
ગુજરાતમાં વરસાદની આગાહી હજુ પણ ચાલી રહી છે. રાજ્યમાં હજુ આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલે આ જાણકારી આપી છે.
રાજ્યમાં ફરી ભારે વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તારીખ 18મીથી લઈને 21મી સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના પૂર્વ અને દક્ષિણ ભાગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેેમજ હાલમાં આગામી 6 દિવસ સુધી વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. પરંતુ નવરાત્રીમાં રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આવો જોઈએ ક્યાં અને કેટલી તારીખે વરસાદ પડશે.
જેમાં પંચમહાલ, સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં પણ છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં નવરાત્રિ દરમિયાન પણ ખેલૈયાઔને મુશ્કેલી પડી શકે છે. કારણ કે હવામાન નિષ્ણાત અંબાલાલે નવરાત્રિ દરમિયાન છુટાછવાયા વરસાદની પણ આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી વરસાદ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ રહેશે. સાથો સાથ નવરાત્રિ દરમિયાન સામાન્ય વરસાદ જોવા મળી શકે છે.
છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ થયો છે. રાજ્યમાં સિઝનનો ૧૨૪ ટકા જેટલો વરસાદ થઈ ગયો છે. છેલ્લા ૩૦ વર્ષના સરેરાશ વરસાદના આધારે કચ્છ પ્રદેશમાં સૌથી વધુ ૧૮૩ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૨૯.૩૯ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૨૭.૧૬ ટકા, પૂર્વ મધ્યમાં ૧૨૦.૦૨ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૧૦૬.૪૭ ટકા વરસાદ નોંધાયો છે દર વર્ષે ૮૮૩ મીમી વરસાદ પડે છે. તેની સરખામણીમાં, રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ ૧૦૯૩ મીમી (આશરે ૪૪ ઇંચ) વરસાદ નોંધાયો છે.
તો આગાહીકારે આ વર્ષના શિયાળા માટે પણ ચોંકાવનારી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આ વખતે શિયાળો વહેલો શરૂ થશે. અલ નીનોની અસરના કારણે ભારત આસપાસનો દરિયો વધુ ઠંડો રહેશે. જેને કારણે 3 ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો કહેર વર્તાશે. 22 ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ વધશે. આ વર્ષનો શિયાળો લાંબો પણ રહેશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Gujarat rain forecast - gujarat weather expert ambalal patel date wise rain prediction in april rain forecast - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં વરસાદની આગાહી - Gujarat rain forecast - અંબાલાલ પટેલની આગાહી - Ambalal patel prediction For the cyclone next month in arabian sea gujarat weather update - IMD Forecast Cyclone - આજની આગાહી - વરસાદની આગાહી લાઈવ - આજની વરસાદની આગાહી - વરસાદની આગાહી તારીખ - વરસાદની આગાહી અંબાલાલ પટેલ - આજની આગાહી 2024 - હવામાન આગાહી - વરસાદની આગાહી ગુજરાતમાં - Ambalal Patel Prediction Rain Forcasting - અંબાલાલ પટેલ તરફથી ચેતવણી ambalal ni agahi varsad ni 2024