• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • PM Modi સુરંગમાંથી બહાર આવેલા મજૂરો સાથે કરી ટેલિફોનિક વાતચીત, કહ્યું ‘તમારી ધીરજ અને સાહસ દરેક માટે પ્રેરણારૂપ'

PM Modi સુરંગમાંથી બહાર આવેલા મજૂરો સાથે કરી ટેલિફોનિક વાતચીત, કહ્યું ‘તમારી ધીરજ અને સાહસ દરેક માટે પ્રેરણારૂપ'

03:30 PM November 29, 2023 admin Share on WhatsApp



PM Modi Speaks To Rescued Uttarkashi Tunnel Workers : પ્રધાનમંત્રી મોદીએ ઉત્તરાખંડના સિલક્‍યારા ટનલમાંથી બહાર કાઢવામાં આવેલા શ્રમિકો સાથે ફોન પર વાતચીત કરી તેમના સ્‍વાસ્‍થ્‍યની જાણકારી લીધી અને તેમને પ્રોત્‍સાહન આપ્‍યું. તેના પહેલા પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના મુખ્‍યમંત્રી પુષ્‍કર સિંહ ધામી સાથે વાત કરી શ્રમિકોને ટનલમાંથી કાઢ્‍યા બાદ તેમના માટે કરવામાં આવેલી વ્‍યવસ્‍થાઓ માટે જાણકારી લીધી હતી. તેમજ તેમને સફળ રેસ્ક્યું માટે ધન્યાદ પાઠવ્યા હતા. 

PM Modi Speaks To Rescued Uttarkashi Tunnel Workers cm pushkar dhami

► PM મોદીએ ઉત્તરાખંડના CM સાથે કરી વાતચીત

પ્રધાનમંત્રીએ મુખ્‍યમંત્રી પાસેથી જાણ્‍યું કે, ટનલમાંથી કાઢ્‍યા બાદ શ્રમિકોના સ્‍વાસ્‍થ્‍ય દેખરેખ, ઘર સુધી મુકવા અને પરિવારના લોકો માટે શું વ્‍યવસ્‍થાઓ કરવામાં આવી છે ? મુખ્‍યમંત્રીએ પ્રધાનમંત્રીને જણાવ્‍યું કે, બધા શ્રમિતોને ટનલમાંથી નિકળ્‍યા બાદ સીધા ચિન્‍યાલીસોડ સ્‍થિત હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા. જયાં તેમની જરૂરી સ્‍વાસ્‍થ્‍ય તપાસ કરવામાં આવશે. સાથે જ શ્રમિકોના પરિવારોને પણ હાલ ચિન્‍યાલીસોડ લઈ જવામાં આવ્‍યા છે જયાં તેમની સુવિધા અનુસાર રાજય સરકાર તેમને ઘરે મુકવા આવવાની સંપૂર્ણ વ્‍યવસ્‍થા કરશે.

PM Modi Speaks To Rescued Uttarkashi Tunnel Workers and cm pushkar dhami

► રેસ્ક્યુમાં સામેલ તમામે મિસાલ કાયમ કરી

મુખ્‍યમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રીના સારા માર્ગદર્શનના કારણે આ રેસ્‍ક્‍યૂ અભિયાન સફળતાપૂર્વક સફળ થઈ શક્‍યું છે. તેમણે કહ્યું કે કેન્‍દ્ર સરકારની તમામ એજન્‍સિઓ અને રાજય સરકારના સમન્‍વયથી અમે ૪૧ શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવામાં સફળ રહ્યા છે. ત્‍યાં જ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ ઉત્તરાખંડના સિલક્‍યારા ટનલમાં ફસાયેલા બધા ૪૧ શ્રમિકોના સકુશલ બહાર આવવા અને રેસ્‍ક્‍યૂ ઓપરેશનની સફળતાને બધાને ભાવુક કરનાર ક્ષણ જણાવતા આ બચાવ અભિયાન સાથે જોડાયેલા લોકોની હિમ્‍મતને સલામ કર્યું છે. પ્રધાનમંત્રી મોદીએ રેસ્‍ક્‍યૂ ટીમના વખાણ કરતા કહ્યું કે તેમની બહાદુરી અને સંકલ્‍પ- શક્‍તિએ આપણા શ્રમિક ભાઈઓને નવું જીવન આપ્‍યું છે. આ મિશનમાં શામેલ બધાએ માનવતા અને ટીમ વર્કની એક અદ્‌ભૂત મિસાલ કાયમ કરી છે. પ્રધાનમંત્રીએ એક્‍સ પર પોસ્‍ટ કરી રહ્યું, ‘ઉત્તરકાશીમાં આપણા શ્રમિક ભાઈઓને રેસ્‍ક્‍યૂ ઓપરેશનની સફળતા દરેકને ભાવુક કરી દે તેવી છે. ટનલમાં જે સાથી ફસાયા હતા તેમને હું કહેવા માંગુ છું કે તમારૂ સાહસ અને ધૈર્ય બધાને પ્રેરિત કરનાર છે.'

PM Modi Speaks To Rescued Uttarkashi Tunnel Workers cm pushkar dhami Welcomes All workers from uttarkashi tunnel

► શ્રમિકોને આર્થિક સહાય આપવાની જાહેરાત

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (CM Pushkar Singh Dhami)એ શ્રમિકોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, અમારી સરકારે શ્રમિકોને 1 લાખ રૂપિયા સહાયતા રકમ આપવાનો નિર્ણય કર્યો છે. આ રકમ શ્રમિકોને આવતીકાલે આપવામાં આવશે. ઉપરાંત મુખ્યમંત્રીએ શ્રમિકોને યોગ્ય વ્યવસ્થા પૂરી પાડવા NHIDCLને પણ આદેશ આપ્યો છે. આ સાથે સીએમએ બીજી મહત્વની જાહેરાત કરી છે. ધામીએ ટનલની બહાર બાબા બૌખનાગનું મંદિર સ્થાપવાની જાહેરાત કરી છે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - PM Modi Speaks To Rescued Uttarkashi Tunnel Workers - Uttarkashi Tunnel Rescue - 41 Worker Rescued From uttarkashi Tunnel



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us