• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ગોધરામાં લેબર કોર્ટના જજને લાંચ આપવાની કોશીશ, પોતાના પક્ષે સુનાવણી આપવા ચાલુ કોર્ટે બંધ કવરમાં આપ્યા રૂ.35,000...

ગોધરામાં લેબર કોર્ટના જજને લાંચ આપવાની કોશીશ, પોતાના પક્ષે સુનાવણી આપવા ચાલુ કોર્ટે બંધ કવરમાં આપ્યા રૂ.35,000...

12:27 PM November 30, 2024 Gujju News Channel Share on WhatsApp

ગોધરાની લેબર કોર્ટની કાર્યવાહી દરમિયાન ડાયસ ઉપર ચઢીને જજને બંધ કવરમાં લાંચ આપવાની કોશિશ કરતા દોડધામ મચી ગઈ હતી.



લોકોની હિંમત એટલી વધી ગઈ છેે કે જજને ચાલુ કોર્ટમાં લાંચની ઓફર કરવામાં પણ ખચકાતા નથી. સામાન્ય રીતે લાંચ રિશવતના ગુનાઓમાં કોઈ કામ કઢાવા માટે સરકારી બાબુઓને લાંચ આપવી પડતી હોય છે. એ બાબુઓ કોઈના થકી અથવા જાતે લાંચ સ્વીકારતા હોય છે. આવા કેસમાં એસીબી છટકું ગોઠવીને તેમની સામે કાર્યવાહી કરતી હોય છે. પણ, ગોધરામાં આથી સાવ વિપરીત ઘટના ઘટી છે. જેમાં ગોધરાની લેબર કોર્ટના જજને લાંચની ઓફર કરવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો. જો કે જજે આ મામલે ગોધરા એસીબી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં લાંચ આપનારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આરોપી બાપુભાઈ ધીરાભાઈ સોલંકી. Godhara Latest News | Godhara labour court judge bribe Case

► કોર્ટની કાર્યવાહી દરમિયાન ડાયસ ઉપર ચઢીને કવર આપ્યું

ભાદર પેટા વિભાગના રોજમદાર બાબુભાઇ ધીરાભાઈ સોલંકીએ આજે ગોધરાની લેબર કોર્ટની કાર્યવાહી દરમિયાન ડાયસ ઉપર ચઢીને જજને બંધ કવરમાં લાંચ આપવાની કોશિશ કરતા દોડધામ મચી ગઇ હતી. આ મામલે બાબુભાઇ સોલંકીને પકડી ગોધરા એસીબી (એન્ટી કરપ્શન બ્યુરો)ને સોપવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પાનમ યોજના અંતર્ગત ભાદર નહેર વિતરણ પેટા વિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજવતા મૂળ મહિસાગર જિલ્લાના બાબુભાઇ ધીરાભાઈ સોલંકી કે જેમને વર્ષ 2018માં કચેરી તરફથી નોકરીમાંથી છૂટા કરાયા હતા.

► પોતાને પુનઃ નોકરી ઉપર લેવા કેસ કર્યો હતો

આ મામલે વર્ષ 2023માં બાબુભાઇએ પોતાને પુનઃ નોકરી ઉપર લેવા માટે ગોધરાની લેબર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.આ કેસની સુનાવણી ચાર-પાંચ વર્ષથી કોર્ટમાં ચાલી રહી છે. કેસ સંદર્ભે બાબુભાઇ છેલ્લા ચાર પાંચ દિવસથી લેબર કોર્ટ ગોધરા ખાતે આવતા હતા. આજે તેમના કેસની સુનાવણીની તારીખ ન હોવા છતાં બાબુભાઇ સવારે લેબર કોર્ટમાં આવ્યા હતા અને કોર્ટની કાર્યવાહી શરૂ થયાના થોડા જ સમયમાં ડાયસ ઉપર ચઢી જઇને જજને એક બંધ કવર આપવાની કોશિશ કરી હતી. આ સમયે જજે બંધ કવર સ્વીકારવાની ના પાડીને કવર ખોલવા જણાવતા બાબુભાઇએ કવર ખોલ્યું હતું. જેમાં ચલણી નોટો હતી. આ દ્રશ્ય જોઇને જ્જ ચોંકી ઉઠ્યા હતા. ખુલ્લી કોર્ટમાં લાંચ આપવાની આ પ્રથમ ઘટના હતી. જ્જે તુરંત  પોલીસ બોલાવી હતી અને સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસે બાબુભાઇ સોલંકીની ધરપકડ કરી હતી અને જ્જને લાંચ આપવાનો ગુનો બનતો હોવાથી ગોધરા પોલીસે આરોપીને ગોધરા એલસીબીના હવાલે કર્યો છે.

► નડિયાદના કોઇ વ્યક્તિના કહેવાથી બંધ કવરમાં 35 હજાર રૂપિયા મૂક્યા હતા

પંચમહાલ જિલ્લા લેબર કોર્ટમાં કોર્ટ કાર્યવાહી દરમ્યાન જજને બંધ કવરમાં લાંચ આપવાની કોશિશ કરવાના બનાવમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કવરમાં મુકેલા રૂપિયાની ગણતરી કરાતા રોજમદાર બાબુભાઇ ધીરાભાઈ સોલંકીએ કવરમાં રૂ.35,000 મુક્યા હોવાની વિગતો જાણવા મળી રહી છે.પોલીસે આ મામલે બાબુ સોલંકીની પુછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં બાબુ સોલંકીએ પોલીસને એવુ કહ્યું છે કે નડિયાદના કોઇ વ્યક્તિ દ્વારા તેને લાંચ આપવાનું કહેવામાં આવ્યુ હતું. જો કે પોલીસ દ્વારા હવે ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરાઇ છે કે આ ગુનામાં કોની કોની સંડોવણી છે. બાબુ સોલંકીએ પૈસા કોઇની પાસેથી મેળવ્યા કે પછી બેંકમાંથી ઉપાડ્યા વગેરે બાબતોની પણ તપાસ થશે. જો કે જ્જને બદનામ કરવા માટેનું આ કાવતરૂ હોવાની ચર્ચા કોર્ટ સંકુલમાં ચાલી રહી છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page | gujju news channel | Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર | Latest Gujarati News LIVE | Online Gujarati News | Gujarati news headlines today | Gujarati News Channel | Godhara Latest News | Godhara labour court judge bribe Case



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ

  • 15-06-2025
  • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us