• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • Hyundai Motor India IPO: હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા આઈપીઓ શેરબજારમાં રચશે ઇતિહાસ, આગામી સપ્તાહ નવા 3 શેર લિસ્ટિંગ થશે

Hyundai Motor India IPO: હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા આઈપીઓ શેરબજારમાં રચશે ઇતિહાસ, આગામી સપ્તાહ નવા 3 શેર લિસ્ટિંગ થશે

10:22 AM October 14, 2024 Admin Share on WhatsApp

Hyundai Motor India IPO Open Next Week New Share Listing News: હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા આઈપીઓ સહિત 3 કંપનીના આઈપીઓ આગામી સપ્તાહે ખુલી રહ્યા છે. તો નવા 3 સ્ટોક શેરબજારમાં લિસ્ટિંગ થવાના છે.



Hyundai Motor India IPO Open Next Week Share Listing News: શેરબજારમાં આગામી સપ્તાહે આઈપીઓને લઇ નવો ઇતિહાસ રચાશે. હ્યુન્ડાઇ મોટર ઈન્ડિયા આઈપીઓ 14 ઓક્ટોબરથી શરૂ થનાર નવા સપ્તાહે ખુલી રહ્યો છે. આ સાથે જ ભારતીય શેરબજારમાં સૌથી મોટો આઈપીઓ લાવવાનો એલઆઈસીનો રેકોર્ડ તૂટી જશે. નવા સપ્તાહે 3 આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ખુલી રહ્યા છે. ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા આઈપીઓમાં રોકાણ કરવાની ચાલુ સપ્તાહે પણ તક મળશે. તેમજ નવી 3 કંપનીના શેર શેરબજારમાં લિસ્ટિંગ થવાના છે.

► Hyundai Motor India IPO : હ્યુન્ડાઇ મોટર ઈન્ડિયા આઈપીઓ

હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનો આઈપીઓ 15 થી 17 ઓક્ટોબર સુધી સબ્સક્રિપ્શન માટે ખુલ્લો રહશે. ભારતની બીજી સૌથી મોટી ઓટો કંપની હ્યુન્ડાઇ મોટર 27870.16 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવી રહી છે. એન્કર ઈન્વેસ્ટર માટે આ પબ્લિક ઇસ્યૂ 14 ઓક્ટોબર ખુલશે. આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ શેર દીઠ 1865 – 1960 રૂપિયા નક્કી કરી છે. સંપૂર્ણ ઓફર ફોર સેલ ઇસ્યૂ હેઠળ તેની પેરન્ટ કંપની હ્યુન્ડાઇ મોટર કંપની 14.2 કરોડ શેર વેચશે. આઈપીઓમાં 778400 શેર કંપનીના કર્મચારી માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે અને તેમને શેર દીઠ 186 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે. આ આઈપીઓ શેર 22 ઓક્ટોબર શેર લિસ્ટિંગ થશે.

Hyundai Motor India IPO Open This Week Share Listing News , Hyundai Motor India IPO: હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા આઈપીઓ શેરબજારમાં રચશે ઇતિહાસ, આગામી સપ્તાહ નવા 3 શેર લિસ્ટિંગ થશે

હ્યુન્ડાઇ મોટર ઈન્ડિયા ભારતીય શેરબજારનો સૌથી મોટો આઈપીઓ લાવી રહી છે. અગાઉ મે 2022માં એલઆઈસી 21008 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવી હતી, જે અત્યાર સુધીનો સૌથી મોટો પબ્લિક ઇસ્યુ છે. હ્યુન્ડાઇ મોટર ઈન્ડિયાનો આઈપીઓ 27870 કરોડ રૂપિયાનો છે.

► Lakshya Powertech IPO : લક્ષ્ય પાવરટેક આઈપીઓ

લક્ષ્ય પાવરટેક આઈપીઓ 16 ઓક્ટોબર ખુલીને 18 ઓક્ટોબર બંધ થશે. 49.91 કરોડ રૂપિયાના આ આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 171 થી 180 રૂપિયા પ્રતિ શેર છે. આઈપીઓ લોટ 800 શેરનો છે. અમદાવાદની એન્જિનિયરિંગ કન્સલ્ટન્સી સર્વિસિસ કંપની આઈપીઓ હેઠળ માત્ર નવા શેર ઇસ્યુ કરશે. આ કંપનીનો શેર 23 ઓક્ટોબરના રોજ એનએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.

► Freshara Agro Exports IPO : ફ્રેશર એગ્રો એક્સપોર્ટ્સ આઈપીઓ

ફ્રેશર એગ્રો એક્સપોર્ટ્સ કંપનીનો આઈપીઓ 17 થી 21 ઓક્ટોબર દરમિયાન સબ્સક્રાઇબ કરી શકાશે. 75.4 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 110 થી 116 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આઈપીઓ લોટ સાઇઝ 1200 શેરની છે. કંપની આઈપીઓ હેઠળ માત્ર નવા શેર જારી કરશે. આ કંપનીના શેર 24 ઓક્ટોબર એનએસઇ એસએમઇ પર લિસ્ટ થશે.

► આ આઈપીઓમાં પણ રોકાણ કરવાની તક

આગામી સપ્તાહે નવી 3 કંપનીના આઈપીઓ ખુલી રહ્યા છે. ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા આઈપીઓમાં પણ નવા સપ્તાહે રોકાણ કરવાની તક મળશે. પ્રાણિક લોજિસ્ટિક્સના 22.5 કરોડ રૂપિયાનો આઈપીઓ 14 ઓક્ટોબર બંધ થવાનો છે, જે 10 ઓક્ટોબર ખુલ્યો હતો. આઈપીઓ શેર દીઠ ઇસ્યુ પ્રાઇસ 73 થી 77 રૂપિયા અને લોટ સાઈઝ 1600 શેર છે. આ આઈપીઓ શેર 17 ઓક્ટોબરના રોજ એનએસઇ એસએમઇ પર લિસ્ટિંગ થશે.

► IPO Share Listing Next Week : આઈપીઓ શેર લિસ્ટિંગ

નવા સપ્તાહે શેરબજારમાં ઘણી કંપનીઓના સ્ટોક લિસ્ટિંગ થવાના છે. જેમાં ગરુડા કન્સ્ટ્રક્શન એન્ડ એન્જિનિયરિંગનો શેર 15 ઓક્ટોબર બીએસઇ અને એનએસઇ પર લિસ્ટેડ થશે. મેનબોર્ડ પર એક માત્ર ગરુડા કન્સ્ટ્રક્શનો શેર લિસ્ટ થશે. તો એસએમઇ પ્લેટફોર્મ પર નવા 2 શેર લિસ્ટિંગ થવાના છે. શિવ ટેક્સકેમ શેર બીએસઇ એસએમઇ પર 15 ઓક્ટોબર અને પ્રાણિક લોજિસ્ટિકનો શેર 17 ઓક્ટોબર એનએસઇ એસએમઇ પર લિસ્ટિંગ થવાનો છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channel

join telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Hyundai Motor India IPO Open This Week Share Listing News , Hyundai Motor India IPO: હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા આઈપીઓ શેરબજારમાં રચશે ઇતિહાસ, આગામી સપ્તાહ નવા 3 શેર લિસ્ટિંગ થશે



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ

  • 15-06-2025
  • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us