
Chhota Udepur Lok Sabha Seat 2024 : છોટા ઉદેપુર ગુજરાતમાં લોકસભા મતવિસ્તાર એ એક રાજકીય પાવરહાઉસ છે જે ભારતીય રાજકારણમાં તેના નોંધપાત્ર પ્રભાવ માટે જાણીતું છે. 2019ની સામાન્ય સભાની ચૂંટણીમાં અહીં કાંટાની ટક્કર જોવા મળી હતી. ભાજપ ઉમેદવાર ગીતાબેન રાઠવા એ 3,77,943 મતોના વિજય માર્જિન સાથે, 7,64,445 મતો મેળવીને 2019ની સામાન્ય ચૂંટણી જીતી. ગીતાબેન રાઠવા એ કોંગ્રેસ ના રણજીત મોહન સિંહ રાઠવા ને હરાવ્યા, જેમને 3,86,502 મત મળ્યા. છોટા ઉદેપુર વૈવિધ્યસભર વસ્તીવિષયકને પ્રતિબિંબિત કરે છે અને ગુજરાતનો નિર્ણાયક મતવિસ્તાર છે. આ મતવિસ્તારમાં વર્ષ 2019 માં 73.44% મતદાન થયું હતું. હવે 2024 માં, મતદારો તેમના મતની શક્તિ બતાવવા માટે વધુ ઉત્સાહી છે. 2024 ઉમેદવારોની યાદીમાં છોટા ઉદેપુર લોકસભા મતવિસ્તારમાં, ભારતીય જનતા પાર્ટી માંથી જશુભાઈ ભીલુભાઈ રાઠવા (JashuBhai Rathva - BJP) અને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ માંથી સુખરામ રાઠવા (Sukhram Rathava - Congres INC) અગ્રણી ઉમેદવારો છે. | Lok Sabha Election 2024 - Chhota Udepur Lok Sabha Seat Chhota Udepur Constitution History Member Of Parlament Result - છોટાઉદેપુર લોકસભા બેઠકની વિશેષતા - લોકસભા ચૂંટણી 2024 - છોટાઉદેપુર લોકસભા બેઠક પરિણામ રિઝલ્ટ અને ઈતિહાસ - Chhota Udepur MP Election - Chhota Udepur Loksabha Election Result - Chhota Udepur news
છોટાઉદેપુર લોકસભા બેઠક 1971 પહેલાં ડભોઈ લોકસભા તરીકે ગણાતી હતી, બાદમાં વર્ષ 1971માં તે અસ્તિત્વમાં આવી હતી. છોટાઉદેપુર લોકસભા બેઠકમાં છોટાઉદેપુર,વડોદરા અને નર્મદા જિલ્લાની વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં છોટાઉદેપુર, વડોદરા અને નર્મદાના ત્રણ જિલ્લા અતર્ગત કુલ 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં હાલોલ, છોટા ઉદેપુર (ST), જેતપુર (ST), સંખેડા (ST), ડભોઈ, પાદરા, નાંદોદ (ST) નો સમાવેશ થાય છે. જેમાં હાલ હાલોલ, ડભોઇ, પાદરાએ ઓપન કેટેગરીમાં આવતી વિધાનસભામાં છે. તેમજ છોટાઉદેપુર પાવીજેતપુર, સંખેડા, નાંદોદ આદિજાતી અનામત બેઠકો છે.
છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર રાઠવા ભીલ, વસાવા, તડવી, ડુંગરાભીલ સમાજના આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. આ બેઠક ઉપર 60% કરતાં વધુ આદિવાસી મતદારો હોવાથી 19877થી એસટી અનામત બેઠક છે. આ બેઠક પર રાઠવા જ્ઞાાતીના સૌથી વધુ 363059 (37 %) મતદારો છે. તેથી અહીં દરેક પક્ષમાંથી રાઠવા જ્ઞાાતીનો જ ઉમેદવાર ઉતારવામાં આવે છે. લોકસભા ચૂંટણી 2019માં છોટાઉદેપુર સીટ માટે ભાજપે સીટીંગ સાંસદ રામસિંહ રાઠવાની ટીકીટ કાપી પહેલીવાર મહિલા ઉમેદવાર ગીતાબેન રાઠવાને તક આપી હતી. ભાજપની આ રણનીતિ સફળ નિવડી હતી. ગીતાબેન રાઠવાએ તેમના હરિફ ઉમેદવાર કોંગ્રેસના રણજીતસિંહ રાઠવાને 3,77,943 મતોથી હરાવ્યાં હતા. વર્ષ 2019માં યોજાયેલી છોટાઉદેપુર લોકસભા સીટ માટેની ચૂંટણીમા ગીતાબેન રાઠવાને 764445 મતો અને રણજીતસિંહ રાઠવાને 386502 મતો મળ્યા હતા.
કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂર્વ રાજ્યસભા સાંસદ નારણ રાઠવા ભાજપમાં સામેલ થઈ જતા અહીં સમીકરણ બદલાયા છે. નારણ રાઠવાની સાથે તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા તેમજ 500 જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. કમલમમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનાં હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. રાઠવા યુપીએની સરકાર સમયે રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. નારણ રાઠવાનું ભાજપમાં જવાથી ચૂંટણી પહેલાં કૉંગ્રેસ માટે મોટો ફટકો માનવામાં આવે છે, કારણ કે નારણ રાઠવા આદિવાસી પટ્ટામાં પ્રભુત્વ ધરાવે છે, હવે તેમના ભાજપમાં જોડાવાથી ભાજપ આદિવાસી વિસ્તારમાં મજબૂત થાય તેવી પણ શક્યતા છે. ઉલ્લેખનિય છે કે ગુજરાતના આદિવાસી પટ્ટામાં ‘રાઠવારાજ’ ચાલે છે. સુખરામ રાઠવા, નારણ રાઠવા અને મોહનસિંહ રાઠવા આદિવાસી સમાજમાં ખુબ જ લોકપ્રિય છે. ત્રણેય એકબીજાના સંબંધી મનાય છે. અગાઉ મોહનસિંહ રાઠવા પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. હવે નારણ રાઠવા પણ ભાજપમાં જોડાતા આગામી લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસને અસર થઈ શકે છે.
વર્ષ |
ઉમેદવારનું નામ |
વોટ |
વોટ રેટ |
---|---|---|---|
2019 |
ગીતાબેન રાઠવા - ભાજપ |
7,64,445 lead |
62.00% vote share |
રણજીત મોહન સિંહ રાઠવા - કોંગ્રેસ |
3,86,502 |
31.00% vote share |
|
2014 |
રામસિંહ રાઠવા - ભાજપ |
6,07,916 lead |
57.00% vote share |
નારણભાઈ જમલભાઈ રાઠવા - કોંગ્રેસ |
4,28,187 |
40.00% vote share |
|
2009 |
રાઠવા રામસિંગભાઈ પતાલભાઈ - ભાજપ |
3,53,534 lead |
46.00% vote share |
રાઠવા નારણભાઈ જેમલાભાઈ - કોંગ્રેસ |
3,26,536 |
43.00% vote share |
|
2004 |
રાઠવા નારણભાઈ - કોંગ્રેસ |
2,46,855 lead |
44.00% vote share |
રામસિંહ રાઠવા - ભાજપ |
2,10,616 |
38.00% vote share |
ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએછોટાઉદેપુર તાલુકાના વસેડી ગ્રામ પંચાયત ખાતે એક સરપંચ તરીકે ચૂંટાઈ આવી પોતાના કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં એક કાર્યકર્તા તરીકે બજાવી અનેક હોદ્દાઓ મેળવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ આદિજાતી વિકાસ નિગમના ડિરેક્ટર, અનુસૂચિત જનજાતિના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે અને હાલ લોકસભા છોટાઉદેપુર બેઠકના પ્રભારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે 2017માં જશુભાઈ રાઠવા છોટાઉદેપુર વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી પણ લડી ચૂક્યા છે. તેમની આ કામગીરીને જોતા ભારતીય જનતા પાર્ટી દ્વારા સાંસદ સભ્યના ઉમેદવાર તરીકે જશુભાઈ રાઠવાની પસંદગી કરવામાં આવી હતી.
કોંગ્રેસના અગ્રણી નેતા સુખરામ રાઠવાએ SSC એટલે કે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે, સુખરામ રાઠવાની 48 વર્ષની રાજકીય સફરમાં તેઓ 4 વખત ધારાસભ્ય તરીકે જીત્યા છે. તેમણે 3 ડિસેમ્બર 2021થી 2022 ડિસેમ્બર સુધી વિધાનસભા વિરોધપક્ષના નેતા તરીકે કામ કર્યું છે. સુખરામ રાઠવાએ વર્ષ 1975માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને વડોદરા જિલ્લા પંચાયતના વર્ષ 1975થી વર્ષ 1980 સુધી વડોદરા જિલ્લા પંચાયતમાં શિક્ષણ સમિતિના પદનિમિત્ત સભ્ય રહ્યાં હતાં. છોટાઉદેપુર સહિત પાવીજેતપુર વિધાનસભા બેઠક ઉપર 4 ટર્મ ધારાસભ્ય રહી ચુક્યા છે. વર્ષ 2002, વર્ષ 2007અને વર્ષ 2012માં તેઓ સતત ત્રણ વખત વિધાનસભા બેઠક પર હાર્યા હતાં અને વર્ષ 2017માં જેતપુર પાવી વિધાનસભા બેઠક પર કોંગ્રસ પાર્ટીમાંથી જીત્યા હતાં અને ગુજરાત રાજ્ય વિરોધ પક્ષના નેતા બન્યાં હતાં.
છોટાઉદપુરમાં આ વખતે ભાજપે જશુભાઈ રાઠવા (JashuBhai Rathva - BJP) પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જ્યારે કોંગ્રેસે સુખરામ રાઠવા (Sukhram Rathava - Congres INC)ને લોકસભાના જંગના મેદાનમાં ઉતાર્યા છે.
Q1. ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન કંઈ તારીખે થશે ?
Ans - 7 - May - 2024
Q2. લોકસભા ચૂંટણીનું પરિણામ કંઈ તારીખે આવશે ?
Ans - 4 - June - 2024
Q3.લોકસભાની કુલ બેઠકો કેટલી છે ?
Ans - 543
Q4. ગુજરાતમાં લોકસભાની બેઠકો કેટલી છે ?
Ans - 26
→ છોટા ઉદેપુર લોકસભા ચૂંટણીઓ વિશે લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે આ પેજ જોતા રહો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Lok Sabha Election 2024 - Chhota Udepur Lok Sabha Seat Chhota Udepur Constitution History Member Of Parlament Result - છોટાઉદેપુર લોકસભા બેઠકની વિશેષતા - લોકસભા ચૂંટણી 2024 - છોટાઉદેપુર લોકસભા બેઠક પરિણામ રિઝલ્ટ અને ઈતિહાસ - Chhota Udepur MP Election - Chhota Udepur Loksabha Election Result - Chhota Udepur news - where is Chhota Udepur located - છોટાઉદેપુર જિલ્લાના સમાચાર - છોટાઉદેપુર ના તાજા સમાચાર - છોટાઉદેપુર જીલ્લો - છોટાઉદેપુર ના લાઇવ સમાચાર - છોટાઉદેપુર જિલ્લાના લાઇવ સમાચાર - છોટાઉદેપુર ન્યૂઝ - લોકસભા ચૂંટણી 2024 તારીખ - લોકસભાની કુલ બેઠકો કેટલી છે - ગુજરાત લોકસભાની બેઠકોની યાદી - લોકસભાના 26 સભ્યો ના નામ - ગુજરાત લોકસભાની બેઠકો - loksabha election date 2024 - Chhota Udepur Lok Sabha constituency - Chhota Udepur mp list - Chhota Udepur mla list - Chhota Udepur mp name - Chhota Udepur lok sabha number - Chhota Udepur mla - Chhota Udepur lok sabha result - Chhota Udepur loksabha bethak Candidate BJP - JashuBhai Rathva VS. Sukhram Rathava - Congres INC