• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • પૈસા કમાવવા નાના છોકરાઓનો ખેલ ! 7 વર્ષની બાળકીએ કમાવ્યા 200 કરોડ, જાણો કેવી રીતે કરી કમાણી...

પૈસા કમાવવા નાના છોકરાઓનો ખેલ ! 7 વર્ષની બાળકીએ કમાવ્યા 200 કરોડ, જાણો કેવી રીતે કરી કમાણી...

12:20 PM June 20, 2022 admin Share on WhatsApp



પૈસા કમાવવાએ નાના બાળકોની વાત નથી, આવો ખ્યાલ પહેલાના જમાનામાં હતો, પરંતુ હવે તે સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. હવે પૈસા કમાવવા એ માત્ર વૃદ્ધ અને પરિપક્વ વ્યક્તિની જ નહીં, બાળકોની પણ વાત છે. હવે જમાનો એટલો આગળ વધી ગયો છે કે, પૈસા કમાવા માટે માત્ર મહેનત જ નહીં પરંતુ આવડત પણ હોવી જરૂરી છે.

રશિયાની એક સાત વર્ષની બાળકીએ કંઈક આવી જ કુશળતા ફેલાવીને 200 કરોડની કમાણી કરી લીધી છે. આ સાથે જ બાળકી હવે ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. રશિયાની માત્ર 7 વર્ષની Anastasia Radzinskaya નામની બાળકી સોશિયલ મીડિયા દ્વારા દર મહિને લગભગ 1 કરોડ રૂપિયા કમાઈ રહી છે. અને અત્યાર સુધીમાં અનાસ્તાસિયા 140 કરોડની પ્રોપર્ટીની માલિક બની ચૂકી છે.

તેના વીડિયોને મળ્યા છે 90 મિલિયન વ્યૂઝ

અનાસ્તાસિયા યુટ્યુબ દ્વારા લાખો લોકોના દિલ પર છવાઈ ગઈ છે. લોકો એનાસ્તાસિયાના વીડિયોને ખૂબ પસંદ કરે છે. અને આ જ કારણ છે કે અનાસ્તાસિયાનો વીડિયો 90 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. એનાસ્તાસિયાના વીડિયોની વાત કરીએ તો આ બાળકી ફેમિલી હોલિડે પર વીડિયો બનાવે છે અને તેને યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરે છે.

આ વીડિયોમાં એનાસ્તાસિયા બાળકોના સ્વાસ્થ્ય અને તેમની ટ્રીપ સાથે જોડાયેલી વસ્તુઓ શેર કરે છે. એનાસ્તાસિયાના કામમાં તેના માતા-પિતા પણ તેને મદદ કરે છે. બાળકીને પ્રોત્સાહિત કરવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા તેના માતા-પિતાની રહી છે. અનાસ્તાસિયાની આ ચેનલ યુટ્યુબ પર લાઈક નાસ્ત્યના નામથી છે. જેના કારણે હવે અનાસ્તાસિયા કરોડો રૂપિયા કમાઈ રહી છે.

આ રીતે ચેનલની થઈ શરૂઆત

ચેનલની શરૂઆત એટલી સુંદર ન હતી, જેટલી આજે લાગે છે. એનાસ્તાસિયાનો જન્મ 2014માં થયો હતો. જન્મ પછી જ ડોકટરોએ બાળકીના માતા-પિતાને જણાવ્યું કે તેમની બાળકીને સેરેબ્રલ પાલ્સી નામની ન્યુરોલોજીકલ બીમારી છે. અનાસ્તાસિયાના માતા-પિતા બંને તેમના નવજાત બાળકને આ રોગનો ચેપ લાગવાથી ગભરાઈ ગયા હતા.

માતાપિતાએ નોકરી છોડી દીધી હતી

તેમના બાળક માટે, બંને માતાપિતાએ તેમની નોકરી છોડી દીધી અને અનાસ્તાસિયા માટે YouTube ચેનલ શરૂ કરી. આ ચેનલ શરૂ કરતા પહેલા એનાસ્તાસિયાના માતા-પિતાએ વિચાર્યું પણ નહોતું કે એક દિવસ તેઓ આ ચેનલથી કરોડો રૂપિયા કમાઈ શકશે.

શરૂઆતથી જ આ ચેનલ ચલાવવાનો હેતુ ફક્ત અનાસ્તાસિયા માટે શૈક્ષણિક પ્રોજેક્ટ તરીકે હતો. પરંતુ ધીમે ધીમે તેના વીડિયોને લોકો પસંદ કરવા લાગ્યા અને થોડા જ વર્ષોમાં તે તેનાથી પૈસા પણ કમાવા લાગ્યા. અને આજે આ ચેનલથી મહિને કરોડો રૂપિયા કમાણી થઈ રહી છે.

ચેનલના 86 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ

Youtube Channel

હવે અનાસ્તાસિયાના માતા-પિતાએ પણ આને પોતાનો પ્રોફેશન બનાવી લીધું છે અને બંને હવે અહીં અલગ-અલગ પ્રકારની સામગ્રી મૂકી રહ્યા છે. એટલું જ નહીં, અનાસ્તાસિયાની આ યુટ્યુબ ચેનલ સૌથી વધુ કમાણી કરનારની યાદીમાં છઠ્ઠા નંબર પર આવી ગઈ છે. સબસ્ક્રાઈબર્સની વાત કરીએ તો અત્યાર સુધીમાં બાળકીના ચેનલને 86 મિલિયન લોકો સબસ્ક્રાઈબ કરી ચૂક્યા છે.

gujju news channel - business news in gujarati - gujarati news - gujju news - dhandho - gujju motivation



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 1 ઑગસ્ટ 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 31-07-2025
  • Gujju News Channel
  • કચ્છમાં વારંવાર ભૂકંપ આવવા સારી બાબત ! જાણો સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર જનરલ કેમ આવું બોલ્યા?
    • 31-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-07-2025
    • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us