• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • રાજ્યમાં કેમ હાર્ટ એેટેકના કેસમાં થઈ રહ્યો છે વધારો? નવરાત્રિના નવ દિવસમાં 500થી વધુ લોકોને આવ્યા હાર્ટ એટેક, 50થી વધુના થયા મોત..!

રાજ્યમાં કેમ હાર્ટ એેટેકના કેસમાં થઈ રહ્યો છે વધારો? નવરાત્રિના નવ દિવસમાં 500થી વધુ લોકોને આવ્યા હાર્ટ એટેક, 50થી વધુના થયા મોત..!

01:52 PM October 24, 2023 admin Share on WhatsApp



ગુજરાતમાં હાર્ટ એટેક એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની રહી છે. છેલ્લા થોડા સમયથી હાર્ટ એટેકથી થનારા મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 25થી 45 ઉંમરના યુવાનોમાં પણ હાર્ટ એટેકના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે. આ દરમિયાન રાજ્યમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. પોરબંદરના દેગામના 46 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નિપજ્યુ છે. ગરબા રમતા સમયે છાતીમાં દુખાવો થતા યુવક બેસી ગયો હતો. જેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર તબીબે વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો.

heart attack cases increasing in Navratri 50 died ગુજરાતમાં હાર્ટ એટેકથી મોત

► નવરાત્રિમાં 108ને હાર્ટએટેક સંબંધિત 500થી વધુ કોલ મળ્યા

નવરાત્રિમાં અત્યાર સુધી 500થી વધુ લોકોને હાર્ટ એટેક સંબંધિત હોવાની ફરિયાદ મળી છે. પહેલા નોરતાથી નવમા નોરતા દરમિયાન સાંજના 6થી રાત્રિના 2 વાગ્યા સુધી 108ને 500થી વધુ કાર્ડિયાક સંબંધિત કોલ મળ્યા છે. પ્રથમ નોરતે 73, બીજા નોરતે 92, ત્રીજા નોરતે 69 કાર્ડિયાક સંબંધિત કોલ 108ને મળ્યા છે. ચોથા નોરતે 109, પાંચમા નોરતે 102, છઠ્ઠા નોરતે 76 કાર્ડિયાક સંબંધિત કોલ 108ને મળ્યા હતા. સાતમા નોરતે 70 અને આઠમા નોરતે 82  અને નવમાં નોરતે 50થી વધુ કાર્ડિયાક સંબંધિત કોલ 108ને મળ્યા હતા. નવરાત્રિ દરમિયાન 108ને રાજ્યભરમાંથી રોજ સરેરાશ 84 કાર્ડિયાક સંબંધિત કોલ મળ્યા છે.

► નવરાત્રીમાં હાર્ટ એટેકથી 50થી વધુ યુવાનોના મોત

રાજ્યમાં ઠેર ઠેર નવરાત્રિની ધૂમ ચાલી રહી છે, આજે નવમું નોરતુ છે અને નવરાત્રિ અંતિમ દિવસોમાં છે, ત્યારે આ બધાની વચ્ચે આ વખતે હાર્ટ એટેકના કેસોથી લોકોમાં ચિંતા વધી છે. આ વખતે નવરાત્રિમાં હાર્ટ એટેક અને હ્રદયને લગતી બિમારીઓના કેસોમાં ઝડપથી વધારો જોવા મળ્યો છે, ખાસ કરીને ખેલૈયાઓમાં આ તકલીફો વધી રહી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસમાં હાર્ટ એટેકના 10થી વધુ કેસો નોંધાયા છે.  મળતી માહિતી પ્રમાણે, નવરાત્રિ દરમિયાન અમદાવાદમાં હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસમાં 10થી વધુના હાર્ટ એટેકના કેસોથી મૃત્યુના સમાચારો સામે આવ્યા છે. આ ઉપરાંત ગુજરાતમાં ગરબા વખતે હૃદયની સમસ્યાના સરેરાશ 84 કેસો આ વખતે નોંધાયા છે. નવરાત્રીમાં હાર્ટ એટેકથી અંદાજીત 50થી વધુ યુવાન લોકોએ જીવ ગુમાવ્યો છે.  

► હાર્ટ એટેકના રોગથી બચવા જાગૃત થાઓ

આજકાલ હાર્ટ એટેક એક સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ જે ઉંમરે તેનું જોખમ વધી ગયું છે તે ખૂબ જ પરેશાન કરનાર અને આશ્ચર્યજનક છે. લોકોને ખૂબ જ નાની ઉંમરે હાર્ટ એટેક આવે છે. અનેક લોકોના મોત પણ થઈ રહ્યા છે. હાલમાં જ ઘણા વીડિયો વાયરલ થયા હતા, જેમાં કોઈનું જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું તો કોઈનું લગ્નમાં ડાન્સ કરતી વખતે મૃત્યુ થયું હતું. એવામાં યુવાનોએ સમયાંતરે હેલ્થ ચેકઅપ કરાવી ડોક્ટરની સલાહ લઈને વધારે વર્કઆઉટ વાળું કામ કરવું જોઈએ. તેમજ માનસિક તણાવ અને ચિંતાને દુર થાય તે માટે યોગ પ્રાણાયમ અને ધ્યાનનો સહારો લેવો જરૂરી છે. હાર્ટને હેલ્થી રાખવા પુરતી ઉંઘ, સારુ સાત્વિક ભોજન લેવું પણ એટલું જ જરૂરી છે. 


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - jaane jaan netflix film story - Entertainment news - Best Crime Thriller Bollywood Movie



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us