• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • શેરબજારમાં મોટો કડાકો..! બજેટ પહેલા આવ્યો શેરની ખરીદી કરવાનો મોકો, રોકાણકારો માટે કમાણીની મોટી તક...!

શેરબજારમાં મોટો કડાકો..! બજેટ પહેલા આવ્યો શેરની ખરીદી કરવાનો મોકો, રોકાણકારો માટે કમાણીની મોટી તક...!

05:23 PM January 17, 2024 admin Share on WhatsApp



Indian Share Market Latest Update News : HDFC બેન્કનું રિઝલ્ટ તેમજ ગ્લોબલ ડાઉન સેન્ટીમેન્ટના લીધે ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. શેરબજારમાં આજે વર્ષ 2024નો પહેલો અને સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે બુધવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1628.01 પોઈન્ટ અથવા 2.23 ટકા ના ઘટાડા સાથે 71,500 પોઈન્ટ પર બંધ રહ્યો છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સનું સૌથી લો લેવલ 71,429.30 પોઈન્ટ રહ્યુ હતું. સેન્સેક્સનો આ 16 મહિનામાં સૌથી મોટો ઘટાડો છે. તો નિફ્ટી પણ 500 થી વધારે પોઈન્ટના ઘટાડા સાથે 21,600 પોઈન્ટની નીચે આવ્યો છે.

► રોકાણકારોનું 4 લાખ કરોડથી વધુનું નુકસાન 

શેરબજારની વેચવાલીમાં આજે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ.4.33 લાખ કરોડનો ઘટાડો થયો છે, એટલે કે રોકાણકારોએ આજે ​​રૂ.4 લાખ કરોડથી વધુનું નુકસાન કર્યું છે. બે દિવસમાં રોકાણકારોની મૂડીમાં અંદાજીત રૂ.5.67 લાખ કરોડનો ઘટાડો થયો છે.

► HDFC બેંકના શેરમાં 8 ટકાથી વધારેનો ઘટાડો

HDFC બેંકના શેરમાં 8 ટકાથી વધારેનો ઘટાડો થયો હતો. દેશની મોટી બેંકો કોટક, એક્સિસ, એસબીઆઈ, બજાજ ફાઇનાન્સ, આઈસીઆઈસીઆઈના શેર્સ પણ ખરાબ રીતે પટકાયા હતા. શેરબજાર ઘણા દિવસોથી તેજી ચાલી રહી છે તેના પર બ્રેક વાગી. ગયા મંગળવારે સેન્સેક્સ પહેલી વખત 73427.59 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટીએ પણ 22,000 પોઈન્ટની સપાટી વટાવી હતી. સતત તેજી બાદ બજારમાં પ્રોફિટ બુકિંગની શક્યતા હતી જે સાચી સાબિત થઈ છે. બેન્કનિફટી પણ 2000 પોઈન્ટ ઘટી હતી.

► બાય ઓન ડીપ સેલ ઓન રાઈઝ સ્ટ્રેટેઝી 

આજના પ્રોફિટ બુકિંગ બાદ ઘણી મોટી અને સારી કંપનીના શેરમાં મોટો ઘટાડો થયો છે. તેથી જે રોકાણકારો અત્યારે આ કંપનીના શેરની ખરીદી કરશે તો આવનારા સમયમાં ભાવમાં વધારો થતા મોટી કમાણી કરી શકે છે. ખાસ કરીને બ્લુ ચીપ કંપનીના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અને બજેટ પહેલા આ ડીપ રોકાણકારો માટે ખાસ આકર્ષક છે. પરંતુ તમારે આ ડીપમાં સમજી વિચારીને યોગ્ય સ્ટોક સિલેક્ટ કરીને ઈન્વેસ્ટ કરવું પડશે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channel https://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Indian Share Market All Time High - Sensex And nifty Crash - Share bajar news update - Indian Share Market Latest Update News 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં સિંહ, દીપડો અને હવે વાઘ, એકીસાથે હોય તેવું પહેલું રાજ્ય, 33 વર્ષ બાદ મળ્યું ગૌરવ

  • 26-12-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 ડિસેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-12-2025
    • Gujju News Channel
  • અમદાવાદમાં કોલ્ડપ્લે બાદ હવે શકીરાનો LIVE કોન્સર્ટ યોજાઈ શકે, અમદાવાદીઓ આવકારવા તત્પર
    • 25-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 ડિસેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત
    • 24-12-2025
    • Gujju News Channel
  • પુત્રના જન્મદિવસે ટ્રાફિક રોકી આતશબાજી કરનાર બિલ્ડરને પોલીસે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો
    • 24-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 ડિસેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-12-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં આ તારીખથી કડકડતી ઠંડી, અંબાલાલ પટેલ-હવામાન વિભાગની ચેતવણી
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 ડિસેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-12-2025
    • Gujju News Channel
  • રાજ્યમાં 26 સિનિયર IASની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક
    • 23-12-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us