• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • New Income Tax Slabs : 2024-25ના ન્યૂ રિઝિમમાં કેવો રહેશે ટેક્સ સ્લેબ, સમજો નવું ટેક્સ માળખુ, કોને ફાયદો થશે?

New Income Tax Slabs : 2024-25ના ન્યૂ રિઝિમમાં કેવો રહેશે ટેક્સ સ્લેબ, સમજો નવું ટેક્સ માળખુ, કોને ફાયદો થશે?

05:45 PM July 23, 2024 gujjunewschannel.in Share on WhatsApp



New Income Tax Slabs 2024-25 | નવો ઈન્કમ ટેક્સ સ્લેબ 2024-25 : નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આજે (23 જુલાઈ 2024) તેમનું સતત સાતમું બજેટ રજૂ કર્યું. નાણામંત્રીએ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી હતી. પરંતુ કરદાતાઓને તેમની અપેક્ષા મુજબ કંઈ ન મળતા તેઓ ફરી એકવાર નિરાશ થયા છે. કેન્દ્રીય બજેટ 2024 માં, નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ હવે 3 લાખથી 7 લાખ રૂપિયાની આવક પર 5 ટકાના દરે ટેક્સ ચૂકવવો પડશે. તેના સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ સિવાય નવી ટેક્સ વ્યવસ્થામાં હવે 50 હજાર રૂપિયાના બદલે 75 હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે. આ બંને ફેરફારોથી કરદાતાઓને 17,500 સુધીનો ફાયદો થશે. જો કે જૂની ટેક્સ વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

► નવો ઈન્કમ ટેક્સ સ્લેબ 2024-25

તમને જણાવી દઈએ કે, નવી વ્યવસ્થા હેઠળ 3 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. એટલે કે આ આવક કરમુક્ત છે. 3 થી 7 લાખ રૂપિયાની આવક ધરાવતા લોકોએ 5 ટકા, 7 થી 12 લાખ રૂપિયાની આવક ધરાવતા લોકોએ 10 ટકા અને 10 થી 12 લાખ રૂપિયાની આવક ધરાવતા લોકોએ 15 ટકા ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે 12 થી 15 લાખ રૂપિયાની કમાણી કરનારાઓએ 20 ટકા ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે 15 લાખ રૂપિયાથી વધુ આવક ધરાવતા લોકોએ 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.

ઈન્કમ ટેક્સ સ્લેબ જૂનો ટેક્સ ન્યુ ઈન્કમ ટેક્સ સ્લેબ નવો ટેક્સ
3 લાખ Nil 3 લાખ Nil
3થી 6 લાખ 5 ટકા 3થી 7 લાખ 5 ટકા
6 લાખથી 9 લાખ 10 ટકા 6 લાખથી 9 લાખ 10 ટકા
9થી 12 લાખ 15 ટકા 9થી 12 લાખ 15 ટકા
12 થી 15 લાખ 20 ટકા 12 થી 15 લાખ 20 ટકા
15 લાખથી વધુ 30 ટકા 15 લાખથી વધુ 30 ટકા

► સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારી રૂ.75000 થઈ

નાણાપ્રધાને નવી વ્યવસ્થા હેઠળ આવકવેરા સ્લેબમાં ફેરફારની જાહેરાત કરી છે, જે અંતર્ગત 3 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત થઈ ગઈ છે. આ સિવાય કરદાતાઓને બીજી રાહત આપવામાં આવી છે જે અંતર્ગત સ્ટાન્ડર્ડ ડિડક્શન હેઠળની છૂટ 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવી છે.

► સ્ટાન્ડર્ડ ડિડક્શન હાઇક (Standard Deduction Hike)

વ્યક્તિગત આવકવેરાના દરો વિશે વાત કરતા, નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે બે જાહેરાતો કરવામાં આવી છે. પ્રથમ, પગારદાર કર્મચારીઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ 50,000 રૂપિયાથી વધારીને 75,000 રૂપિયા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. તો, પેન્શનધારકો માટે ફેમિલી પેન્શન પરની કપાતને 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. નાણાપ્રધાને જણાવ્યું હતું કે, નવી કર વ્યવસ્થામાં સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ ચાર કરોડ પગારદાર અને પેન્શનધારકોને મળશે.

► સ્ટાન્ડર્ડ ડિડક્શન શું છે? (What is Standard Deduction)

સ્ટાન્ડર્ડ ડિડક્શન : નામ સૂચવે છે તેમ, નોકરી કરતી વ્યક્તિની કુલ આવકમાંથી ચોક્કસ રકમ પહેલેથી જ બાદ કરવામાં આવે છે. જેના કારણે તે વ્યક્તિની કરપાત્ર આવક ઘટી જાય છે અને તેના કારણે ટેક્સ પણ ઓછો ભરવો પડે છે.


 

Follow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , New Income Tax Slabs 2024-25 | નવો ઈન્કમ ટેક્સ સ્લેબ 2024-25 - budget-2024-25-new-income-tax-slabs-2024-25-WHAT-changes-AND-who-GETS-benefits - New Income Tax Slabs : 2024-25ના ન્યૂ રિઝિમમાં કેવો રહેશે ટેક્સ સ્લેબ, સમજો નવું ટેક્સ માળખુ, કોને ફાયદો થશે?

 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 16 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 15-06-2025
  • Gujju News Channel
  • ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ
    • 15-06-2025
    • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us