
Gujarati Latest News : રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ બે દિવસનો વિરામ લિધો હતો, જોકે ગઇકાલથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વલસાડ જિલ્લામાં રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. વાપી નગર પાલિકાના રેલવે અંડર પાસમાં વરસાદી પાણી ભરાતા વાપી શહેરના ઇસ્ટ અને વેસ્ટની અવરજવર બંધ થઇ ગઇ છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં સરરેરાશ 60 ટકા કરતાં વધુ સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી રાજ્યમાં 139થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
ડાંગ, સુરત, તાપી જિલ્લામાં વરસાદ રહેતા નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીના જળ સપાટીમાં વધારો થયો છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોહના કાવચાલી ગામ પાસેથી પસાર થતા કોઝવે ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો. નવસારી જિલ્લામાં મોડી રાતથી વરસાદી માહોલ છવાયો છે. નવસારી શહેરના લુનસીકુઈ, માછીવાડ, ડેપો, ટાવર રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડતાં રોડ પર પાણી વહેતા થયા છે. તો ઉપરવાસમાં સારા વરસાદના કારણે અંબિકા નદીની સપાટીમાં વધારો થયો છે, જ્યારે પૂર્ણા નદીની સપાટી વધવાની પણ સંભાવના છે.
વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં સતત વરસાદના કારણે નદીઓ બે કાંઠે થઇ છે. જેને લઇને વહિવટી તંત્ર દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. વલસાડના પારડી, કશ્મીર નગર, તળિયાવાડ, ભાગડા ખુર્ડ ગામ સહિતના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ શહેરના દશેરા ટેકરી પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં વરસાદી પાણીની લાઇનમાં પુરાણ થઈ જતા ઘરોમાં પાણી ભરાઇ જતા સ્થાનિકને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદને લઈને જિલ્લા પંચાયત હસ્તકના 45 મુખ્ય રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ અવર જવર માટે બંધ કરવામાં આવ્યા છે. જ્યારે 2 અન્ય રોડ મળી કુલ 47 મુખ્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લાના નદીના તટ વિસ્તારમાંથી પસાર થતા મુખ્ય માર્ગો ઉપર પાણી ફરિવળતા શનિવારે શાળાઓ સવારની હોવાથી વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
• મોડીરાતથી વાપી તાલુકામાં અવિરત વરસાદ ચાલુ
• વલસાડ જિલ્લામાં રાત્રે 12 થી સવારે 6 સુધીમાં 7 ઇંચથી વધુ વરસાદ
• પૂર્ણાની જળ સપાટીમાં ફરી વધારો, વાહન વ્યવહાર બંધ
• ઔરંગા નદી બે કાંઠે, ઘરોમાં પાણી ભરાયા
• રસ્તાઓ પર પાણી, વિદ્યાર્થીઓને ભારે હાલાકી
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , mosoon data live update in gujarati , Gujarat Rain Update : ગુજરાત વરસાદ , Gujarat VARSAD, Heavy Rain In South Gujarat Vapi valsad Navsari Tapi Surat, latest gujarat rain news , Ahmedaba rain , Vadodara rain , Chota udepur rain data , Gujarat rain forecast, gujarat weather expert ambalal patel Forecast, Gujarat Weather Update, gujju news channel, monsoon in gujarat ambalal patel predicts Agahi News relief for farmers, Ambalal Patel Agahi, અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં ચોમાસુ