• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • લોનના EMIમાં કોઇ જ રાહત નહીં થાય, RBIએ ફરીવાર રેપો રેટ 6.5 ટકા પર રાખ્યો યથાવત..!

લોનના EMIમાં કોઇ જ રાહત નહીં થાય, RBIએ ફરીવાર રેપો રેટ 6.5 ટકા પર રાખ્યો યથાવત..!

11:40 AM June 07, 2024 admin Share on WhatsApp



RBI REPO RATE JUNE 2024 : દેશમાં લોકોની લોનના EMIમાં કોઇ જ રાહત મળી નથી. રિઝર્વ ઓફ ઇન્ડિયાની MPC બેઠકના પરિણામો સામે આવી ગયા છે અને આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે તેને 6.50 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. અગાઉ, આ નાણાકીય વર્ષ 2024-25ની પ્રથમ MPC બેઠકમાં, પોલિસી દરો સ્થિર રાખવામાં આવ્યા હતા. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે મુંબઈમાં શરૂ થયેલી બેઠકના પરિણામોની જાહેરાત કરી. રેપો રેટ સ્થિર રહેવાથી તમારી લોનના EMIમાં કોઈ ફેરફાર થશે નહીં.

► ફેબ્રુઆરી 2023થી રેપો રેટમાં નથી થયો વધારો 

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસના જણાવ્યા અનુસાર, છમાંથી 4 MPC સભ્યો રેપો રેટમાં કોઈપણ ફેરફારની તરફેણમાં ન હતા. નવા નાણાકીય વર્ષની આ બીજી MPC મીટિંગ છે અને હાલમાં રેપો રેટ 6.50 ટકા પર સ્થિર છે. રિઝર્વ બેંકે છેલ્લે ફેબ્રુઆરી 2023માં વ્યાજ દરમાં ફેરફાર કર્યો હતો અને તેને 25 બેસિસ પોઈન્ટ વધારીને 6.50 ટકા કર્યો હતો. ત્યારથી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આરબીઆઈ રેપો રેટ RBI Repo Rate JUNE 2024 - RBI Monetary Policy Committee No Change In Repo Rate

► EMI પર થાય છે રેપો રેટની અસર

RBIની MPC મીટિંગ દર બે મહિને યોજાય છે અને રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ સહિત છ સભ્યો ફુગાવા અને અન્ય મુદ્દાઓ અને ફેરફારો વિશે ચર્ચા કરે છે. જણાવી દઈએ કે રેપો રેટનો સીધો સંબંધ બેંક લોન લેનારા ગ્રાહકો સાથે છે. તેના ઘટવાના કારણે લોનની EMI ઘટે છે અને તેના વધવાને કારણે EMI વધે છે. વાસ્તવમાં, રેપો રેટ એ દર છે કે જેના પર દેશની મધ્યસ્થ બેંક ભંડોળની અછતના કિસ્સામાં વ્યાપારી બેંકોને નાણાં ઉછીના આપે છે. રેપો રેટનો ઉપયોગ મોનેટરી ઓથોરિટી દ્વારા ફુગાવાને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે.

► ફુગાવાના આંકડાઓ પર એક નજર

મેના ફુગાવાના દરના આંકડા આ મહિનાના અંતમાં જાહેર કરવામાં આવશે. એસબીઆઈના એક રિસર્ચ અનુસાર, ઓક્ટોબરથી નાણાકીય વર્ષ 2024-25ના અંત સુધી ફુગાવાનો દર 5 ટકાથી નીચે રહેવાની ધારણા છે. આ પહેલા એપ્રિલ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી વધીને 1.26% થઈ ગઈ છે, જે તેનું 13 મહિનાનું ઉચ્ચ સ્તર છે. આ સિવાય એપ્રિલમાં છૂટક ફુગાવો 4.83 ટકા હતો.


gujju news channel logo - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Twitter Or X - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Facebook - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Instagram - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Google News - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Telegram Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચાર

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - RBI Repo Rate JUNE 2024 - RBI Monetary Policy Committee No Change In Repo Rate



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 16 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 15-06-2025
  • Gujju News Channel
  • ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ
    • 15-06-2025
    • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us