• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • GSSSB Recruitment 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 502 પદો પર નવી ભરતીની જાહેરાત

GSSSB Recruitment 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 502 પદો પર નવી ભરતીની જાહેરાત

10:10 PM July 01, 2024 gujjunewschannel.in Share on WhatsApp



ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB Recruitment 2024 દ્વારા તાજેતરમાં વિવિધ 502 જગ્યાઓ ભરવા માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. અને ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી હતી. આ ભરતી માટે અરજી પ્રક્રિયા આજે 1 જુલાઈ 2024થી (બપોરે 2 વાગ્યાથી) શરુ થશે જે 20 જુલાઈ 2024 સુધી ચાલશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ સંસ્થાની સત્તાવાર વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ શું ધ્યાન રાખવું, કેવી રીતે અરજી કરવી અને પરીક્ષા પદ્ધતિ કેવી હશે.

► ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટ વિવિધ
જગ્યા 502
છેલ્લી તારીખ 20 જુલાઈ 2024
સત્તાવાર વેબસાઈટ https://gsssb.gujarat.gov.in/Index
એપ્લાઈ https://ojas.gujarat.gov.in/

► ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી પોસ્ટની માહિતી

પોસ્ટ ખાલી જગ્યા
ખેતી મદદનીશ 436
બાગાયત મદદનીશ 52
મેનેજર (અતિથિગૃહ) 14
કુલ 502

► ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, અરજી કરનાર ઉમેદવારોએ શું ધ્યાન રાખવું?

ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ કોઈ પ્રમાણપત્રો જોડવાના નથી. પરંતુ ઓલાઈન અરજી કરતી વખતે પ્રમાણપત્રોમાંની વિગતોને આધારે ઓનલાઈન અરજીમાં અરજદારે સમગ્ર વિગતો ભરવાની રહેશે. આથી પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કેટેગરીને લગતા, દિવ્યાંગતા (લાગુ પડતું હોય તો), માજી સૈનિક (લાગુ પડતું હોય તો) તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રોને સાથે રાખવા. ઓનલાઈન અરજીમાં એવા પ્રમાણપત્રોને આધારે સાચી વિગતો ભવાની રહેશે. અરજીમાંની ખોટી વિગતોના કારણે અરજી રદ થવા પાત્ર રહેશે. આથી ઉમેદવારો ઓનલાઈન અરજીપત્રક કાળજીપૂર્વક ભરવાનું રહેશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 - અરજી પ્રક્રિયા આજથી શરુ થશે, ઉમેદવારોએ શું ધ્યાન રાખવું, કેવી રીતે કરવી અરજી, કેવી હશે પરીક્ષા પદ્ધતિ?ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અધ્યક્ષ - ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 - ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ખાતાકીય પરીક્ષા -  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ papers - ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ Call Letter - GSSSB - OJAS - ગૌણ સેવા પસંદગી મંડળ એટલે શું - GSSSB Recruitment 2024 - gsssb online how to apply

મંડળ દ્વારા જરૂરત ઉપસ્થિત થશે ત્યારે પરીક્ષા સંદર્ભેની અમુક સૂચનાઓ મોબાઈલ નંબર પર એસ.એમ.એસ. અથવા ઈ મેઈલથી આપવામાં આવશે. આથી, અરજી પત્રમાં સંબંધિત કોલમમાં મોબાઈલ નંબર તથા ઈ-મેઈલ અવશ્ય દર્શાવવો અને સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી, અરજીપત્રક ભરતા સમયે દર્શાવેલો મોબાઈલ નંબર થતા ઈ મેઈલ જાળવી રાખવા જરૂરી અને તમારા હિતમાં છે.

► ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ભરતી નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે આ ભરતી માટે 1 જુલાઈ 2024 બપોરે બે વાગ્યાથી લઈને 20 જુલાઈ 2024 રાતના બાર વાગ્યા સુધી https//ojas.gujarat.gov.in વેબસાઈટ પર ઓન લાઈન અરજીપત્રક ભરી શકશે.

► આ પગલાં અનુસરવા

1 – સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું.

2 – ત્યારબાદ online Application માં Apply પર ક્લિક કરવું અને GSSSB સિલેક્ટ કરવું

3 – ઉમેદવારે જાહેરાત ક્રમાંકઃ 233- 202425થી 234-202425 પૈકીની સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય કરવું.

4- અહીં માંગેલી તમામ વિગતો ભરવી- વિગતો ભરતી વખતે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું

5- અરજી સબમિટ થઈ જાય પછી ઉમેદવારોએ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી,

► વધારે વિગતો માટે નિચે આપેલું નોટિફિકેશન વાંચવું

GSSSB-Recruitment-2024-notification - Download

► ગુજરાત ગૌણ સેવા મંડળ પરીક્ષા પદ્ધતિ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરેલી ભરતી માટે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો લેખીત પરીક્ષા બે તબક્કામાં લેવાશે. જેમાં પહેલા તબક્કામાં MCQ સ્પર્ધાત્મક લેખિત પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે. આ જાહેરાત માટે અજીસ્ટર્ડ થયેલા ઉમેદવારોની સંખ્યાના આધારે એક સેશન અથવા મલ્ટી સેશનમાં લેવામાં આવશે. મલ્ટી સેશનમાં પરીક્ષા યોજવાના સંજોગોમાં યોગ્ય સ્કેલીંગ પદ્ધતિથી મુલ્યાંક કરવામાં આવશે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelfollow for more news on gujju news channelFollow Us On google News Gujju News Channeljoin telegram channel for gujju news channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 - અરજી પ્રક્રિયા આજથી શરુ થશે, ઉમેદવારોએ શું ધ્યાન રાખવું, કેવી રીતે કરવી અરજી, કેવી હશે પરીક્ષા પદ્ધતિ?ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અધ્યક્ષ - ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 - ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ખાતાકીય પરીક્ષા -  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ papers - ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ Call Letter - GSSSB - OJAS - ગૌણ સેવા પસંદગી મંડળ એટલે શું - GSSSB Recruitment 2024 - gsssb online how to apply



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 16 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 15-06-2025
  • Gujju News Channel
  • ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ
    • 15-06-2025
    • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us