
Heavy Rain In Saurashtra-Kutch, રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની જોરદાર જમાવટ જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારે 23 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે દ્વારકામાં 6 ઇંચ અને કચ્છના માંડવીમાં પણ 6 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 33 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. દ્વારકામાં 158 મીમી (6 ઇંચ), માંડવી 147 મીમી (6 ઇંચ), જોડિયા 134 મીમી (5 ઇંચ), નખત્રાણા 130 મીમી (5 ઇંચ), મુન્દ્રા 122 મીમી (5 ઇંચ), પલસાણા 120 મીમી (5 ઇંચ), ખેરગામ 119 મીમી (4.5 ઇંચ) , રાપર 110 મીમી (4.5 ઇંચ), ધોળકા 82 મીમી, બારડોલી અને લખપત 77 મીમી, ડોલવાન 75 મીમી, ગણદેવી 74 મીમી, ચોર્યાસી અને વ્યારા 71 મીમી, ભાણવડ 70 મીમી, સુરત શહેર અને કામરેજ 68 મીમી, મહુવા 65 મીમી, વાલોદ 60 મીમી, વંથલી 58 અને ડાંગ આહવા 58 મીમી, શુબીર અને વાંસદા 57 મીમી, વઘઇ 56 મીમી, સોનગઢ 55 મીમી, નવસારી 53 મીમી, પારડી 52 મીમી, ધરમપુર 51 મીમી અને વિસાવદરમાં 50 મીમી વરસાદ વરસ્યો છે. રાજ્યના 33 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.
આ સિવાય વલસાડ અને ચિખલીમાં 49 મીમી, જલાલપોર 47 મીમી, ખંભાળિયા 45 મીમી, કલ્યાણપુર 44 મીમી, માંગરોળ 43 મીમી, કપરાડા 42 મીમી, માણાવદર 41 મીમી, દસક્રોઇ અને કોડીનાર 39 મીમી, જૂનાગઢ 38 મીમી, માંગરોળ 37 મીમી, લાલપુર અને ઉમરપાડા 34 મીમી, ઉચ્છલ 33 મીમી, માળીયા હાટીના 32 મીમી, વેરાવળ 31 મીમી, કેશોદ 30 મીમી, લોધિકા 29 મીમી, ગાંધીધામ, સુરતના માંડવી અને વાપીમાં 28 મીમી, મહેમદાબાદમાં 27 મીમી, ઉમરગામ 26 મીમી, ડેડિયાપાડા અને સુત્રાપાડામાં 25 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 97 તાલુકામાં 1 થી લઇને 22 મીમી સુધી વરસાદ પડ્યો છે.
IMDની આગાહી પ્રમાણે બુધવારે 24 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ, રાજકોટ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, ભરૂચ, નર્મદામાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , heavy rain at saurashtra kutch dwarka mandvi surat mosoon data live update in gujarati , Gujarat Rain Update : સૌરાષ્ટ્ર-કચ્છ અને સુરતમાં મેઘો અનરાધાર, દ્વારકા અને માંડવીમાં 6-6 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ , ગુજરાત વરસાદ , Gujarat VARSAD, Heavy Rain In Saurashtra, latest gujarat rain news , porbandar rain , dwarka rain , junagadh rain data , Gujarat rain forecast, gujarat weather expert ambalal patel Forecast, Gujarat Weather Update, gujju news channel, monsoon in gujarat ambalal patel predicts Agahi News relief for farmers, Ambalal Patel Agahi, અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં ચોમાસુ