• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • આસામમાં ભારે વરસાદ આવતા ગંભીર પૂરની પરિસ્થિતિ, ટુરિસ્ટો ફસાયા...

આસામમાં ભારે વરસાદ આવતા ગંભીર પૂરની પરિસ્થિતિ, ટુરિસ્ટો ફસાયા...

02:18 PM June 16, 2022 admin Share on WhatsApp



ચોમાસા પહેલા જ દેશના કેટલાક રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદે વિનાશ સર્જ્યો છે. આસામમાં સ્થિતિ સૌથી ખરાબ છે. અહીં બ્રહ્મપુત્રા અને તેની સાથે વહેતી નદૃીઓમાં આવેલા પૂરે ભારે કહેર મચાવતા વિનાશ સર્જ્યો છે. સેંકડો ગામોએ જળ સમાધિ લીધી છે. ૭ લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. ખેડુતોનો પાક પણ નાશ પામ્યો છે.દેશના કેટલાક ભાગોમાં હીટવેવ, વરસાદ, પૂર અને વીજળીએ કહેર મચાવ્યો છે. બિહારમાં વાવાઝોડું અને વીજળી પડવાને કારણે ૧૬ જિલ્લામાં ૩૩ લોકોનાં મોત થયાં હતાં. છેલ્લા કેટલાક દિવસોથી આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આસામમાં ભારે વરસાદ આવતા ગંભીર પૂર પરિસ્થિતિ સર્જાઈ છે. આસામના "દીમા હસાઓ"માં અચાનક પૂર આવી જતા ટુરિસ્ટો ફસાયા હતા. આવતા બે દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી અપાયેલ છે. અનેક જિલ્લામાં સ્થિતિ ભયજનક બની છે. નદીના જળસ્તર વધી રહ્યા છે.

આ દરમિયાન આસામના ચાર જિલ્લા- નાગાંવ, હોજઈ, કછાર અને દરાંગમાં પૂરથી સ્થિતિ ગંભીર બની હતી. અત્યારસુધી અહીં પૂર અને વરસાદૃ સંબંધિત અલગ-અલગ ઘટનાઓમાં ૧૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. લગભગ ૫૦૦ લોકો રેલવેટ્રેક પર રહેવા મજબૂર બન્યા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અનુસાર, રાજ્યના ૨૯ જિલ્લામાં લગભગ ૭.૧૨ લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. જમુનામુખ જિલ્લાના બે ગામના ૫૦૦થી વધુ પરિવારોએ રેલવેટ્રેક પર કામચલાઉ આશરો લીધો છે. એકલા નાગાંવ જિલ્લામાં ૩.૩૬ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે, જ્યારે કછાર જિલ્લામાં ૧.૬૬ લાખ, હોજઈમાં ૧.૧૧ લાખ અને દરાંગ જિલ્લામાં ૫૨૭૦૯ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે.

રાહત અને બચાવ કામગીરી માટે NDRFની ચાર ટીમો તહેનાત કરવામાં આવી છે.દક્ષિણ કન્નડ જિલ્લામાં વરસાદને કારણે રસ્તો ધોવાઈ જતાં એક કાર ખાડામાં ફસાઈ ગઈ હતી, જેને બહાર કાઢવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. વરસાદને કારણે ૨૩ મકાનને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગોડાઉન સહાય યોજના 2026 | મેળવો ₹1,00,000 ની સહાય | Godown Sahay Yojana Gujarat

  • 23-08-2026
  • Gujju News Channel
  • iPhoneની જીદે એક જ પરિવારના ત્રણ જીવ લીધા, દીકરો ટેકરી પરથી પડ્યો તો બચાવવા દોડેલા પિતા પણ ખડક પરથી પડ્યા
    • 22-08-2026
    • Gujju News Channel
  • 53 રૂપિયા પ્રાઈસ બેન્ડ, પ્રીમિયમ પર GMP, 5 ઓગસ્ટે દાવ લગાવવા માટે ઓપન થશે IPO
    • 02-08-2026
    • Gujju News Channel
  • મિત્રો... નહીં હવે હાય ફ્રેન્ડ્સ! જંતર-મંતર પર Gen-Z આંદોલન બાદ કેમ બદલાઈ PM મોદીની વાત કરવાની રીત?
    • 02-08-2026
    • Gujju News Channel
  • અનંત અંબાણી પછી હાર્દિક પંડ્યા પણ પહોંચ્યો વેંકટેશ્વર ભગવાનના ધામ, વાળ અર્પણ કર્યા, લોકો તિરુપતિમાં કેમ મુંડન કરે છે? જાણો કથા
    • 02-08-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?
    • 27-07-2026
    • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us