• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • TET-TAT પાસ ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ : રાજ્ય સરકાર કુલ 24,700 શિક્ષકોની ભરતી કરશે: 2011થી 2023 સુધીમાં લેવાયેલી ટેટની તમામ પરીક્ષા માન્ય ગણાશે

TET-TAT પાસ ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ : રાજ્ય સરકાર કુલ 24,700 શિક્ષકોની ભરતી કરશે: 2011થી 2023 સુધીમાં લેવાયેલી ટેટની તમામ પરીક્ષા માન્ય ગણાશે

06:28 PM July 03, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Gujarat Permanent Teachers Recruitment : રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી સામે ટાટ-ટેટ પાસ ઉમેદવારોએ 18 અને 19 જૂન, 2024ના રોજ ગાંધીનગરમાં ભારે રોષ સાથે આંદોલન કર્યું હતું. જેના પરિણામે રાજ્ય સરકારે 24 કલાકમાં 7500 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી. જે બાદ આજે વધુ 17,200 શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે આજે મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે. આમ બન્ને નિર્ણય મળી કુલ 24,700 શિક્ષકોની ભરતી થશે. રાજ્યમાં હાલ 42,759 જગ્યા ખાલી છે જેમાં 24700 જગ્યા ભરી રહ્યા છે. જેથી 18059 જગ્યા હજુ પણ ખાલી રહેશે.

► ભરતી માટેનું સમયપત્રક તૈયાર : ઋષિકેશ પટેલ  

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 7500 શિક્ષકોની ભરતીની જાહેરાત બાદ એમાં વધારો કરીને વધુ 17200 શિક્ષકોની ભરતી કરાશે. આમ કુલ મળી 24700 નવીન શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે સમય પત્રક બનાવ્યું છે. આજ સુધીના સમયમાં સૌથી મોટી ભરતી કરી રહ્યા છીએ. વિવિધ તબક્કામાં 12માં(ડિસેમ્બર)મહિના સુધી તમામ ભરતી પ્રક્રિયા પૂરી કરીશું. 2011થી 2023 સુધી જેટલી ટેટની પરીક્ષા લેવાઈ છે તે માન્ય ગણીને ભરતી કરવામાં આવશે. જેમની પાસે પ્રમાણપત્ર છે તે અરજી કરી શકશે અને મેરિટ પ્રમાણે ભરતી થશે. 29-4-23ના ઠરાવ મુજબ ભરતી માટે વર્ષ 2023માં લેવાયેલી દ્વિસ્તરીય અભિરુચિ કસોટીને ધ્યાનમાં લેવાશે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્‍ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્‍ડરને આખરી ઓપ આપ્યો છે. આગામી ઓગસ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન વિવિધ તબક્કે સંભવત: અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી થશે.

► 1200 આચાર્યની પણ ભરતી કરાશે

આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકારે કરેલા આ મહત્વપૂર્ણ આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી. ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્‍ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય (HMAT PASS ઉમેદવારો)ની 1200 જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જુના શિક્ષકની અંદાજિત 2200 જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની તા. 01/08/2024 રહેશે.

► ઉચ્ચત્તર માધ્યમિકમાં અંદાજીત 4000ની ભરતી

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક (TAT HIGHER SECONDARY પાસ ઉમેદવારો)ની કુલ મળીને અંદાજે 4000 જેટલી જગ્યાઓ જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 750 અને ગ્રાન્‍ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 3250 જગ્યાઓનો સમાવેશ થાય છે તેની સંભવિત જાહેરાતની તા. 01/09/2024 રહેશે.

► માધ્યમિક શાળાઓમાં 3500 શિક્ષણ સહાયકની ભરતી

આ ઉપરાંત સરકારી અને ગ્રાન્‍ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ 3500 જગ્યાઓ માટેની જાહેરાતની સંભવિત તા.01/10/2024 રહેશે. જેમાં સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 500 જગ્યા અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 3000 જગ્યા માટે ભરતી જાહેરાત થશે.

► 6થી 8માં કુલ 7000 ભરતી, 1થી 5માંં 6200 જગ્યાઓ માટે ભરતી

સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-2 પાસ ઉમેદવારો માટેની અંદાજે 7000 જગ્યાઓ માટેની સંભવિત ભરતી જાહેરાતની તા. 01/11/2024 રહેશે. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (અન્ય માધ્યમ) ટેટ-2 પાસ ઉમેદવારોની અંદાજે 600 જેટલી જગ્યાઓ માટે સંભવતઃ તા. 01/11/2024ના રોજ જાહેરાત કરાશે. આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 5000 જગ્યાઓ માટે તેમજ સરકારી પ્રાથમિક શાળાઓમાં અન્ય માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 1200 જગ્યાઓ માટે ભરતી માટે સંભવતઃ તા.01/12/2024ના રોજ જાહેરાત થશે.

► ઉમેદવારોના પ્રમાણપત્રની માન્યતાની અવધિ ક્યા સમયથી ગણાશે?

પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, આ ભરતી બાદ 2023માં TET-1 અને TET-2 પાસ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રની માન્યતાની અવધિ પ્રમાણપત્ર ઇશ્યુ કર્યાની તારીખથી 5 વર્ષ અથવા તો NCTE દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત નવું માળખું જાહેર થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીની રહેશે. એટલું જ નહીં, વર્ષ-2023 પહેલા TET-1 અને TET-2 પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર આ ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણાશે. ત્યારબાદ વર્ષ-2023 પહેલાના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની અવધિ માન્ય ગણવાની રહેશે નહીં.

શિક્ષક ભરતી - Vidhyasahayak official website - શિક્ષક ભરતી 2024 - વિદ્યાસહાયક ભરતી - વિદ્યાસહાયક ભરતી મેરીટ યાદી 2023 - વિદ્યાસહાયક ભરતી 2024 - વિદ્યા સહાયક ભરતી મેરીટ યાદી 2024 - તાજેતરની ભરતી - શિક્ષકોની કાયમી ભરતી ક્યારે થશે - ગુજરાતના કાયમી શિક્ષકોની ભરતી - gujarat goverment Recruitment Of Teachers Vidhya shayak bharati Tet 1-2 tat 1-2 pass candidate apply - હાલ કામ કરતા શિક્ષકો, મંજૂર મહેકમ તથા ખાલી જગ્યાની વિગતો.

► છેલ્લાં 10 વર્ષમાં 18,382 શિક્ષકની કાયમી ભરતી

વધુ વિગતો આપતાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે માધ્યમિક એટલે કે ધોરણ 9 અને ધોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઈન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલા ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ધોરણ 11 અને ધોરણ 12માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ-ઈન-એડ શાળામાં 3250 એમ મળીને TAT-2ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે. તાજેતરમાં 1500 જેટલા HMAT પ્રિન્સિપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓમાં કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લાં 10 વર્ષમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે.

► 2.65 લાખ ટેટ પાસ અને 1.18 લાખ ટાટ પાસ ઉમેદવાર બેકાર

ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારની ભરતી કરવાના બદલે સરકારે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરતાં રાજ્યમાં ટેટ પાસ 2.65 લાખ અને ટાટ પાસ 1.18 લાખ ઉમેદવારો બેકાર બેઠાં છે. રાજ્યમાં શિક્ષકોની ભરતી કરવાની માગણી સાથે તેઓ એકાંતરે આંદોલન કરી રહ્યાં હોવા છતાં સરકાર તેમની માગણીઓને સ્વીકારતી નથી. ગત માર્ચમાં ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરસિંહ ડિંડોરે વિધાનસબા ગૃહમાં કબૂલ્યું હતું કે, રાજ્યમાં ટેટ-1 પાસ 39,395 એને ટેટ-2 પાસ 2,35, 956 ઉમેદવારો છે. એ ઉપરાંત માધ્યમિકમાં ટાટ 75,328, માધ્યમિક દ્વિસ્તરીય ટાટ 28307 અને ઉચ્ચતર માધ્યમિક દ્વિસ્તરીય 15253 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે. આમ કુલ 3.83 લાખથી વધુ ઉમેદવારોએ શિક્ષક બનવા યોગ્ય પરીક્ષાઓ પસાર કરી છે. વર્ષ 2011થી લઈને 2023 સુધીમાં સરકારે 50,912 ટેટ-ટાટ પાસ વિદ્યાસહાયકો અને 12710 જ્ઞાન સહાયકો મળીને કુલ 63622 ટેટ-ટાટ ઉમેદવારોની ભરતી કરી છે.

► છેલ્લા 8 મહિનામાં જ 17500 શિક્ષક નિવૃત્ત થયા

વર્ષ 2019માં તત્કાલીન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 5300 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી. જેમાંથી 2022માં તત્કાલીન શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ 2650ને નિમણૂંક પત્રો આપ્યા હતા. આમ 2650ની ભરતી બાકી રહી હતી. જ્યારે 31-10-2023ના રોજ અંદાજે 7500 શિક્ષકો નિવૃત્ત થયા હતા. ત્યાર બાદ 31-5-2024ના રોજ 10,000 શિક્ષક નિવૃત્ત થયા હતા. આમ કૂલ 17500 શિક્ષકો તો નિવૃત્ત થયા છે. જેની સામે માત્ર 2650ને જ નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા. આમ નિવૃત્ત થયેલા 17,500 શિક્ષકમાંથી માત્ર 2650 જ જગ્યા ભરવામાં આવી જ્યારે 14850 ખાલી જગ્યા સામે માત્ર 7500 શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, અને તે ભરતી થયા બાદ 7350 જગ્યા તો છેલ્લા 8 મહિનામાં નિવત્ત થયેલા શિક્ષકોની જ છે.


Gujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...Gujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramFollow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News Samachar 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - શિક્ષક ભરતી - Vidhyasahayak official website - શિક્ષક ભરતી 2024 - વિદ્યાસહાયક ભરતી - વિદ્યાસહાયક ભરતી મેરીટ યાદી 2023 - વિદ્યાસહાયક ભરતી 2024 - વિદ્યા સહાયક ભરતી મેરીટ યાદી 2024 - તાજેતરની ભરતી - શિક્ષકોની કાયમી ભરતી ક્યારે થશે - ગુજરાતના કાયમી શિક્ષકોની ભરતી - gujarat goverment Recruitment Of Teachers Vidhya shayak bharati Tet 1-2 tat 1-2 pass candidate apply



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 16 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 15-06-2025
  • Gujju News Channel
  • ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ
    • 15-06-2025
    • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us