• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • Confirm Tatkal Ticket: એજન્ટની ઝંઝટ છોડો, રેલવેની આ જાદુઈ ટ્રીકથી પળવારમાં થશે ટિકિટ બુક

Confirm Tatkal Ticket: એજન્ટની ઝંઝટ છોડો, રેલવેની આ જાદુઈ ટ્રીકથી પળવારમાં થશે ટિકિટ બુક

11:09 PM May 28, 2026 Gujju News Channel Share on WhatsApp

તહેવારોની સીઝનમાં રેલવેમાં મુસાફરોની સંખ્યા વધે છે. આ દરમિયાન કન્ફર્મ ટિકિટ મેળવવાનો મોકો નથી મળતો. આજે તમને ઓછા સમયમાં તત્કાલ ટિકિટ બુક કરવાની ઝડપી પ્રોસેસ વિષે જાણીશું.



Railways Tatkal Ticket This Trick Will Book In minutes : તહેવારો અથવા રજાઓની મોસમમાં જ્યારે પણ આપણે કોઈ ટ્રિપનું આયોજન કરીએ છીએ ત્યારે આપણે ઘણીવાર કન્ફર્મ ટિકિટ મેળવવામાં નિષ્ફળ જઈએ છીએ જેના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે ટ્રેન ટિકિટ મેળવવી મુશ્કેલ બની જાય છે. જોકે IRCTC યુઝર્સને 'તત્કાલ' (ઇમરજન્સી ક્વોટા) ટિકિટ બુક કરવાની સુવિધા આપે છે, પરંતુ તત્કાલ વિંડો દ્વારા પણ ટિકિટ મેળવવી ઘણીવાર મુશ્કેલ હોય છે.


► IRCTC એપ અને વેબસાઇટથી મેળવો કન્ફર્મ તત્કાલ ટિકિટ


તત્કાલ વિંડો પર બુકિંગ શરૂ થયાના થોડીક સેકન્ડમાં જ બધી સીટો બુક થઈ જાય છે. આથી લોકો એજન્ટો પાસે દોડે છે. આવી સ્થિતિમાં આજે અમે એક સરળ ટીપ્સ જણાવીશું જે તમારો સમય બચાવશે અને કન્ફર્મ ટિકિટ મેળવવાના મોકા વધારશે. જેમાં તત્કાલ કે સામાન્ય ક્વોટામાં બુકિંગ કરવામાં સમય વધુ લાગે છે. જ્યારે આપણે આ માહિતી સબમિટ કરીએ છીએ ત્યારે ઉપલબ્ધ સીટો ઘણીવાર વેઇટિંગ લિસ્ટમાં શિફ્ટ થઈ ગઈ હોય છે. આ સમસ્યાને ટાળવા માટે IRCTC એપ અને વેબસાઇટમાં 'માસ્ટર લિસ્ટ' તરીકે ઓળખાતું બિલ્ટ-ઇન ટૂલ આવે છે. આ રીતે ઉપયોગ કરીને તમે તમારી ટિકિટ બુકિંગ પ્રોસેસને ફાસ્ટ બનાવી શકો છો.


• Read Also : IRCTC Alert: હવે સ્ટેશન જતું રહેશે તેવો ડર ખતમ, ટ્રેનમાં નિરાતે મુસાફરીનો આનંદ માણો, રેલવે પોતે જ ફોન કરીને તમને જગાડશે!!

• Read Also : શું હોટલમાં પોલીસ રેડ કરીને કપલની ધરપકડ કરી શકે? જાણો પ્રાઈવસીના નિયમો શું કહે છે?


► IRCTC ની 'માસ્ટર લિસ્ટ' સુવિધા


જ્યારે પણ આપણે IRCTC પર ટિકિટ બુક કરીએ છીએ ત્યારે ફર્સ્ટ સ્ટેપમાં મુસાફરનું નામ, ઉંમર, લિંગ અને બર્થ પસંદગી જેવી ડીટેલ દાખલ કરવાની રહે છે. જે પ્રક્રિયાઘણો સમય લે છે. 'માસ્ટર લિસ્ટ' એક અતિ સરળ ટીપ્સ તરીકે કામ કરે છે જે ખાસ કરીને આ મૂલ્યવાન સમય બચાવવા માટે રચાયેલ છે.


► તમારી ટિકિટ બુક કરાવતા પહેલા ડીટેલ ભરો


માસ્ટર લિસ્ટ ડિજિટલ ડાયરીની જેમ કાર્ય કરે છે. તે તમને ટિકિટ બુકિંગ વિન્ડો ખુલતા પહેલા તમારી પોતાની વિગતો તેમજ તમારા પરિવારના સભ્યો કે મિત્રોની વિગતો જેમાં નામ, આધાર કાર્ડ નંબર, ઉંમર અને અન્ય સંબંધિત માહિતીનો સમાવેશ થાય છે. જેને અગાઉ સેવ કરી શકાય છે.  આથી જ્યારે બુકિંગ વિન્ડો ખુલે છે ત્યારે તમને આ બધી માહિતી મેન્યુઅલી ટાઇપ કરવાનું કામ બચી જાય છે. તમારે માત્ર 'Add existing passengers  પર ક્લિક કરવાની અને તમારી માસ્ટર લિસ્ટમાંથી નામો પસંદ કરવાની જરૂર પડે છે. ત્યારબાદ બધી ડીટેલ તરત જ ઓટ પોપ્યુલેટ થઈ જાય છે.


► માસ્ટર લિસ્ટ કેવી રીતે બનાવવી?


1. IRCTC એપ કે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને તમારા યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગ ઇન કરો.

2. હોમ સ્ક્રીનના તળિયે અથવા મેનુમાં દેખાતા 'માય એકાઉન્ટ' વિકલ્પ પર ક્લિક કરો.

3. અહીં તમને 'માય માસ્ટર લિસ્ટ' વિકલ્પ દેખાશે; તેના પર ટેપ કરો.

4. હવે, 'એડ પેસેન્જર' પર ક્લિક કરો. અહીં પેસેન્જરનું નામ, જન્મ તારીખ, લિંગ અને બર્થ પસંદગી દાખલ કરો.

5. વેરીફીકેશન પર્પસ માટે પેસેન્જરનો આધાર કાર્ડ અથવા પાન કાર્ડ નંબર દાખલ કરો અને 'સબમિટ કરો' પર ક્લિક કરો.


આમ તમારી માસ્ટર લિસ્ટ તૈયાર થશે. તમે તેમાં એક સાથે અનેક મુસાફરોના નામ ઉમેરી અને સ્ટોર કરી શકો છો. જેમાં ટિકિટ બુકિંગ વિન્ડો ખુલતાની સાથે જ 'બુક નાઉ' પર ક્લિક કરો. પેસેન્જર ડિટેલ્સ પેજ પર જવા પર, એપ ઓટોમેટીક એક પોપ-અપ શો કરશે જેમાં તમને 'સ્કિપ' કે 'સિલેક્ટ ફ્રોમ માસ્ટર લિસ્ટ' કહેવાનું કહેવામાં આવશે. જેમાં તમારે માત્ર તે મુસાફરોના નામની બાજુમાં બોક્સ પર ટિક કરવાની જરૂર પડશે જેમના માટે તમે ટિકિટ બુક કરવા માંગો છો. પેસેન્જર ડિટેલ્સ ઓટોમેટીકભરાઈ જશે. ત્યાર બાદ, સીધા પેમેન્ટ પેજ પર જઈને પેમેન્ટ કરવાનું રહેશે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Railways Tatkal Ticket This Trick Will Book In minutes



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 12-07-2026
  • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel
  • Small Savings પર સરકારની મોટી જાહેરાત! હવે આ યોજનામાં મળશે સૌથી વધુ વ્યાજ
    • 30-06-2026
    • Gujju News Channel
  • SEBI પાસે Zerodhaની મોટી અરજી, શેરબજારમાં મચી ખળભળાટ!
    • 29-06-2026
    • Admin
  • 1 જુલાઈથી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
    • 29-06-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us