
Gujarat Exit Poll Result 2024 Live Updates: લોકસભા ચૂંટણી 2024 માટે સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. આ સાથે જ એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે. ગુજરાતમાં કુલ 26 લોકસભા બેઠક છે. લોકસભા ચૂંટણી 2014 અને 2019માં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપે જીત મેળવી હતી. કોંગ્રેસ એક પણ બેઠક પર જીત્યું ન હતું. ત્યારે હવે લોકસભા ચૂંટણી 2024માં ભાજપ 26 બેઠકો જીતશે તેવું કેટલીક સર્વે એજન્સીનું અનુમાન છે. જોકે INDIA Today-Axis My Indiaના સર્વે અનુસાર, ગુજરાતમાં કોંગ્રેસના ફાળે 1 બેઠક જઈ શકે છે. જ્યારે ચાણક્યના સર્વે અનુસાર આમ આદમી પાર્ટી 2 બેઠક જીતી શકે છે.
ગુજરાત (26 બેઠક) | ભાજપ | કોંગ્રેસ+આપ | અન્ય |
Axis My India | 25-26 | 1 (કોંગ્રેસ) | 0 |
ચાણક્ય | 24-26 | 2 (આપ) | 0 |
TV9-Polstrat | 26 | 0 | 0 |
NEWS 18 | 26 | 0 | 0 |
India Tv -CNX | 26 | 0 | 0 |
Times Now - ETG |
26 | 0 | 0 |
Republic Matrize | 24-26 | 2 (આપ) | 0 |
ABP - CVoter | 25-26 | 1 (કોંગ્રેસ) | 0 |
ટીવી ચેનલો અને સર્વે એજન્સીઓ 543 લોકસભા બેઠકો માટે તેમના અંદાજો રજૂ કર્યો છે. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે 7 મેના રોજ મતદાન થયું હતું. ગુજરાતમાં કુલ 60.13 ટકા મતદાન થયું હતું. સુરત લોકસભા બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે. જેને લઈ એક્ઝિટ પોલ જાહેર થઈ ગયા છે. ગુજરાત તક સાથે મેળવતા રહો Exit Polls 2024 ની તમામ Live Updates.
ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠક છે. વર્ષ 2014 અને 2019માં ગુજરાતની આ તમામ બેઠકો ભાજપે કબજે કરી હતી. જ્યારે કોંગ્રેસના ખાતામાં એકપણ સીટ આવી ન હતી. આ વખતે I.N.D.I.A. નામથી બનેલા ગઠબંધન હેઠળ ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર એમ 2 સીટ ચૂંટણી લડી હતી, જ્યારે બાકીની 24 સીટ પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા હતા.
લોકસભા બેઠક |
ભાજપ |
કોંગ્રસ – આપ |
કચ્છ (SC) |
વિનોદ ચાવડા |
નિતેશ લાલણ |
બનાસકાંઠા |
ડો. રેખાબેન ચૌધરી |
ગેનીબેન ઠાકોર |
પાટણ |
ભરતસિંહ ડાભી |
ચંદનજી ઠાકોર |
મહેસાણા |
હરિભાઈ પટેલ |
રામજી ઠાકોર |
સાબરકાંઠા |
શોભના બારૈયા |
તુષાર ચૌધરી |
ગાંધીનગર |
અમિત શાહ |
સોનલ પટેલ |
અમદાવાદ પૂર્વ |
હસમુખ પટેલ |
હિંમતસિંહ પટેલ |
અમદાવાદ પશ્ચિમ (SC) |
દિનેશ મકવાણા |
ભરત મકવાણા |
સુરેન્દ્રનગર |
ચંદુભાઈ શિહોરા |
ઋત્વિક મકવાણા |
રાજકોટ |
પરશોત્તમ રૂપાલા |
પરેશ ધાનાણી |
પોરબંદર |
મનસુખ માંડવિયા |
લલિત વસોયા |
જામનગર |
પુનમબેન માડમ |
જે.પી. મારવિયા |
જૂનાગઢ |
રાજેશ ચુડાસમા |
હિર જોટવા |
અમરેલી |
ભરત સૂતરિયા |
જેની ઠુંમર |
ભાવનગર |
નીમુબેન બાંભણિયા |
ઉમેશ મકવાણા (AAP) |
આણંદ |
મિતેશ પટેલ |
અમિત ચાવડા |
ખેડા |
દેવુસિંહ ચૌહાણ |
કાળુસિંહ ડાભી |
પંચમહાલ |
રાજપાલસિંહ જાદવ |
ગુલાબસિંહ ચૌહાણ |
દાહોદ (ST) |
જસવંતસિંહ ભાભોર |
ડો. પ્રભા તાવિયાડ |
વડોદરા |
ડો. હેમાંગ જોશી |
જસપાલસિંહ પઢિયાર |
છોટાઉદેપુર (ST) |
જશુભાઈ રાઠવા |
સુખરામ રાઠવા |
ભરૂચ |
મનસુખ વસાવા |
ચૈતર વસાવા (AAP) |
બારડોલી (ST) |
પ્રભુ વસાવા |
સિદ્ધાર્થ ચૌધરી |
સુરત |
મુકેશ દલાલ |
નિલેશ કુંભાણી (સસ્પેન્ડ) |
નવસારી |
સી.આર. પાટીલ |
નૈષધ દેસાઈ |
વલસાડ (ST) |
ધવલ પટેલ |
અનંત પટેલ |
ગુજરાતની 6 બેઠકોના પરિણામોને લઈને સૌને ઉત્સુક્તા છે. તેમાં રાજકોટ, ભરૂચ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર અને આણંદ લોકસભા બેઠક સામેલ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીનગરથી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના પોરબંદરથી લડવાને લઈને બંને બેઠકો વીઆઈપીની શ્રેણીમાં છે. રાજકોટમાં પરશોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી વચ્ચે ટક્કર છ. જ્યારે ભરૂચમાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા અને ભાજપના મનસુખ વસાવા વચ્ચે ચૂંટણી જંગ છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Loksabha Election 2024 Result Gujarat - Loksabha Election 2024 Latest Result - લોકસભા સામાન્ય ચૂંટણી-2024 - loksabha-Election-Result-2024-counting-of-votes-at-26-centers-in-the-gujarat-on-june-4 - Lok Sabha Election 2024 LIVE Update - લોકસભા 2024 નું પરિણામ - લોકસભા 2024 નું પરિણામ ગુજરાત - લોકસભા 2019 નું પરિણામ ગુજરાત - લોકસભા 2024 નું પરિણામ - Lok Sabha Election 2024 Exit Poll LIVE Update - Gujarat Exit Poll Result 2024 Live Updates: