• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • Share Market: 1 રૂપિયાના ભાવનો શેર પહોંચ્યો 470ને પાર, રોકાણકારોને લાગી ગઈ લોટરી... જાણો કંઈ કંપનીએ આપ્યુ આટલું રિટર્ન...

Share Market: 1 રૂપિયાના ભાવનો શેર પહોંચ્યો 470ને પાર, રોકાણકારોને લાગી ગઈ લોટરી... જાણો કંઈ કંપનીએ આપ્યુ આટલું રિટર્ન...

07:32 PM July 10, 2022 admin Share on WhatsApp



શેરબજારમાં સારૂ રિટર્ન મેળવવા લોકો સારી કંપનીના શેરમાં રોકાણ કરતા હોય છે, ત્યારે એવી ઘણી કંપની છે જેણે માર્કેટમાં થોડા જ વર્ષોમાં ખૂબ જ રીટર્ન આપ્યુ હોય.... એક એવી કંપની છે જેના શેરની  કિંમત એક સમયે માત્ર 1 રૂપિયો જ હતી.. પરંતુ આજે તેની કિંમત 470 રૂપિયાને પાર થઈ ગઈ છે.. અને રોકાણકારને કરોડપતી બનાવી દીધા છે...

આ શેરનુ નામ છે BCL ઈન્ડસ્ટ્રીઝ. આ કંપનીના શેરમાં 1 લાખ રૂપિયા મૂકનારા રોકાણકારોના નાણાં હવે વધીને 4.7 કરોડ રૂપિયા થઈ ગયા છે. એક સમયના આ પેની સ્ટોકે આકર્ષક વળતર આપ્યું છે. જે રોકાણકારોએ આ કંપનીના શેરમાં નાણાં રોક્યા છે તેઓ અમીર બની ગયા છે. કંપની ખાદ્ય તેલ, વનસ્પતિ ઘી, બાસમતી ચોખા અને લિકર જેવા ઉત્પાદનોના વ્યવસાયમાં સંકળાયેલી છે. બીસીએલ ઇન્ડસ્ટ્રીઝના શેરોએ લાંબા ગાળાના રોકાણકારોને ખુબ જ રિટર્ન આપીને કરોડપતિ બનાવી દીધા છે.

1 લાખ રૂપિયાના થઈ ગયા 4.7 કરોડ

BCL ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (BCL ઈન્ડસ્ટ્રીઝ)ના શેર 16 ફેબ્રુઆરી 2001ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 1 રૂપિયામાં ઉપલબ્ધ હતા. અને 13 એપ્રિલ 2022ના રોજ BSE પર કંપનીના શેર રૂ. 472.10 પર બંધ થયા હતા. આ સમયગાળા દરમિયાન કંપનીના શેરોએ જબરદસ્ત વળતર આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 16 ફેબ્રુઆરી, 2001ના રોજ કંપનીના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત અને પોતાનું રોકાણ જાળવીને રાખ્યું હોત, તો અત્યારે આ નાણાં રૂ. 4.7 કરોડ થઈ ગયા હોત. જો આ સમયગાળા દરમિયાન કોઈ વ્યક્તિએ કંપનીના શેરમાં 10,000 રૂપિયાનું રોકાણ પણ કર્યું હોત તો પણ હાલમાં આ રૂપિયા 47 લાખ રૂપિયા થઈ ગયા હોત.

2 વર્ષમાં 1 લાખના 15 લાખથી વધુ થયા

BCL ઈન્ડસ્ટ્રીઝના શેરોએ છેલ્લા 2 વર્ષમાં જબરદસ્ત વળતર આપ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 27 માર્ચ 2020ના રોજ કંપનીના શેર રૂ. 31.20ના સ્તરે હતા, જે 13 એપ્રિલ 2022ના રોજ રૂ. 472.10ના સ્તરે પહોંચી ગયા છે. જો કોઈ વ્યક્તિએ 2 વર્ષ પહેલા કંપનીના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત અને પોતાનું રોકાણ જાળવી રાખ્યું હોત તો હાલમાં આ રૂપિયા 15.13 લાખ રૂપિયા થઈ ગયા હોત. BCL ઈન્ડસ્ટ્રીઝના શેરોએ છેલ્લા 6 મહિનામાં રોકાણકારોને લગભગ 83 ટકા વળતર આપ્યું છે. અને આ વર્ષે અત્યાર સુધીમાં, કંપનીના શેરોએ 49 ટકા વળતર આપ્યું છે.

BCL ઈન્ડસ્ટ્રીઝના શેરનો 52 સપ્તાહનો નીચો ભાવ રૂ. 110 છે. તે જ સમયે, કંપનીના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 525 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 1140 કરોડ રૂપિયાની આસપાસ છે. ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 564.8 કરોડ હતી અને કંપનીનો નફો રૂ. 24 કરોડથી વધુ હતો.

gujju news channel - business news in gujarati - gujarati news - gujju news - dhandho - gujju motivation



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 09-07-2026
  • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel
  • Small Savings પર સરકારની મોટી જાહેરાત! હવે આ યોજનામાં મળશે સૌથી વધુ વ્યાજ
    • 30-06-2026
    • Gujju News Channel
  • SEBI પાસે Zerodhaની મોટી અરજી, શેરબજારમાં મચી ખળભળાટ!
    • 29-06-2026
    • Admin
  • 1 જુલાઈથી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
    • 29-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 30 જુન 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2026
    • Gujju News Channel
  • Jagannath Rath Yatra 2026: 29 જૂને સ્નાન પૂર્ણિમાથી થશે પવિત્ર શરૂઆત, ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાનું થશે પવિત્ર સ્નાન, જાણો પરંપરા
    • 28-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us