• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • દુનિયાના સૌથી મોટા હિન્દુ મંદિર "સ્વામીનારાયણ અક્ષરધામ"નું અમેરિકામાં થયું ઉદ્ધાટન, 18 ઓક્ટોબરથી ભક્તો માટે ખુલ્લું મુકાશે..!

દુનિયાના સૌથી મોટા હિન્દુ મંદિર "સ્વામીનારાયણ અક્ષરધામ"નું અમેરિકામાં થયું ઉદ્ધાટન, 18 ઓક્ટોબરથી ભક્તો માટે ખુલ્લું મુકાશે..!

06:49 AM October 09, 2023 admin Share on WhatsApp



World Largest Second Hindu Mandir : ભારતની બહાર નિર્મિત દુનિયાના સૌથી મોટા હિન્દુ મંદિર સ્વામીનારાયણ અક્ષરધામ (Akshardham Temple America) નું 8 ઓક્ટોબરે અમેરિકાના ન્યુ જર્સી (New Jersey) ના રોબિન્સવિલેમાં ઉદ્ઘાટન થયું. આ અક્ષરધામના ભવ્યાતિ ભવ્ય ઉદ્દઘાટન સમારોહમાં ભારતમાં 50થી વધુ ધર્મગુરૂઓ અને અન્ય ધર્મના ગુરૂઓ અને પ્રતિનિધી સહિત 100થી વધુ વિશેષ અતિથિ ઉપસ્થિત રહ્યા. ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેરથી લગભગ 90 કિમી દક્ષિણમાં અથવા તો વોશિંગ્ટન ડીસીથી લગભગ 289 કિમી દુર ઉત્તરમાં ન્યુ જર્સીના રોબીન્સવિલે ટાઉનશીપમાં BAPS સ્વામીનારાયણ અક્ષરધામ મંદિર 12,500 થી વધુ સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવ્યું છે. મંદિર સ્વામીનારાયણ સંપ્રદાયના વિશ્વવ્યાપી ધાર્મિક અને નાગરિક સંગઠન બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS Akshardham Mandir) દ્વારા નિર્મિત મંદિરોમાંનું એક છે. તેને 18 ઓક્ટોબરથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લુ મુકાશે.

world-largest-hindu-temple-swaminarayan-Akshardham-new-jersey

►હિન્દુ ધર્મગ્રંથ અનુસાર કરવામાં આવ્યું ડીઝાઇન  

આ મંદિરને પ્રાચીન હિન્દુ ધર્મગ્રંથ અનુસાર ડીઝાઇન કરવામાં આવ્યું છે. જેમાં 10 હજાર મૂર્તિઓ પ્રતિષ્ઠિત છે. આ ઉપરાંત ભારતીય સંગીત વાદ્ય અને નૃત્યકલાની નકશીકામ, આ મંદિરમાં પ્રાચીન ભારતીય સંસ્કૃતિની ડીઝાઇન શામેલ છે. આ મંદિર લગભગ કમ્બોડિયાના અંગકોરવાટ બાદનું સૌથી મોટું મંદિર છે. 

► અંગકોરવાટ મંદિર પરિસર દુનિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર

12મી સદીનું અંગકોરવાટ મંદિર પરિસર દુનિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. જે 500 એકરમાં ફેલાયેલું છે. તેમજ હવે આ મંદિર યુનેસ્કોની વિશ્વ ધરોહર છે. દિલ્હીમાં નવેમ્બર 2005 માં અક્ષરમંદિર લોકો માટે ખુલ્લું મુકાયું હતું, જે 100 એકરમાં ફેલાયેલું છે.

► મંદિર નિર્માણ થયું છે વાસ્તુકલા અનુસાર 

અક્ષરધામ હિન્દુ મંદિરને વાસ્તુકલા ધ્યાનમાં રાખીને નિર્માણ કરવામાં આવ્યું છે. આ અદ્વિતીય માંનીરની ડીઝાઇનમાં એક મુખ્ય મંદિર, 12 ઉપ મંદિર, 9 શિખર અને 9 પીરામીડ શિખરનો સમાવેશ થાય છે. અક્ષરધામ પારંપરિક પત્થર વાસ્તુકલાનો આ અત્યાર સુધીનો સૌથી મોટો અંડાકાર ગુંબજ છે.

world-largest-hindu-temple-swaminarayan-Akshardham-new-jersey

► ચાર પ્રકારના પત્થરથી બનાવવામાં આવ્યું છે મંદિર   

આ મંદિરને એવી રીતે ડીઝાઇન કરવામાં આવ્યું છે કે એક હજાર વર્ષ સુધી આ મંદિર સલામત રહે. અક્ષરધામ મંદિરના દરેક પત્થરની એક કહાની છે. જેમાં ચુનાના પત્થર, ગુલાબી પત્થર, સંગેમરમરના અને ગ્રેનાઈટના પત્થર એમ ચાર પ્રકારના પત્થરનો ઉપયોગ મંદિર બનાવવામાં કરવામાં આવ્યો છે. 

► 2 મિલિયન ક્યુબીક ફીટ પત્થરનો ઉપયોગ

આ મંદિરના નિર્માણમાં લગભગ 2 મિલિયન ક્યુબીક ફીટ પત્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને દુનિયાભરના વિવિધ સ્થળોથી લાવવામાં આવ્યા છે. જેમાં બુલ્ગારિયા અને ટર્કીથી  ચુના પત્થર, ગ્રીસ, ટર્કી અને ઇટલીથી સંગેમરમર, ભારત અને ચીનથી ગ્રેનાઈટ, ભારતથી રેતીના પત્થર, યુરોપ, એશિયા, લેટીન અમેરિકાથી અન્ય ડેકોરેટિવ પત્થર મંગાવવામાં આવ્યા છે.

► 300થી વધુ જળાશયોનું પાણી ધરાવે છે આ વાવ

આ મંદિરના બ્રહ્મકુંડમાં એક પારંપરિક ભારતીય વાવ છે. જેમાં ભારતની પવિત્ર નદીઓ અને અમેરિકાના દરેક 50 રાજ્યો સહીત દુનિયાભરના 300થી વધુ જળાશયોનું પાણી લેવામાં આવ્યું છે. BAPSના આ મંદિરનો ઉદેશ તેના દરેક મંદિરની જેમ સૌર પેનલ ફાર્મ અને એક દશકમાં દુનિયાભરમાં 2 મિલિયનથી વધુ વૃક્ષ વાવવાનું સામેલ છે. 

world-largest-hindu-temple-swaminarayan-Akshardham-new-jersey-diksha-samaroh 

► જાહેર જનતા માટે 18 ઓક્ટોબરથી ખુલ્લુ મુકાશે

ભારતના કારીગર સ્વયંસેવકોના માર્ગદર્શનથી અમેરિકાના સ્વયંસેવકો દ્વારા આ મંદિરના નિર્માણ કાર્યમાં મદદ કરવામાં આવી છે. જેમાં લાખો સમર્થકો એ કામ કર્યું છે. આ મંદિરનું ઉદ્ઘાટન આજે (8 ઓક્ટોબર) BAPS અધ્યાત્મિક પ્રમુખ મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ કરાયું છે. જે જાહેર જનતા માટે 18 ઓક્ટોબરથી ખુલ્લું મુકવામાં આવશે.

► બધી જ ઉંમરનાં લોકોનું યોગદાન

મંદિર નિર્માણમાં લાખો સ્વયંસેવકોએ નિસ્વાર્થ સેવા કરી છે. જેમાં 18 વર્ષમાં યુવાનથી લઈને 60 વર્ષથી વધુની ઉંમરના દરેકે યોગદાન આપતું છે. જેમાં વિદ્યાર્થી, કંપનીના CEO, ડોક્ટર, એન્જીનીયર અને આર્કિટેક પણ સામેલ છે.


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - largest hindu temple in the world  - Akshardham mandir in new jersey - BAPS Swaminarayan Mandir



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us