• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • ટાટાના IPOએ રોકાણકારોને જલસો પડી ગયો..! રૂ.500નો શેર ઉછળીને રૂ.૧૪૦૦ સુધી પહોંચ્યો, જાણો હજૂ ક્યાં સુધી જઈ શકે ?

ટાટાના IPOએ રોકાણકારોને જલસો પડી ગયો..! રૂ.500નો શેર ઉછળીને રૂ.૧૪૦૦ સુધી પહોંચ્યો, જાણો હજૂ ક્યાં સુધી જઈ શકે ?

03:43 PM November 30, 2023 admin Share on WhatsApp



TATA Technologies IPO Listed Price : ટાટા ટેક્નોલોજીનો આઈપીઓ જેને પણ લાગ્યો હશે તેમને સારૂ રિટર્ન મળ્યું છે. ટાટા ગ્રૂપનો મોસ્ટ અવેઇટેડ Tata Technologies IPO આજે, ગુરુવાર ૩૦ નવેમ્બરે BSE અને NSE પર લિસ્ટ થયો. કંપનીના શેરનું ધમાકેદાર લિસ્ટિંગ થયું છે. ટાટા ગ્રુપનો આ શેર ૧૪૦%ના પ્રીમિયમ સાથે BSE પર રુ.૧૧૯૯.૯૫ પર લિસ્ટ થયો હતો. તે જ સમયે, કંપનીના શેર NSE પર ૧૪૦%ના પ્રીમિયમ સાથે રૂ.૧,૨૦૦ પર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગના થોડા સમય પછી, BSE પર આ શેર તેમની ઈશ્યૂ કિંમતથી લગભગ ૧૮૦% વધીને રૂ. 1400 થઈ ગયા હતા. Tata Technologies IPOની પ્રાઇસ બેન્ડ ૪૭૫-૫૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. તદનુસાર, રોકાણકારોએ લિસ્ટિંગના પહેલા જ દિવસે જંગી નફો કર્યો હતો. તમને જણાવી દઈએ કે ૧૮ વર્ષ બાદ ટાટા ગ્રુપની કોઈ કંપની શેરબજારમાં લિસ્ટ થઈ છે. અગાઉ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના શેર ૨૦૦૪માં લિસ્ટ થયા હતા.

► ટાટા ટેકનોલોજીના શેરનું ઓપનિંગ રહ્યું શાનદાર

ટાટા ટેક ૧૪૦ ટકાના પ્રીમિયમ સાથે NSE અને BSE બંને પર રૂ.૧૨૦૦માં લિસ્ટેડ છે. ટાટા ટેકના શેરની ફાળવણી કરવામાં આવેલ કોઈપણ વ્યકિતને આજે દરેક શેર પર બમણાથી વધુ નફો મળ્યો છે. શરૂઆતી ટ્રેડિંગમાં શેર ૧૪૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. આનો અર્થ એ થયો કે રોકાણકારોને દરેક શેર પર લગભગ ત્રણ ગણો નફો મળી રહ્યો હતો. ટાટા ટેકના શેરનું વિશાળ લિસ્ટિંગ પહેલેથી જ અપેક્ષિત હતું. ગ્રે માર્કેટમાં ટાટા ટેકને જે રીતે પ્રતિસાદ મળી રહ્યો હતો, તેમાં બહુ ઓછી શંકા હતી કે ટાટા ટેકના શેરનું ઓપનિંગ શાનદાર થવાના છે.

► IPOથી કંપનીએ 3042 કરોડ એકત્ર કર્યા

ટાટા ટેકનોલોજીસના IPOને રોકાણકારોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. ત્રીજા દિવસે IPO ૬૯.૪ વખત સબસ્ક્રાઇબ થયો હતો. તેને રેકોર્ડ ૭૩.૬ લાખ અરજીઓ મળી હતી. IPO ૨૨ નવેમ્બરે ખુલ્યો હતો અને ૨૪ નવેમ્બરે બંધ થયો હતો. કંપનીએ રૂ.૩૦૪૨ કરોડ એકત્ર કરવા માટે આઈપીઓ લોન્ચ કર્યો હતો. શું છે Haditel Tata Techનો IPO એ પ્રમોટર અને રોકાણકારો દ્વારા સંપૂર્ણ રીતે ૬.૦૯ કરોડ ઇકિવટી શેરની ઓફર ફોર સેલ (OFS) છે. OFSમાં ૬૦,૮૫૦,૨૭૮ શેર્સનો સમાવેશ થાય છે, જેમાં પ્રમોટર ટાટા મોટર્સ લિમિટેડ દ્વારા ૪૬,૨૭૫,૦૦૦ સુધીના શેરનું વેચાણ, રોકાણકાર આલ્ફા TC હોલ્ડિંગ્સ દ્વારા ૯,૭૧૬,૮૫૩ સુધીના શેરનું વેચાણ અને ૪,૮૫૮,૪૨૫ ફન કેપિટલ શેરનું વેચાણ સામેલ છે.

► ભવિષ્યમાં ટાટા ટેક્નોલોજીનો શેર ક્યાં સુધી જઈ શકે છે ?

TATA Technologies Target Share Price In Future : રોકાણની સલાહ આપનાર અને મોટા ફંડ મેનેજરના મત અનુસાર 2025 સુધીમાં શેર રૂપિયા 3100ની સપાટી કુદાવી શકે છે. અને 2030 સુધીમાં 6200-6500ની વચ્ચે શેર પહોંચી શકે છે. એટલે કે રૂપિયા 500માં લાગેલો શેર 2030 સુધીમાં તમને 3000 ટકા નફો આપી શકે છે. આ આઈપીઓના શેરને તમે ત્યાં સુધી હોલ્ડ કરશો તો તમારા 15,000 રૂપિયા 2030 સુધીમાં 2 લાખ રૂપિયા થઈ જશે. 


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - TATA Technologies Target Share Price In Future - TATA Technologies IPO Listed Price - tcs - BSE - NSE



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’

  • 26-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us