
વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિર Vadtal Swaminarayan Mandirના તત્કાલીન કોઠારી સ્વામી અને હાલ વડતાલ ખાતે રહેતા જગત પાવન સ્વામી Jagat Pavan Swami સહિત ત્રણ સ્વામી સામે વાડી પોલીસ મથકે દુષ્કર્મ (Rape FIR)ની ફરિયાદ નોંધાઈ છે.
વડતાલ સંપ્રદાયના વાડી સ્વામિનારાયણ મંદિરના જગત પાવન સ્વામી પર ફરિયાદ નોંધાવવા માટે વાડી પોલીસ સ્ટેશન પહોંચેલી ફરિયાદી યુવતીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, "આ ઘટના વર્ષ 2016ની છે અને હું આજે ફરિયાદ નોંધાવવા માટે આવી છું. હું જગત પાવન સ્વામી સામે ફરિયાદ નોંધાવવા આવી છું, તેઓ 2016માં વાડી સ્વામિનારાયણ મંદિર ખાતે કોઠારી સ્વામી હતી. યુવતીએ જણાવ્યું કે, 2014થી અમે મંદિરે દર્શન કરવા માટે જતા હતા અને 2016માં એક દિવસ રાતે મારા ફોનમાં એક ફોન આવ્યો હતો, જેમાં ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ જગત પાવન સ્વામી જણાવ્યું હતું. જે બાદ તેઓ દરરોજ ફોન કરતા હતા અને ફોન પર અભદ્ર વાતો કરતા હતા."
પીડિતાએ આક્ષેપ કરતા જણાવ્યું કે, જગત પાવન સ્વામીએ 2016માં ઘડિયાળ ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરના નીચેના રૂમમાં બોલાવી હતી અને પછી દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન મને તેઓએ ધમકી આપી હતી કે તું કોઈને કહીશ તો તારા પરિવારને જાનથી મારી નાખીશ.
તેણીએ જણાવ્યું કે, સ્વામીનું સોશિયલ મીડિયા પરનું ગ્રુપ હતું, જેમાં ગ્રુપ વીડિયો કોલ કરાવતા હતા અને તેમાં ખરાબ હરકતો કરાવતા હતા. આ ઘટના બની ત્યારે મારી ઉંમર 14 વર્ષની હતી અને અત્યારે મારી ઉંમર 23 વર્ષ છે. 2016માં ઉંમર નાની હોવાથી કોઈએ મારી વાતને ગંભીરતાથી લીધી ન હતી.
મારી એક જ માંગ છે કે, જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને મારી જેમ અન્ય કોઈ યુવતી આમનો ભોગ ન બને. આ કૃત્યમાં કોણ-કોણ સામેલ હતા એવો સવાલ પૂછતા યુવતીએ એચ.પી સ્વામી, કે.પી સ્વામી અને જે.પી સ્વામીના નામનો ઉલ્લેખ કર્યો હતો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - Vadtal Swaminarayan Mandir - વડતાલ વાડી મંદીરના કોઠારી સ્વામી - જગત પાવન સ્વામી - Jagat Pavan Swami - વાડી પોલીસ મથક - દુષ્કર્મ ફરિયાદ - Rape FIR -