• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • ગૌતમ અદાણીની સંપત્તિ માત્ર 2 વર્ષમાં લગભગ 14 ગણી વધી, વિશ્વના અબજોપતિની યાદીમાં છઠ્ઠા સ્થાન પર...

ગૌતમ અદાણીની સંપત્તિ માત્ર 2 વર્ષમાં લગભગ 14 ગણી વધી, વિશ્વના અબજોપતિની યાદીમાં છઠ્ઠા સ્થાન પર...

10:03 AM June 23, 2022 admin Share on WhatsApp



ફોર્બ્સ અનુસાર વર્ષ 2017માં ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 5.8 બિલિયન ડૉલર હતી. 15 એપ્રિલે 2022ના રોજ અદાણીની સંપત્તિ વધીને 121.7 બિલિયન ડૉલર થઈ ગઈ અને વિશ્વના અબજોપતિઓની યાદીમાં છઠ્ઠા સ્થાન પર પહોંચી ગયા. અદાણી ગ્રુપના ચેરમેન હાલમાં માત્ર ભારતમાં જ નહીં પણ એશિયાના સૌથી મોટા અમીર વ્યક્તિ બની ગયા છે. તેમની સંપત્તિ 2020 થી 2022 ની વચ્ચે લગભગ 14 ગણી વધી છે. તેની પાછળનું સૌથી મોટું કારણ તેમની કંપનીઓના શેરની વધતી કિંમત છે. તમારા ઘરના રાશનથી લઈને કોલસાની ખાણ, એરપોર્ટ, રેલ્વે, બંદરથી લઈને પાવર જનરેશન સુધી, એવા ડઝનબંધ બિઝનેસ છે જ્યાં ગૌતમ અદાણીનો સિક્કો ચાલી રહ્યો છે.


અદાણી ગ્રુપ ઓફ કંપનીઝ

► અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ

► અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ

► અદાણી પાવર લિમિટેડ

► અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ

► અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ

► અદાણી ટોટલ ગેસ લિમિટેડ

► અદાણી વિલ્મર લિમિટેડ

 

અદાણીનું નસીબ 1981થી ચમકવા લાગ્યું

વાસ્તવમાં અદાણીની કિસ્મત 1981થી ચમકવા લાગી હતી. તેમના મોટા ભાઈએ તેમને અમદાવાદ બોલાવ્યા. બીબીસી અનુસાર, તેના ભાઈએ પ્લાસ્ટિક રેપિંગ કંપની ખરીદી હતી પરંતુ તે ચાલી શકતી ન હતી. કંપનીને કાચા માલનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળતો ન હતો. આ મુશ્કેલીને તકમાં ફેરવીને, અદાણીએ કંડલા પોર્ટ પર પ્લાસ્ટિક ગ્રેન્યુલ્સની આયાત કરવાનું શરૂ કર્યું અને 1988માં અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ બની. તેણે ધાતુઓ, કૃષિ ઉત્પાદનો અને કાપડ જેવા ઉત્પાદનોના કોમોડિટી ટ્રેડિંગની રજૂઆત કરી. થોડા જ વર્ષોમાં આ કંપની સાથે અદાણી બિઝનેસમાં મોટું નામ બની ગયા.


2017માં ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 5.8 બિલિયન ડૉલર હતી

ફોર્બ્સ અનુસાર, વર્ષ 2017માં ગૌતમ અદાણીની નેટવર્થ 5.8 બિલિયન હતી અને તેઓ વિશ્વના અમીરોની યાદીમાં 250માં નંબરે હતા. 2018માં તેમની સંપત્તિ વધીને 9.7 બિલિયન ડૉલર થઈ અને આ સાથે તેઓ 154મા સ્થાને પહોંચી ગયા. 2019માં તેમની સપત્તિ ઘટીને 8.7 બિલિયન ડૉલર પર આવી ગઈ અને ફોર્બ્સની સૂચિમાં 154માં સ્થાનેથી સરકીને 167માં સ્થાને આવી ગયા.

વર્ષ 2020માં પણ વધારે વૃદ્ધિ થઈ ન હતી, તે માત્ર 8.9 બિલિયન ડૉલર સુધી પહોંચી શકી હતી. આ સાથે તેના રેન્કમાં થોડો સુધારો થયો હતો અને તે 155માં સ્થાને પહોંચી ગયા હતા. ગૌતમ અદાણી માટે વર્ષ 2021 મોટું સાબિત થયું. તેમની સંપત્તિ 8.9 બિલિયન ડૉલરથી વધીને 50.5 બિલિયન ડૉલર થઈ ગઈ. આ સાથે તેમણે ફોર્બ્સની યાદીમાં 131 સ્થાનની છલાંગ લગાવીને 24મું સ્થાન મેળવ્યું હતુ.


2021 કરતાં 2022 વધુ નસીબદાર સાબીત થયું

15 ફેબ્રુઆરી, 2022 ના રોજ, તેમની સંપત્તિ  83.6 બિલિયન ડૉલર પર પહોંચી અને તે વિશ્વના અમીરોની યાદીમાં 11મા નંબરે પહોંચી ગયા. બરાબર બે મહિના પછી, 15 એપ્રિલના રોજ, અદાણીની સંપત્તિ વધીને 121.7 બિલિયન ડૉલર થઈ ગઈ અને વિશ્વના અબજોપતિઓની યાદીમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું.

ફોર્બ્સ અનુસાર, અદાણીએ સપ્ટેમ્બર 2020માં ભારતના બીજા સૌથી વ્યસ્ત મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં 74% હિસ્સો હસ્તગત કર્યો હતો. હવે તે દેશના સૌથી મોટા એરપોર્ટ ઓપરેટર છે. અદાણી ગ્રીન એનર્જીના વિશ્વના સૌથી મોટા ઉત્પાદક બનવા માંગે છે અને તેમણે કહ્યું છે કે તે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં 70 બિલિયન ડૉલર સુધીનું રોકાણ કરશે.

 

gautam adani - world's 6th richest person - gautam adani worth - gujju news channel - business news in gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

PM વિશ્વકર્મા યોજના 2025-26 : કારીગરો માટે સરકારની જબરદસ્ત સ્કીમ, સસ્તા વ્યાજે 3,00,000 રૂપિયાની મળશે લોન

  • 09-11-2025
  • Gujju News Channel
  • અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં હવે ઠંડીનો ભયાનક ચમકારો જોવા મળશે, ગરમમાં ગરમ કપડા કાઢી રાખજો
    • 09-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 નવેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-11-2025
    • Gujju News Channel
  • ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખથી શરુ થશે પ્રથમ પેપર, જુઓ ટાઇમટેબલ
    • 08-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 નવેમ્બર 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-11-2025
    • Gujju News Channel
  • પાક નુકસાન સામે ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.22,000 મળશે, જાણો વધુમાં વધુ કેટલું વળતર મળશે ?
    • 07-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 નવેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-11-2025
    • Gujju News Channel
  • ‘લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે: આ ગુજરાતી ફિલ્મ જોઇ લોકો કેમ કહી રહ્યા છે… જય દ્વારકાધીશ! Gujarati Movie Laalo Review
    • 05-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 6 નવેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 05-11-2025
    • Gujju News Channel
  • 9 નવેમ્બરથી મગફળી સહિતના 4 પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા CMની જાહેરાત
    • 05-11-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us