• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • PM મોદી પર અભદ્ર ટિપ્પણી કરવી માલદીવના મંત્રીઓને પડી ભારે, ચારેકોરથી ટીકાઓ થતા માલદીવ સરકારે ત્રણેય મંત્રીઓને કર્યા સસ્પેન્ડ..!

PM મોદી પર અભદ્ર ટિપ્પણી કરવી માલદીવના મંત્રીઓને પડી ભારે, ચારેકોરથી ટીકાઓ થતા માલદીવ સરકારે ત્રણેય મંત્રીઓને કર્યા સસ્પેન્ડ..!

10:09 PM January 07, 2024 admin Share on WhatsApp



Lakshadweep Vs Maldives: પીએમ મોદીને વિદૂષક અને કઠપૂતળી કહેવાનું માલદીવના મંત્રીઓને ખૂબ ભારે પડ્યું છે. મંત્રીઓની પીએમ મોદીની લક્ષદ્વીપ મુલાકાત પર કરાયેલી વાંધાજનક ટીપ્પણીઓનો માલદીવમાં જ મોટો વિરોધ થઈ રહ્યો છે. ભારતના વાંધા બાદ હવે માલદીવ સરકારે પણ તત્કાળ જવાબ આપ્યો છે. માલદીવે બહાર પાડેલા સત્તાવાર નિવેદનમાં એવું કહેવાયું છે કે મંત્રી મરિયમ શિઉના દ્વારા કરાયેલી ટીપ્પણી તેમનો અંગત વિચાર છે અને તે માલદીવ સરકારનું પ્રતિનિધિત્વ નથી કરતી. 

► લક્ષદ્વીપ વિ. માલદીવ વિવાદ

મહત્વનું છે કે, PM નરેન્દ્ર મોદીએ થોડાક દિવસો પહેલા જ લક્ષદ્વીપની મુલાકાત કરી હતી. જેની તસવીરો અને વીડિયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ  'X' પર પોસ્ટ કરીને ભારતીયોને લક્ષદ્વીપની મુલાકાત લેવાની અપીલ કરી હતી. માલદીવના નાયબ મંત્રી મરિયમ શિઉનાએ આ પોસ્ટને રિ-શેર કરીને વાંધાજનક પોસ્ટ લખી હતી. આ પોસ્ટ પર ભારતીય મીડિયા યુઝર્સ ભડકતા તેમણે પોતાની પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. લક્ષદ્વીપ વિ. માલદીવ વિવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર ત્રણ મંત્રીઓને માલદીવ સરકારે પદ પરથી સસ્પેન્ડ કર્યા છે. જેમાં એ મરિયમ શિઉનાનો પણ સમાવેશ થાય છે, જેમણે પીએમ મોદીને ‘વિદૂષક’ અને ‘ઈઝરાયેલની કઠપૂતળી’ કહ્યા હતા. મહિલા મંત્રી સિવાય બાકીના બે મંત્રીઓ, જેમને સરકારમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે તેમાં માલશા અને હસન જિહાનનો સમાવેશ થાય છે.

BoycottMaldives - Lakshadweep Vs Maldives - Maldives government took action after the minister anti india remarks on PM Modi - Latest News About Maldives - lakshadweep island - maldives minister tweet - lakshadweep tourism - lakshadweep airport - mariyam shiuna - maldives president mohamed muizzu - માલદીવ ટુરિઝમ - લક્ષદ્વીપ ટુરિઝમ 

► ભારતીયોએ માલદીવની ફ્લાઈટ્સ અને હોટેલ બુકિંગ કેન્સલ કરાવ્યું

 

માલદીવ કેબિનેટના સસ્પેન્ડેડ ડેપ્યુટી મિનિસ્ટરમાંથી એક હસન જીહાને માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર સ્થાનિક મીડિયાના ટ્વીટને ટાંકીને આ સમાચારને નકલી ગણાવ્યા હતા. અગાઉ, માલદીવ સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત અંગે પ્રધાન મરિયમ શિયુનાની ટિપ્પણીઓ પર પોતાનું વલણ સ્પષ્ટ કરતું નિવેદન બહાર પાડ્યું હતું. પીએમ મોદી પર વિવાદાસ્પદ ટીપ્પણી કર્યા પછી, ભારતના પ્રવાસીઓએ માલદીવની તેમની યાત્રાઓ રદ કરવાનું શરૂ કર્યું અને આ સંખ્યા ઝડપથી વધી રહી છે. ભારતીયોએ 8,000થી વધુ હોટેલ બુકિંગ અને માલદીવની 2,500 ફ્લાઈટ ટિકિટો રદ કરવામાં આવી છે. માલદીવ સરકારે કહ્યું કે તેઓ આવી અપમાનજનક ટિપ્પણી કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં અચકાશે નહીં. તમારી માહિતી માટે, તમને જણાવી દઈએ કે, માલદીવના વિદેશ મંત્રાલયે રવિવારે એક નિવેદનમાં કહ્યું હતું કે તેઓ વિદેશી નેતાઓ અને ઉચ્ચ પદના વ્યક્તિઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપમાનજનક ટિપ્પણીઓથી વાકેફ છે.

 

► ભારતમાં #BoycottMaldives અભિયાન શરૂ

માલદીવની સત્તાધારી પક્ષ પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ (PPM)ના નેતા ઝાહિદ રમીઝે ભારતીયોની મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ પોસ્ટ રિ-શેર કરીને ‘સારું પગલું છે. જો કે, અમારી સાથે સ્પર્ધા કરાવનો વિચાર જ ભ્રામક છે. તેઓ અમારા જેવી સર્વિસ કેવી રીતે આપી શકે? ભારતનો દરિયાકિનારો આટલો સ્વચ્છ કેવી રીતે હોઈ શકે? બીજી મોટી સમસ્યા હોટલ રૂમમાંથી ગંધ આવતી હશે.’ આ ઉપરાંત માલદીવની ટ્રોલ સેનાએ પણ ભારત વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ઘણું લખવાનું શરૂ કરી દીધું હતું. ત્યાર પછી ભારતીયો અને માલદીવના લોકો સોશિયલ મીડિયામાં સામસામે આવી ગયા અને ભારતમાં #BoycottMaldives અભિયાન શરૂ થઈ ગયું. આ કારણસર ભારતીયો માલદીવનો વિરોધ કરી રહ્યા છે.


gujjunewschannel.inhttps://www.instagram.com/gujju_news_channel/https://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/GujjunewschannelFollow Us On google News Gujju News Channel https://t.me/gujjunewschannel

(Home Page- gujju news channel) 

Home Page- Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ગુજરાતી સમાચાર - BoycottMaldives - Lakshadweep Vs Maldives - Maldives government took action after the minister anti india remarks on PM Modi - Latest News About Maldives - lakshadweep island - maldives minister tweet - lakshadweep tourism - lakshadweep airport - mariyam shiuna - maldives president mohamed muizzu - માલદીવ ટુરિઝમ - લક્ષદ્વીપ ટુરિઝમ 

 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us