
છેલ્લા બે દિવસથી રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજરોજ પણ મેધરાજા તમામ તાલુકાઓમાં મન મુકીને વરસ્યા હતા. જેને લઇ રોજિંદુ જીવન ખોરવાયું હતુ. સાથે જ ધરતી ધરાઈ ગઈ હોય અને પાણીની રેલમછેલ થઈ રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે જાણો છેલ્લા 10 કલાકમાં પડેલ વરસાદના આંકડા. મળતી માહિતી મુજબ 10 કલાકમાં 245 તાલુકામાં વરસાદ વરસાદ વરસ્યો હતો. જેમાં રાજકોટમાં વરસ્યો સૌથી વધુ રાણાવાવમાં 10 ઈંચ, તો રાજકોટમમાં 8 ઈંચ જેટલો વરસાદ પડતા જનજીવન ખોરવાયુ છે.
રાજ્યના 245 તાલુકામાં સતત બીજા દિવસે એટલે કે આજે પણ વરસાદ વરસ્યો હતો. જેમાં સવારે 6 થી 4 વાગ્યા સુધીમાં 245 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધારે સૌથી વધુ રાણાવાવમાં 10 ઈંચ, રાજકોટમાં 8 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત કોડટા સાંગાણીમાં 7.5 ઈંચ, લોધિકામાં 7 ઈંચ વરસાદ, ખંભાળીયામાં 6.5 ઈંચ, કલ્યાણપુરમાં સવા 6 ઈંચ, કાલાવડમાં સવા 6 ઈંચ, ભાણવડમાં 6 ઈંચ વરસાદ, લાલપુરમાં 5.5 ઈંચ, રાણાવાવામાં સવા 5 ઈંચ, ગોંડલમાં 5 ઈંચ, દ્વારકામાં 5 ઈંચ વરસાદ, પોરબંદરમાં 5 ઈંચ, જામ જોધપુરમાં 5 ઈંચ વરસાદ, જામનગરમાં 5 ઈંચ, ધોરાજીમાં 4.5 ઈંચ વરસાદ, જામ કંડોરણામાં સવા 4 ઈંચ, ચોટીલામાં સવા 4 ઈંચ, વંથલીમાં 4 ઈંચ, કેશોદમાં 4 ઈંચ વરસાદ વરસ્યો હતો.
આ તરફ આગાહીકાર અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જળતાંડવ આગામી દિવસોમાં પણ યથાવત્ રહેશે તેવી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ મુશળધાર વરસાદ પડશે. જુનાગઢ, પોરબંદર અને સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 245 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. અને હજુ પણ આગામી કલાકોમાં સૌરાષ્ટ્રમાં ખુબ જ ભારે રહેશે. એટલે આફત હજુ ટળી નથી. મેઘરાજા આગામી કલાકોમાં પણ આકાશમાંથી મુશ્કેલી વરસાવશે. છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે અને હજુ પણ આગામી 48થી 72 કલાક ખુબ જ ભારે રહેશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Gujarat rain forecast - gujarat weather expert ambalal patel date wise rain prediction in april rain forecast - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં વરસાદની આગાહી - Gujarat rain forecast - અંબાલાલ પટેલની આગાહી - Ambalal patel prediction For the cyclone next month in arabian sea gujarat weather update - IMD Forecast Cyclone - આજની આગાહી - વરસાદની આગાહી લાઈવ - આજની વરસાદની આગાહી - વરસાદની આગાહી તારીખ - વરસાદની આગાહી અંબાલાલ પટેલ - આજની આગાહી 2024 - હવામાન આગાહી - વરસાદની આગાહી ગુજરાતમાં - Ambalal Patel Prediction Rain Forcasting - અંબાલાલ પટેલ તરફથી ચેતવણી ambalal ni agahi varsad ni 2024