• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • દિવાળી ટાણે ડુંગળીના ભાવે ફરી લોકોને રડાવ્યા, ગૃહિણીઓના બજેટ ખોરવાયા, ખેડૂતોને રાહત..!

દિવાળી ટાણે ડુંગળીના ભાવે ફરી લોકોને રડાવ્યા, ગૃહિણીઓના બજેટ ખોરવાયા, ખેડૂતોને રાહત..!

09:28 PM October 31, 2023 admin Share on WhatsApp



છેલ્લા ઘણા સમયથી પાણીના ભાવે મળતી ગરીબોની કસ્તુરી મોંઘી થઈ છે.  રાજકોટ શહેરમાં ડુંગળીનાં ભાવ પ્રતિકીલો રૂ. 60-70 પર પહોંચ્યા હતા. માત્ર એક સપ્તાહમાં રૂ. 35ની કિલો વેંચાતી ડુંગળી હવે રૂ. 70 એટલે કે ડબલ ભાવે વેંચાઈ રહી છે. ડુંગળીનાં ભાવમાં વધારો થતાં ખેડૂતોને થોડી રાહત મળી છે. પણ ગરીબ-મધ્યમ વર્ગની ગૃહિણીઓનાં બજેટ ખોરવાયા છે. જોકે મિશ્ર વાતાવરણનાં કારણે પાકને નુકસાન જતા આગામી સમયમાં પણ ભાવ વધારો આગળ વધવાની શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

► વરસાદને કારણે ડુંગળીનાં માલને નુકશાન થયુંઃ  વેપારી

ડુંગળી વેચતા એક વેપારીએ જણાવ્યું હતું કે, હાલ ડુંગળીનાં ભાવમાં ખાસ્સો વધારો થયો છે. ગઈકાલે રિટેઇલમાં રૂ.70 અને હોલસેલમાં રૂ. 50-55નાં ભાવ બોલાયા હતા. આજે હરાજી સમયે શુ ભાવ હશે તે કહેવું મુશ્કેલ છે. ચાલુ વર્ષે વેપારીઓએ સ્ટોક વધુ કરેલો ન  હતો. તેમજ વરસાદને કારણે માલને નુકસાન થયું હતું. એટલું જ નહીં નાસિકનાં માલની આવક પણ પૂરતા પ્રમાણમાં થતી નથી. જેને લઈને આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. 

► હજુ પણ ડુંગળીનાં ભાવ વધવાની શક્યતાઓ

અન્ય એક વેપારીનાં જણાવ્યા મુજબ ગરીબોની કસ્તુરી ડુંગળી ફરી લોકોને રડાવી રહી છે.  હાલ મિશ્ર વાતાવરણ વચ્ચે ઉનાળા જેવો આકરો તાપ થતા પાકને નુકસાન થયું છે. તે સાથે નવો જથ્થો હજુ બજારમાં આવ્યો નથી. જેને લઇને પણ ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આગામી સમયમાં હજુ પણ ડુંગળીના ભાવ વધી શકે તેમ છે. અને સારી ગુણવત્તાની ડુંગળીનાં ભાવો રૂ. 100ની સપાટી આસપાસ પહોંચે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. 

► વરસાદને કારણે ડુંગળીનાં પાકને મોટું નુકશાન

ઉલ્લેખનીય છે કે, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી ખરીફ ડુંગળી આવે છે. ત્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાને કારણે ડુંગળીના પાકને મોટું નુક્શાન થયું છે. ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રમાં ડુંગળીના જૂના સ્ટોકની ક્વોલિટી પર પણ અસર થઈ છે. જેને લઈને ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તહેવારો પૂર્વે સંગ્રહખોર વેપારીઓ દ્વારા ડુંગળીનો સંગ્રહ કરવામાં આવતો હોવાને કારણે પણ ભાવમાં વધારો થતો હોવાની ચર્ચા વેપારીઓમાં ચાલી રહી છે.


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ડુંગળીના ભાવ - ડુંગળી ના બજાર ભાવ આજના - ગોંડલ માર્કેટ યાર્ડ ડુંગળીના ભાવ - ડુંગળી ના બીજ નો ભાવ 2023 - સવાલ. ડુંગળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે ? - જવાબ. બીજુ સ્થાન ધરાવે છે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

53 રૂપિયા પ્રાઈસ બેન્ડ, પ્રીમિયમ પર GMP, 5 ઓગસ્ટે દાવ લગાવવા માટે ઓપન થશે IPO

  • 02-08-2026
  • Gujju News Channel
  • મિત્રો... નહીં હવે હાય ફ્રેન્ડ્સ! જંતર-મંતર પર Gen-Z આંદોલન બાદ કેમ બદલાઈ PM મોદીની વાત કરવાની રીત?
    • 02-08-2026
    • Gujju News Channel
  • અનંત અંબાણી પછી હાર્દિક પંડ્યા પણ પહોંચ્યો વેંકટેશ્વર ભગવાનના ધામ, વાળ અર્પણ કર્યા, લોકો તિરુપતિમાં કેમ મુંડન કરે છે? જાણો કથા
    • 02-08-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?
    • 27-07-2026
    • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us