
AHMEDABAD EAST -WEST LOK SABHA SEAT : અમદાવાદમાં બે લોકસભા બેઠકો આવે છે. અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ.અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક 2008માં અસ્તિત્વમાં આવી હતી. 2009માં પહેલીવાર અહીં લોકસભાની ચૂંટણી થઈ હતી. જેમાં હરીન પાઠક વિજેતા બન્યા હતા.અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટું અને ભારતનું સાતમાં ક્રમનું શહેર છે. 1951થી 2009 સુધી અમદાવાદની લોકસભા બેઠક એક જ હતી..2008માં નવા સીમાંકન પ્રમાણે અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી.. તેમાં 2009માં પ્રથમ વખત ચૂંટણી યોજાઇ હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના હરિન પાઠક હતા. 1951થી 1984 સુધી કોંગ્રેસનું એકહથ્થું શાસન અમદાવાદની બેઠક પર રહ્યું હતું..1989માં ભાજપમાંથી હરિન પાઠક સતત 7 ટર્મ માટે ચૂંટાયા હતા..તે પૈકી તેમની સાતમી ટર્મ નવા સીમાંકનમાં આવેલી અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી હતી. 2014માં યોજાયેલી બીજી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલ આ મતવિસ્તારના પ્રતિનિધિત્વ બન્યા હતા. 2019ની ચૂંટણીમાં ભાજપના હસમુખ પટેલ વિજેતા બન્યા હતા. | Lok Sabha Election 2024 - Ahmedabad East West Lok Sabha Seat Ahmedabad East West Constitution History Member Of Parlament Result - અમદાવાદ પૂર્વ પશ્ચિમ લોકસભા બેઠકની વિશેષતા - લોકસભા ચૂંટણી 2024
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી કોંગ્રેસે યુવા નેતા રોહન ગુપ્તાને મેદાને ઉતાર્યા છે. જ્યાં તેમનો મુકાબલો ભાજપના વર્તમાન સાંસદ હસમુખ પટેલ સાથે થશે. રોહન ગુપ્તાએ ચૂંટણી માટે પ્રચાર અભિયાનનો પ્રારંભ કર્યો છે, અગાઉ ભાજપ ત્રણ ટર્મથી આ સીટ પરથી ચૂંટાતી આવી છે. ત્યારે આ વખતે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ જામશે.
વર્ષ |
ઉમેદવારનું નામ |
વોટ |
વોટ રેટ |
2019 |
હસમુખ પટેલ - ભાજપ |
67.00% |
434330 |
ગીતાબેન પટેલ - કોંગ્રેસ |
28.00% |
434330 |
|
2014 |
પરેશ રાવલ - ભાજપ |
65.00% |
326633 |
પટેલ હિમ્મતસિંઘ પ્રહલાદસિંઘ - કોંગ્રેસ |
32.00% |
||
2009 |
હરીન પાઠક - ભાજપ |
53.00% |
86056 |
બાબરિયા દીપકભાઈ રેતિલાલ - કોંગ્રેસ |
39.00% |
ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા દિનેશ મકવાણાની પસંદગી કરવામાં આવી છે. અમદાવાદ પશ્ચિમ એ SC રિઝર્વ સીટ છે. ભાજપ દ્વારા આ વખતે પક્ષમાં સામાન્ય કાર્યકરની છબી ધરાવનારની પસંદગી કરવામાં આવી છે. દિનેશ મકવાણા બિનવિવાદ અને જૂથવાદથી પર ચહેરો છે. મહત્વનું છે કે, અમદાવાદ પશ્ચિમ લોકસભા મતવિસ્તાર, ગુજરાત રાજ્યમાં એક મહત્વપૂર્ણ મતદાર ક્ષેત્ર છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉ.કિરીટ પી.સોલંકી આ મતક્ષેત્રના હાલના સાંસદ છે. તેઓ ત્રણ ટર્મથી આ સીટ પરથી ચૂંટાતા આવ્યા છે.
અમદાવાદ પશ્ચિમ બેઠકમાં એલિસબ્રિજ, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીંબડા, અસારવા અને મણિનગર વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે. અમદાવાદ પશ્ચિમમાં આવતી કુલ 7 વિધાનસભામાંથી બે વિધાનસભા એટલે કે જમાલપુર ખાડિયા અને દાણીલીમડા એ કોંગ્રેસ પાસે છે, ત્યારે દિનેશ મકવાણા આ તમામ બેઠકોમાં આવેલા માઇનસ બુથોને કઈ રીતે પ્લસ કરવા તે દિનેશ મકવાણા સામે ખૂબ મોટો પડકાર છે.
લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભરત મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે અમદાવાદ પશ્વિમની અનામત સીટ પરથી ભરત મકવાણાને ટિકિટ આપી છે. ભરત મકવાણાનો મુકાબલો ભાજપના દિનેશ મકવાણા સાથે થવાનો છે. અમદાવાદ પશ્ચિમ બેઠકની અનામત સીટ પર કોંગ્રેસે ભરત મકવાણાને ઉતાર્યા છે. ભરત મકવાણાની ઊંમર 60 વર્ષ છે. ગેજ્યુએશન સુધીનો અભ્યાસ કરેલો છે. તેમણે કાયદાની ડિગ્રી પણ મેળવી છે. ભરત મકવાણા બાળપણથી જ રાજકારણથી જોડાયેલા પરિવારમાં ઉછરેલા છે.જેથી તેમનામાં પણ નેતાના ગુણો પહેલાથી જ ઉભરી આવ્યા હતા અને તેઓ પણ રાજકારણમાં જોડાયા હતા.
વર્ષ |
ઉમેદવારનું નામ |
વોટ |
વોટ રેટ |
2019 |
ડૉ. કિરિટભાઈ સોલંકી - ભાજપ |
64.00% |
321546 |
રાજુ પરમાર - કોંગ્રેસ |
32.00% |
321546 |
|
2014 |
ડૉ.કિરીટ પી.સોલંકી - ભાજપ |
65.00% |
320311 |
ઈશ્વરભાઈ મકવાણા - કોંગ્રેસ |
31.00% |
||
2009 |
ડૉ.કિરીટ પી.સોલંકી - ભાજપ |
55.00% |
91127 |
પરમાર શૈલેશ મનહરલાલ - કોંગ્રેસ |
41.00% |
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Lok Sabha Election 2024 - Ahmedabad East West Lok Sabha Seat Ahmedabad East West Constitution History Member Of Parlament Result - અમદાવાદ પૂર્વ પશ્ચિમ લોકસભા બેઠકની વિશેષતા - લોકસભા ચૂંટણી 2024 - અમદાવાદ પૂર્વ પશ્ચિમ લોકસભા બેઠક પરિણામ રિઝલ્ટ અને ઈતિહાસ - Ahmedabad East West MP Election - Ahmedabad East West Loksabha Election - Ahmedabad East West news - where is Ahmedabad East West located - અમદાવાદ પૂર્વ પશ્ચિમ જિલ્લાના સમાચાર - અમદાવાદ પૂર્વ પશ્ચિમ ના તાજા સમાચાર - અમદાવાદ પૂર્વ પશ્ચિમ જીલ્લો - અમદાવાદ પૂર્વ પશ્ચિમ ના લાઇવ સમાચાર - લોકસભા ચૂંટણી 2024 તારીખ - લોકસભાની કુલ બેઠકો કેટલી છે - ગુજરાત લોકસભાની બેઠકોની યાદી - લોકસભાના 26 સભ્યો ના નામ - ગુજરાત લોકસભાની બેઠકો - loksabha election date 2024 - Ahmedabad East West Lok Sabha constituency - Ahmedabad East West mp list - Ahmedabad East West mla list - Ahmedabad East West mp name - Ahmedabad East West lok sabha number - Ahmedabad East West mla - Ahmedabad East West lok sabha result 2019 - Ahmedabad East West politician - Ahmedabad East West mp list - gujju news channel - રાજકારણ સમાચાર