• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • ડેટિંગ એપ્લિકેશનથી મળવા બોલાવી મુળ સુરતના યુવક પર ચાર પુરુષે રેપ કરી લૂંટ ચલાવી, સાથે જ વીડિયો વાયરલ કરવાની આપી ધમકી..!

ડેટિંગ એપ્લિકેશનથી મળવા બોલાવી મુળ સુરતના યુવક પર ચાર પુરુષે રેપ કરી લૂંટ ચલાવી, સાથે જ વીડિયો વાયરલ કરવાની આપી ધમકી..!

08:48 AM October 13, 2023 admin Share on WhatsApp



In singapore Surat Man forced Into Unnatural Sex By 4 Men : નાની વેદ(Nani Ved)માં રહેતા ૨૨ વર્ષીય મૂળ સુરતના રહેવાસી યુવકની ૪ પુરુષોએ લાજ લૂંટી લીધી છે. આ ચોંકાવનારી ઘટના પાછળ ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશન(Online Dating App) છે. જેમાં સ્વાઈપ કરવું યુવકને મોંઘુ પડ્યું અને મિત્રતા માટે જેને મળવા ગયો એ પુરુષે તેની સાથે દુર્વ્યવહાર(Unnatural Sex) કર્યો હતો. ઓનલાઈન એપ્લિકેશન (LGBTQ app Grindr)માં યુવક માત્ર ફ્રેન્ડશિપ કરવા માટે રિક્વેસ્ટ મોકલી રહ્યો હતો. ત્યારે આની મુલાકાત એક શખસ સાથે થઈ અને પછી બંને રોજ વાતો કરવા લાગ્યા હતા. આ કિસ્સો ત્યાંથી જ શરૃ થયો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સુરતના યુવક (Surat Man) સાથે સિંગાપોર(Singapore)માં તબરેઝ ટેઈલર, શૌકત દેવજી, અબ્દુલ અને ઈમરાન એમ ચાર શખસોએ મળીને ન કરવાનું કર્યું હતું. ચલો આપણે સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ.

► અજાણ્યા દેશમાં ડેટિંગ એપથી મિત્રતા કરવી પડી ભારે..!

સપ્ટેમ્બર મહિનામાં ૨૨ વર્ષીય યુવક ઓનલાઈન એપ્લિકેશન પરથી મિત્રો શોધી રહ્યો હતો. તે સ્વાઈપ લેફ્ટ અને રાઈટ તેની પસંદ પ્રમાણે કરી રહ્યો હતો. તેવામાં ઘણા બધા લોકો સાથે તેનો ઓનલાઈન વાતચીત શરૃ થઈ અને મેસેજ આવવા લાગ્યા હતા. તેમણે પસંદ અને નાપસંદ શેર કરી અને પછી એકબીજાનાં નંબર એક્સચેન્જ કરી દીધા હતા. રાતભર બંને મિત્રો એકબીજા જોડે વાતો કરતા હતા. આ સમયે યુવકને પણ સારુ ફિલ થવા લાગ્યું કે અજાણ્યા દેશમાં કોઈક તો મળ્યું જેની સાથે મિત્રતા કરી હરી ફરી શકશે.

► મળવા જતા પુરૂષ મિત્રએ અભદ્ર માંગણી કરી..!

૧૦ દિવસ સુધી લગભગ એકબીજા જોડે વાતો કર્યા પછી બંનેએ મળવાનું પ્લાનિંગ શરૃ કર્યું. ૨ ઓક્ટોબરે બંને મિત્રોને સરળતા રહે તેવો ટાઈમિંગ પસંદ કર્યા પછી યુવકે સિંગાપોરના એક કેફેમાં મળવાનું પસંદ કર્યું હતું. અહીં આ યુવક અને તેનો પુરુષ મિત્ર ટાઈમસર પહોંચી ગયો હતો અને પછી જીવન અને સુખ દુખની વાતો કરવા લાગ્યા હતા. થોડા કલાકો સુધી ત્યાં બેસ્યા પછી આ બંને મિત્રો ગાડીમાં બેસીને ફરવા લોન્ગ ડ્રાઈવ પર નીકળ્યા હતા. બંને વચ્ચે વાતચીત થઈ અને તેણે ફાર્મમાં લઈ જવા માટે મનાવી લીધો હતો. જ્યારે તેમની ગાડી ફાર્મ સુધી પહોંચી અને એક સુમસાન જંગલ જેવો વિસ્તાર આવ્યો કે તરત જ આ શખસે ગાડી રોકી અને સુરતના યુવકને કહ્યું હું કહું એમ કરજે નહીંતર મજા નહીં આવે. જોકે યુવક ગભરાઈ ગયો કારણ કે સિંગાપોર નવો જ દેશ હતો તેના માટે અને અચાનક એક પુરુષ મિત્રએ જ તેની સાથે અભદ્ર માગણી કરી એટલું શું કરવું એ પણ ખબર નહોતી પડી.

► 4 પુરુષે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી લૂંટ ચલાવી

સુરતનો યુવક ગભરાઈ ગયો અને બોલ્યો કે ના હો ભાઈ હું આવું બધું નહીં કરું. હું પુરુષ સાથે શરીર સંબંધ ન રાખી શકું. તેવામાં ઓનલાઈન સાઈટ પરથી મિત્ર બનેલો શખસ ભડકી ગયો અને તેણે ૩ બીજા લોકોને બોલાવી લીધા હતા. આ સમયે ચારેય લોકોએ મળીને સુરતના યુવકની સાથે ન કરવાનું કર્યું હતું. તબરેઝે ત્યારપછી પોતાની કામુક ઈચ્છા સંતોષી અને બીજા ૩ લોકોએ આનો વીડિયો ઉતાર્યો હતો. જ્યારે યુવકે પોલીસમાં ફરિયાદ કરવાનું જણાવ્યું તો એમાંથી એક બોલ્યો કે હું જ પોલીસ અધિકારી છું. તારે મને ૩૦ હજાર રૃપિયા ( કન્વર્ટ કર્યા છે ) આપવા પડશે તો જ આ વીડિયો અમે વાયરલ નહીં કરીએ.

► વધારે પૈસાની ખંડણી માંગતા નોંધાવી પોલીસ ફરિયાદ

જ્યારે બીજી બાજુ યુવક પાસે આટલા રૃપિયા નહોતા તો તેણે અન્ય મિત્રોને પણ ત્યાં બોલાવી લીધા હતા. આ સમયે ૧૫ હજાર ઓનલાઈન રૃપિયા ટ્રાન્સફર કર્યા જ્યારે બાકીના રોકડ લેવા માટે ૪ શખસોએ સુરતના યુવકને લૂંટી માર્યો હતો. તેનો મોબાઈલ અને વોલેટમાં જેટલા પણ રોકડ હતા બધી લઈને આ લોકો ફરાર થઈ ગયા હતા. થોડા દિવસો પછી આ શખસોનો ફરીથી ફોન આવ્યો હતો જેમાં તેઓ યુવકનો તેના પુરુષ મિત્ર સાથે ગાડીમાં જે વીડિયો બનાવ્યો હતો તે લીક કરવાની ધમકી આપી રૃપિયાની ખંડણી કરતો હતો. જેથી યુવકે સિંગાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને ત્યારપછી વિવિધ કલમો હેઠળ તપાસ શરૃ થઈ અને આરોપીઓને પકડવા તજવીજ કરાઈ હતી.


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Dating App Crime - LGBTQ Dating App Rape Case - Datting Application Sextortaion



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં સિંહ, દીપડો અને હવે વાઘ, એકીસાથે હોય તેવું પહેલું રાજ્ય, 33 વર્ષ બાદ મળ્યું ગૌરવ

  • 26-12-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 ડિસેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-12-2025
    • Gujju News Channel
  • અમદાવાદમાં કોલ્ડપ્લે બાદ હવે શકીરાનો LIVE કોન્સર્ટ યોજાઈ શકે, અમદાવાદીઓ આવકારવા તત્પર
    • 25-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 ડિસેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત
    • 24-12-2025
    • Gujju News Channel
  • પુત્રના જન્મદિવસે ટ્રાફિક રોકી આતશબાજી કરનાર બિલ્ડરને પોલીસે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો
    • 24-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 ડિસેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-12-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં આ તારીખથી કડકડતી ઠંડી, અંબાલાલ પટેલ-હવામાન વિભાગની ચેતવણી
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 ડિસેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-12-2025
    • Gujju News Channel
  • રાજ્યમાં 26 સિનિયર IASની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક
    • 23-12-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us