
Bhavnagar Crime Case : ભાવનગરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે પતિ અને પત્નીના સંબંધોને લાંછન લગાવી છે. વાત જાણે એમ છે કે, પતિનું દેવું વધી જતા તેણે સંબંધોની મર્યાદાને નેવે મૂકી દીધી છે. ભાવનગરમાં પતિએ પોતાની જ પત્નીને મિત્રો સાથે શરીર સંબંધ રાખવા માટે દબાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. પતિને દેવું એટલું વધી ગયું કે, પોતાની પત્નીને તેના મિત્રો સાથે સંબંધ રાખવા માટે દબાણ કર્યું હતું. જેમાં એક બે નહીં પરંતુ છ મિત્રો સાથે સંબંધ બાંધવા પતિએ પત્નીને બળજબરી કરી હોવાનું સામે આવ્યું છે. જો કે, પત્ની પોતાનો જીવ બચાવીને ત્યાથી ભાગી ગઈ હતી. ત્યાંર બાદ તેણે પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
► ટુંકમાં સમાચાર | News In Brief
• ભાવનગરમાં બન્યો પતિ અને પત્નીના સંબંધોને લાંછન કિસ્સો
• દેવું માફ કરવા માટે મિત્રો સાથે સંબંધ બાંધવા પતિએ કર્યું દબાણ
• એક બે નહીં પરંતુ છ મિત્રો સાથે સંબંધ રાખવા માટે કર્યું દબાણ
• પત્ની જીવ બચાવી ભાગી અને પોલીસે સ્ટેશનમાં નોધાવી ફરિયાદ
નોંધનીય છે કે, પતિને દેવું થઈ જતા પત્નીને બુધેલ ખાતે વાડીમાં લઈ જવાાં આવી અને પતિના 6 મિત્રો સાથે સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. જો તે તેના મિત્રો સાથે સંબંધ બાંધશે તો તેનું દેવું ચૂકતે થઈ જશે તેવી વાત પતિએ કહ્યું અને શરીર સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું.
પતિએ પત્ની પર ભારે દબાણ કર્યું હતું. મહિલા પતિના વશમાં ન થતાં નરાધમ અને તેના 4 મિત્રઓએ ઝેરી દવા પીવડાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. તો બીજી તરફ મહિલા થાપ આપીને ત્યાંથી ફરાર થઈને પોતાનો જીવ બચાવ્યો હતો. મહિલાએ એસપી ઓફિસમાં સમગ્ર મામલાની જાણ કરી હતી.
પત્નીએ પોતાના પતિ સામે એસ.પી કચેરી ખાતે રજૂઆત કરી અને વરતેજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. નોંધનીય છે કે, ઘટનાને ગંભીરતાથી લેતા વરતેજ પી.એસ.આઈએ અરજીના આધારે પતિ સહિત તેના મિત્રા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. આખરે એક પતિ પોતાની જ પત્ની સાથે આવી રીતનું વર્તન કઈ રીતે કરી શકે? મહત્વની વાત એ પણ છે કે, તેના મિત્રોએ પણ દેવું માફ કરવાના બદલે તેની પત્ની સાથે સંબંધ રાખવાની માંગ કરી હતી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , bhavnagar Crime case husband forced wife to have Sex with 6 friends For his all debts will be forgiven , ભાવનગરમાં સંબંધોને લાંછન લગાવતો કિસ્સો! દેવું થઈ જતા પતિએ મિત્રો સાથે સંબંધ બાંધવા પત્નીને મજબૂર કરી અને...