• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • Bamboo Farming: વાંસની ખેતી છે લીલું સોનું, જેનાથી લોકો બન્યા કરોડપતિ... હવે સરકાર પણ આપી રહી છે વાંસ પર સબસિડી...

Bamboo Farming: વાંસની ખેતી છે લીલું સોનું, જેનાથી લોકો બન્યા કરોડપતિ... હવે સરકાર પણ આપી રહી છે વાંસ પર સબસિડી...

02:34 PM June 19, 2022 admin Share on WhatsApp



વાંસને લીલું સોનું કહેવામાં આવે છે. વાંસની ખેતી દ્વારા બંજર જમીનને પણ ફળદ્રુપ બનાવી શકાય છે. બીજી તરફ તેની ખેતીમાંથી સારો નફો પણ મેળવી શકાય છે. આવી સ્થિતિમાં હવે સરકારે પણ વાંસની ખેતી પર 50% સબસિડી આપવાની જાહેરાત કરી છે.

પહેલા જાણો એવા ખેડૂતને જે વાંસની ખેતી કરીને કરોડપતિ બન્યા

મહારાષ્ટ્રના ઉસ્માનાબાદના નિપાણી ગામના ખેડૂત રાજ શેખર પાટીલે પોતાના ખેતરની આસપાસ 40 હજાર વાંસના વૃક્ષો વાવ્યા હતા. અને માત્ર 2 થી 3 વર્ષમાં 40 હજાર વાંસમાંથી 10 લાખ વાંસનું ઉત્પાદન થયું હતુ. ધીમે ધીમે લોકો તેમની પાસેથી વાંસ ખરીદવા આવવા લાગ્યા.

પ્રથમ વર્ષમાં તેમણે 1 લાખ રૂપિયાના વાંસનું વેચાણ કર્યું હતું. પછીના બે વર્ષમાં તેમણે આ જ વાંસમાંથી 20 લાખ રૂપિયાનો નફો કર્યો. આ પછી તેણે પોતાની 30 એકર જમીનમાં વાંસ ઉગાડવાનું શરૂ કર્યું. અને હવે તે 54 એકર જમીનના માલિક બની ગયા છે અને વાંસની ખેતી કરીને કરોડપતિ બની ગયા છે.

સરકાર વાંસની ખેતીને આપે છે પ્રોત્સાહન

કેન્દ્ર સરકાર નેશનલ બામ્બુ મિશન યોજના લઈને આવી છે. જે અંતર્ગત બેરોજગાર યુવાનો અને ખેડૂતોને વાંસ ઉગાડવા માટે 50 ટકા સબસિડી આપશે. બીજી તરફ, નાના ખેડૂતોને પ્રતિ પ્લાન્ટ 120 રૂપિયાની સબસિડી આપશે. આ દરમિયાન વન વિભાગ પણ વાંસના છોડ ઉપલબ્ધ કરાવશે.

જુલાઈમાં થાય છે વાંસનું વાવેતર

વાંસની ખેતીનું વાવેતર જુલાઈ મહિનામાં જ કરવામાં આવે છે. વાંસ તેનો સંપૂર્ણ વિકાસ બે મહિનામાં કરે છે. વાંસનુ કટિંગ તેના ઉપયોગ પર આધાર રાખે છે. જો બાસ્કેટ બનાવવા માટે વાંસની જરૂર હોય તો 3-4 વર્ષ જૂનો વાંસ ઉપયોગમાં લેવાય છે અને વધુ મજબૂત વાંસ માટે 6 વર્ષ જૂના વાંસની જરૂર પડે છે. વાંસની લણણી ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં કરવામાં આવે છે. જો તમે પણ ખેતીને ફળદ્રુપ બનાવવા માંગો છો તો વાસંની ખેતી જરૂર કરો...

gujju news channel - business news in gujarati - gujarati news



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’

  • 26-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us