• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • ChatGPTને ટક્કર આપવા મુકેશ અંબાણી લઈને આવી રહ્યા છે BharatGPT , JIO અને IIT બોમ્બે સાથે મળીને કરશે તૈયાર..!

ChatGPTને ટક્કર આપવા મુકેશ અંબાણી લઈને આવી રહ્યા છે BharatGPT , JIO અને IIT બોમ્બે સાથે મળીને કરશે તૈયાર..!

10:24 PM December 28, 2023 admin Share on WhatsApp



BharatGPT : આજના ટેક્નોલોજી યુગમાં અનેક AI ટૂલ્સ જોવા મળી રહ્યા છે. જેમાં ખાસ કરીને ChatGPTની ખુબ જ બોલબાલા છે. તમે એકવાર તો તેના વિશે સાંભળ્યુ જ હશે. આ AI ટુલની મદદથી સેકન્ડોમાં તમે કોઈપણ પ્રશ્નનો જવાબ મેળવી શકો છો. એવામાં હવે ChatGPTને ટક્કર આપવા માટે મુકેશ અંબાણીના પરિવારે કમર કસી લીધી છે. આ મામલે Reliance Jio Infocomm ના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું કે, અમે Bharat GPT પર કામ કરી રહ્યા છીએ. આ પ્રોગ્રામ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી બોમ્બે (IIT-Bombay) સાથેની ભાગીદારીથી શરૂ કરાઈ રહ્યો છે. 

BharatGPT - bharatgpt coming to compete with chatgpt - jio starts preparations joins hands with iit Bombay Students - What is BharatGPT - What Is ChatGPT In Gujarati

► આકાશ અંબાણીએ આપી માહિતી 

રિપોર્ટ્સ અનુસાર આકાશ અંબાણીએ આ વાતની જાણકારી IIT-Bombay ઈન્સ્ટિટ્યુટના એન્યુઅલ ટેક્નોલોજી ફેસ્ટિવલમાં આપી હતી. BharatGPT ની તુલના Open AI દ્વારા તૈયાર કરાયેલા ChatGPT સાથે થઈ રહી છે, જે આખી દુનિયામાં ચર્ચિત છે. આ પ્લેટફોર્મ ગત વર્ષે લોન્ચ કરાયું હતું. આકાશ અંબાણીએ એક જબરદસ્ત ઈકો સિસ્ટમ તૈયાર કરવી કેમ જરૂરી છે તે વિશે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કંપનીના વિઝન Jio 2.0 વિશે પણ જાણકારી આપી હતી. આ માટે તેમણે 2014માં IIT Bombay સાથે ભાગીદારી કરી હતી જેનો હેતુ generative AI અને લાર્જ લેંગ્વેજ મોડેલ તૈયાર કરવાનો હતો જે ChatGPT જેવું જ હશે. આ સાથે Jio એક મહત્ત્વાકાંક્ષી વેન્ચર પર કામ કરી રહ્યું છે, જે એક ટેલિવિઝન ટેક્નોલોજી હશે. તેમણે કહ્યું હતું કે કંપની તેમના ટીવી માટે એક ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરી રહી છે. 

► શું છે BharatGPT ?

Jio તેના AI પ્રોજેક્ટને તેમની કંપનીના તમામ ક્ષેત્રમાં રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે, જે સમાજના તમામ ક્ષેત્રોમાં વિસ્તરે છે. અંબાણીએ કહ્યું કે, આગામી 10 વર્ષ Large-Language Models અને Generative AI દ્વારા સમજાવવામાં આવશે. અંબાણીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત GPT અને Jioના AI ડેવલોપમેન્ટ દ્વારા, તેઓ મીડિયા ક્ષેત્ર, વાણિજ્ય, સંદેશાવ્યવહાર અને ઉપકરણોમાં નવા ગુણો વિકસાવશે. વધુમાં ચેરમેને જણાવ્યું હતું કે, જિયો ટેલિવિઝન માટે પણ પોતાની ઓપરેટિંગ સિસ્ટમ પણ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે, અંબાણીએ ખુલાસો કર્યો, "અમે ટીવી માટે અમારી પોતાની OS (ઓપરેટિંગ સિસ્ટમ) પર કામ કરી રહ્યા છીએ અને અમે તેને કેવી રીતે લોન્ચ કરવું તે વિશે મોટાપાયે વિચારી રહ્યા છીએ."

► શું છે ChatGPT?

ChatGPT એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ છે. આ એક ચેટબોટ છે. તેનું પૂરું નામ Generative Pretrained Transformer છે. તમે તેને આધુનિક NMS (Neural network based machine learning model) પણ કહી શકો છો. આ સોફ્ટવેર તમને ગુગલની જેમ રીયલ ટાઈમ સર્ચ તો આપે જ છે, પરંતુ તમારા દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબ પણ ખૂબ જ સ્પષ્ટ અને સચોટ શબ્દોમાં આપે છે. તે લોકોમાં ખૂબ જ ઝડપથી પોતાનું સ્થાન બનાવી રહ્યું છે.ChatGPT એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં 10 લાખ વપરાશકર્તાઓ સુધી પહોંચી ગયું છે. વર્લ્ડ સ્ટેટિસ્ટિક્સ નામના ટ્વિટર એકાઉન્ટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, નેટફ્લિક્સને આ આંકડાને સ્પર્શવામાં 3.5 વર્ષ લાગ્યા. જ્યારે ટ્વિટરને બે વર્ષ અને ફેસબુકને 10 મહિના લાગ્યા. જ્યારે, ઇન્સ્ટાગ્રામને ત્રણ મહિના અને Spotify ને 5 મહિના લાગ્યા હતા.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - BharatGPT - bharatgpt coming to compete with chatgpt - jio starts preparations joins hands with iit Bombay Students - What is BharatGPT - What Is ChatGPT In Gujarati



View this post on Instagram

A post shared by IT Voice (@itvoicemedia)

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં સિંહ, દીપડો અને હવે વાઘ, એકીસાથે હોય તેવું પહેલું રાજ્ય, 33 વર્ષ બાદ મળ્યું ગૌરવ

  • 26-12-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 ડિસેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-12-2025
    • Gujju News Channel
  • અમદાવાદમાં કોલ્ડપ્લે બાદ હવે શકીરાનો LIVE કોન્સર્ટ યોજાઈ શકે, અમદાવાદીઓ આવકારવા તત્પર
    • 25-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 ડિસેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત
    • 24-12-2025
    • Gujju News Channel
  • પુત્રના જન્મદિવસે ટ્રાફિક રોકી આતશબાજી કરનાર બિલ્ડરને પોલીસે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો
    • 24-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 ડિસેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-12-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં આ તારીખથી કડકડતી ઠંડી, અંબાલાલ પટેલ-હવામાન વિભાગની ચેતવણી
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 ડિસેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-12-2025
    • Gujju News Channel
  • રાજ્યમાં 26 સિનિયર IASની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક
    • 23-12-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us