• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં 2 દિવસમાં 1000થી વધુ મૃત્યુ, યહૂદી દેશના જવાબી હુમલામાં તબાહી..!

ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં 2 દિવસમાં 1000થી વધુ મૃત્યુ, યહૂદી દેશના જવાબી હુમલામાં તબાહી..!

12:07 PM October 09, 2023 admin Share on WhatsApp



Israel Hamas War News : આતંકવાદી જૂથ હમાસ દ્વારા અચાનક હુમલા બાદ ઈઝરાયેલમાં મૃત્યુઆંક 600ને પાર કરી ગયો છે. ઘણા ઇઝરાયેલ મીડિયા આઉટલેટ્સે આ અપડેટ આપ્યું છે. KOH પબ્લિક બ્રોડકાસ્ટર, ચેનલ 12, હારેટ્ઝ અને ટાઇમ્સ ઑફ ઇઝરાયેલ દ્વારા રવિવારે મૃત્યુની આ સંખ્યાની જાણ કરવામાં આવી હતી. જોકે શનિવારે વહેલી શરૂ થયેલી લડાઈ પછી, મૃત્યુની સંખ્યા પર ઇઝરાયેલ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પેલેસ્ટિનિયન(Palestine) અધિકારીઓનું કહેવું છે કે, ગાઝામાં 300થી વધુ લોકો માર્યા ગયા છે. જેમાં લડવૈયાઓ અને સામાન્ય નાગરિકો પણ મૃત્યું પામ્યા છે.

► ઈઝરાયેલએ જવાબી હુમલામાં તબાહી મચાવી

અહેવાલ મુજબ ઈઝરાયેલે પણ જવાબી કાર્યવાહીમાં હમાસના આતંકવાદીઓ પર તબાહી મચાવી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઈઝરાયેલે હમાસ વિરુદ્ધ પોતાની ટેન્ક શરૂ કરી છે. આ ટેન્કોને દક્ષિણના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. ઈઝરાયેલી સૈન્યએ વિવાદિત વિસ્તારમાં હિઝબુલ્લાહના સ્થાનો પર ડ્રોન હુમલા શરૂ કરીને બદલો લીધો હતો. આ વિસ્તાર ઇઝરાયેલ, લેબનોન અને સીરિયા સાથે જોડાયેલો છે. ઈઝરાયેલના એક અધિકારીએ જણાવ્યું કે સેનાએ 400 આતંકીઓને ઠાર કર્યા છે અને ઘણા આતંકીઓને પકડી લેવામાં આવ્યા છે. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે, તેણે ગાઝામાં 426 લક્ષ્યો પર હુમલો કર્યો અને મોટા વિસ્ફોટો સાથે ઘણી રહેણાંક ઇમારતોને નષ્ટ કરી દીધી. આ રીતે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં 2 દિવસમાં 1000 લોકોના મોત થયા છે અને સ્થિતિ વણસી રહી છે.

► ઈઝરાયેલમાં કટોકટીની સ્થિતિ પર એકતા મંચનું મંથન

આ સ્થિતિ દરમિયાન, ઇઝરાયેલના ટોચના નેતાઓએ આ જટિલ પરિસ્થિતિનો સામનો કરવા માટે દેશમાં કટોકટી રાષ્ટ્રીય એકતા સરકારની રચના કરવા માટે તેમના મતભેદોને બાજુ પર રાખવાની શક્યતા અંગે ચર્ચા કરવાનું શરૂ કર્યું છે. ઈઝરાયેલના દૈનિક અખબાર હારેટ્ઝના અહેવાલ મુજબ, વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને વિપક્ષી નેતાઓ યાયર લેપિડ અને બેની ગેન્ટ્ઝે શનિવારે ચર્ચા કરી હતી. આ દરમિયાન નેતન્યાહૂ સરકારમાં સામેલ થવાની શક્યતાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બંને વિપક્ષી નેતાઓએ સરકારમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ લેપિડે જમણેરી નેતાઓ અને મંત્રીઓ તેમજ બેઝલેલ સ્મોટ્રીચ અને ઈટામર બેન-ગવીરને દૂર કરવાની માંગ કરી હતી. બેની ગેન્ટ્ઝ બંને સાથે સરકારમાં જોડાવા માટે સંમત થયા છે.

► હમાસનો હુમલોએ ઇઝરાયેલની ગુપ્તચર એજન્સીની નિષ્ફળતા?

બીજી તરફ સુરક્ષા નિષ્ણાતોનું કહેવું છે કે, હમાસનો હુમલો ઈઝરાયેલની ગુપ્તચર એજન્સીઓની મોટી નિષ્ફળતાનું પરિણામ છે. ઇઝરાયલી સૈન્ય અનુસાર, હમાસના આતંકવાદીઓએ ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયેલમાં 3,000થી વધુ રોકેટ છોડ્યા હતા. હમાસે શનિવારે ઇઝરાયેલ પર અભૂતપૂર્વ હુમલો કર્યો, હજારો રોકેટ ફાયર કર્યા અને તેના સેંકડો લડવૈયાઓ હવા, જમીન અને દરિયાઇ માર્ગે ઇઝરાયેલની સરહદમાં પ્રવેશ્યા. હુમલો શરૂ થયાના કલાકો પછી, હમાસના ઉગ્રવાદીઓ હજુ પણ ઇઝરાયેલના કેટલાક વિસ્તારોમાં ગોળીબાર કરી રહ્યા હતા. હમાસના આ હુમલાએ ઈઝરાયલને આશ્ચર્યચકિત કરી દીધું છે. નિષ્ણાતો કહે છે કે, ઇઝરાયેલને હંમેશા તેની ગુપ્તચર એજન્સીઓ પર ગર્વ છે, જેમાં સ્થાનિક એકમ શિન બેટ અને ખાસ કરીને તેની બાહ્ય જાસૂસી સંસ્થા મોસાદનો સમાવેશ થાય છે, પરંતુ આ હુમલો તેની ગુપ્તચર એજન્સીની મોટી નિષ્ફળતા દર્શાવે છે.


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - Israel Hamas War Latest News



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 13 મે 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 12-05-2026
  • Gujju News Channel
  • પીએમ મોદીએ કેમ તેલ, સોનું અને વિદેશ પ્રવાસમાં કાપ મૂકવા કહ્યું? જાણો તેની પાછળનું ગણિત
    • 11-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 મે 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-05-2026
    • Gujju News Channel
  • ગુજ્જુ પ્લેયર ઉર્વિષ પટેલે 13 બોલમાં 50 રન બનાવી જયસ્વાલના રેકોર્ડની કરી બરાબરી, CMએ કર્યા વખાણ
    • 10-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 મે 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-05-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ગરમીનો કહેર વધશે, 15 મે બાદ પ્રી-મોન્સૂન એક્ટિવિટી તેજ બનવાની શક્યતા
    • 09-05-2026
    • Gujju News Channel
  • સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ જોખમમાં? આ 3 ખેલાડી ટીમ ઇન્ડિયાના ટી 20 ટીમના કેપ્ટન બનવાના દાવેદાર
    • 09-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 મે 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-05-2026
    • Gujju News Channel
  • ધરતીપુત્રો સાવધાન! આજથી આ રાજ્યોમાં તોફાન સાથે વરસાદનું એલર્ટ
    • 08-05-2026
    • Gujju News Channel
  • તમિલનાડુ : વિજયને આખરે મળી ગઇ બહુમત, કોંગ્રેસ સહિત આ દળોએ આપ્યું સમર્થન, રાજ્યપાલે સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું
    • 08-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us