમાંથી બે ટેબ્લેટ મેં લીધી હતી. એના કારણે ટોઇલેટમાં જ ડિલિવરી થઈ ગઈ અને બાદમાં ઘરના લોકો અને સમાજમાં બદનામી થવાના ડરથી એ ભ્રૂણને કચરાના ડબ્બામાં ફેંકી દીધું હતું.
કિશોરીના આ સ્ટેટમેન્ટ અંગે શંકા જતાં અમે લેડી ડૉક્ટર, NGO, મહિલા કોન્સ્ટેબલ અને જુવેનાઈલ ડિસ્ટ્રિક્ટ ઓફિસરને સાથે રાખીને પૂછપરછ કરવામાં આવી તો કિશોરીએ જણાવ્યું કે તેના સંબંધીઓમાં કોઈ ભાભી છે. તેણે તેને જણાવ્યું કે તેના પિરિયડ્સ મિસ થઈ ગયા છે અને હું પ્રેગ્નન્ટ છું એટલે ભાભીએ તેને ટેબ્લેટ આપી અને કહ્યું કે આ દવા લઈ લે તો તારો ગર્ભપાત થઈ જશે. ભાભીની કિશોરી વાત કરી રહી છે તે પણ બિહારમાં છે.
કિશોરીએ પોલીસ સામે બે વખત સ્ટેટમેન્ટ ચેન્જ કર્યું છે ત્યારે હવે જ્યારે આ ભાભી સામે આવશે ત્યારે સ્પષ્ટ થશે કે હકીકત શું છે? કારણ કે કિશોરી હાલ ટ્રોમામાં છે. અમે ભ્રૂણ, કિશોર અને કિશોરી ત્રણેયનાં DNA સેમ્પલ લીધં છે. એને FSLમાં તપાસ હેતુસર મોકલવામાં આવ્યાં છે. હાલ આગળ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કિશોર હાલ જુવેનાઈલ ડિસ્ટ્રિક્ટ ઓફિસરની સાથે છે અને તેને JJBની સામે રજૂ કરવામાં આવશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Surat News : teenage girl studying in std 10 became pregnant by a young lover in surat miscarried in the bathroom