શું હોટલમાં પોલીસ રેડ કરીને કપલની ધરપકડ કરી શકે? જાણો પ્રાઈવસીના નિયમો શું કહે છે?
Right To Privacy: શું પોલીસ હોટલમાં રેડ પાડીને કોઈ પણ કપલની ધરપકડ કરી શકે? શું પોલીસને અનમેરિડ કપલની ધરપકડ કરવાનો અધિકાર છે? ચાલો જાણીએ.
Couple Privacy Rights : આપણે ઘણીવાર એવા અહેવાલો વાંચીએ છીએ કે પોલીસે હોટલ પર દરોડા પાડ્યા અને કપલ્સને પકડ્યા છે. આવા હોટલ અથવા અન્ય ખાનગી સ્થળો પર પોલીસના દરોડા પડવાના અહેવાલોને કારણે અનમેરિડ કપલ્સને ડરાવી નાખે છે. તેમને લાગે છે કે પોલીસ આ રીતે કપલ્સને ક્યારેય પણ પકડી શકે છે. જો કે આવું નથી. ભારતનું બંધારણ દેશના બધા નાગરિકોની સાથે, અનમેરિડ કપલ્સને પણ પ્રાઇવસીનો અધિકાર આપે છે. ત્યારે ચાલો જાણીએ કે શું પોલીસ હોટલમાં રેડ પાડીને કોઈ પણ કપલની ધરપકડ કરી શકે છે કે નહીં અને ભારતમાં અનમેરિડ કપલના હોટલમાં રોકાવા અંગેના નિયમો શું છે.
નિયમો પ્રમાણે, જો કપલ પુખ્ત હોય અને કોઈ ગુનામાં સામેલ ન હોય, તો પોલીસ પાસે તેમને હોટલમાંથી પકડવાનો કોઈ અધિકાર નથી હોતો. ભારતીય બંધારણની કલમ 21 મુજબ, દરેકને જીવન જીવવા અને પ્રાઇવસીનો અધિકાર છે. એટલે કે જો કપલ તેમની સંમતિથી હોટલમાં રોકાયું હોય અને તેમણે કોઈ ગુનો ન કર્યો હોય, તો પોલીસ તેમને પરેશાન ન કરી શકે. જો કે, જો હોટલમાં રોકાયેલા કપલમાંથી કોઈ એક તેના પાર્ટનર પર આરોપ લગાવે છે અથવા પોતાનું નિવેદન બદલી નાખે છે, તો આ સ્થિતિમાં ધરપકડ થઈ શકે છે. આવા કિસ્સામાં, જો દોષિત ઠરે તો તેમને એકથી દોઢ વર્ષની જેલની સજા થઈ શકે છે. આ સિવાય માન્ય ID અને રૂમ બુકિંગ સાથે રોકાતા કપલ્સને પરેશાન કરવાનો પોલીસ પાસે કોઈ કાનૂની અધિકાર નથી.
જો કોઈ કપલ હોટલમાં રોકાયું હોય અને એ દરમિયાન પોલીસ હોટલ પર રેડ પાડે છે, સાથે જ પુખ્ત હોવા અને માન્ય ID હોવા છતાં, પોલીસ ડરાવવાનો પ્રયાસ કરે અથવા ધરપકડ કરવાની ધમકી આપે છે, તો કપલ પોલીસ પાસેથી લેખિતમાં માંગ કરી શકે છે કે તેમની ધરપકડ કરવામાં આવી રહી છે. આવા સંજોગોમાં પોલીસનું વીડિયો રેકોર્ડિંગ કરવું પણ કાયદેસર છે. જો પોલીસ વધુ પડતી ધમકી આપ્પી રહી હોય તો પીસીઆરને કૉલ કરી શકાય અથવા સિનિયર અધિકારીઓને ફરિયાદ કરી શકાય છે. જો પોલીસ માતાપિતાને બોલાવવાની ધમકી આપે છે, તો પુખ્તવયનો પુરાવો આપી શકાય.
2009માં દિલ્હી હાઇકોર્ટે અનમેરિડ કપલ્સને લઈને નિર્ણય આપ્યો હતો કે પુખ્ત કપલને હોટલમાં સાથે રહેવાનો અધિકાર છે. આ સિવાય 2013માં, મદ્રાસ હાઇકોર્ટે પણ કહ્યું હતું કે કોઈ કાયદો અનમેરિડ કપલ્સને હોટલમાં રોકાવાથી રોકી શકતો નથી. 2019માં, મદ્રાસ હાઇકોર્ટે એમ પણ કહ્યું હતું કે લિવ-ઇન રિલેશનશિપમાં સાથે રહેવું ગુનો નથી અને કપલ હોટલમાં પણ રોકાઈ શકે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Couple Privacy Rights In India
