• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • નવરાત્રીની ધૂમ તૈયારી: વડોદરામાં હિન્દુઓ સિવાયના લોકોની નો-એન્ટ્રી, ટ્રેડિશનલ પોશાક અને તિલક ફરજિયાત..!

નવરાત્રીની ધૂમ તૈયારી: વડોદરામાં હિન્દુઓ સિવાયના લોકોની નો-એન્ટ્રી, ટ્રેડિશનલ પોશાક અને તિલક ફરજિયાત..!

05:12 PM October 07, 2023 admin Share on WhatsApp



નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેલૈયા સહિત આયોજકો પુર જોશમાં તૈયારી કરી રહ્યા છે. અને અવનવા અંદાજમાં Naratri 2023 ને શાંતિપૂર્ણ માહોલમાં Celebrate કરવા માટે તમામ તૈયારીઓને આખરી  ઓપ આપી રહ્યા છે. ત્યારે વડોદરાનાં ડભોઈમાં ગઢભવાની કલ્ચર ગ્રુપ દ્વારા અનોખો નિર્ણય કર્યો  છે. જેમાં દરેક ખેલૈયાઓએ કપાળ પર તિલક કરવાનો નિર્ણય ક્લબ દ્વારા લેવામાં આવ્યો છે. ખેલૈયાઓ તિલક નહી કરે તો એન્ટ્રી પણ નહી આપવાનો નિર્ણય કર્યો છો. ત્યારે લવ જેહાદ અને હિન્દુ યુવતીઓની થતી છેડતીને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે ધારાસભ્ય શૈલેષ મહેતા ગરબાનું આયોજન કરે છે. ત્યારે આ વર્ષે પણ તેમનાં દ્વારા નિર્ણય લેવાયો છે કે બિન હિન્દુને ગરબામાં નહી મળી શકે એન્ટ્રી. 

► ગરબા આયોજકોની છેતરપિંડી

વડોદરામાં નવરાત્રી પર્વમાં તગડી કમાણી આયોજકો દ્વારા કરવામાં આવે છે. ત્યારે ગરબા આયોજકો મા ની આરાધનાના નામે છેતરપિંડી કરી રહ્યા છે. મહાનગર પાલિકા પાસેથી ટોકન ભાડા પેટે મેદાન મેળવવામાં આવે છે. ટોકન ભાડા પેટે મેદાન લે ત્યારે મહિલાઓને ફ્રી પ્રવેશની શરત હોય છે. ઘણાં ગરબા આયોજકોએ આ શરતનો ઉલાળીયો કરી નાંખ્યો છે. 

► આ બાબતે અમે તપાસ કરાવીશુંઃ મેયર(VMC)

વડોદરાનાં મેયર પિન્કીબેન સોનીએ જણાવ્યું હતું કે, વડોદરાએ કલા અને સંસ્કારની નગરી છે. અને વડોદરાનાં ગરબા વિશ્વમાં વિખ્યાત છે. તેમજ દેશ વિદેશથી લોકો ગરબા જોવા અને રમવા આવતા હોય છે.  એની સાથે જ સૌ ભેગા મળી માં ની આરાધનાનું પર્વ સાથે મળીને ઉજવીએ છીએ. વડોદરા મહાનગર પાલિકા દ્વારા એક રૂપિયાની ટોકન ફી લઈ ગરબા માટેનાં મેદાનો આપવામાં આવતા હોય છે. ત્યારે મીડીયા દ્વારા મને જાણવા મળ્યું કે ગરબા આયોજકો દ્વારા આવી કોઈ ફી લેવામાં આવે છે. એ અમારા ધ્યાનમાં હતું નહી. ત્યારે આ બાબતે અમે તપાસ કરાવીશું અને જોઈએ છીએ કે તે દિશામાં અમે શું કરી શકીએ તેમ છીએ. 

► અમદાવાદમાં 50 થી વધુ પાર્ટી પ્લોટોમાં ગરબાનું આયોજન

ગરબાના આયોજનને લઈને લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે અમદાવાદના લગભગ 50 પાર્ટી પ્લોટ ઉપરાંત ફાર્મ હાઉસ અને ક્લબમાં ગરબાના આયોજનો થઈ રહ્યા છે. ગત વર્ષે 42 સ્થળે આયોજન થયા હતાં જેમાં આ વર્ષે વધારો થયો છે. ત્યારે આ અંગે આયોજન પોલીસ પરમિશન માટે ફાયર સેફ્ટી ગવર્મેન્ટ ઓથોરાઈઝ ઇલેક્ટ્રિશિયન અને આર્ટિસ્ટનું સંમતિપત્ર તેમજ સીસીટીવી, પાર્કિંગ અને સિક્યુરિટી ગાર્ડની માહિતી તથા ખેલૈયાઓને વીમા પોલિસી સહિતની બાબતો ફરજિયાત કરાઈ છે. પોલીસે 12 મુદ્દાની ગાઈડલાઈન બહાર પાડી છે. જેમા નોંધ કરાયેલ ડોક્યુમેન્ટ અને સર્ટિફિકેટ આયોજકોએ ફરજિયાત રજૂ કરવાના રહેશે. ત્યારબાદ જ પરમિશન આપવામા આવશે. તેમ જણાવાયું છે.

► ગરબાના આયોજન સ્થળે પુરુષ-મહિલા સિક્યુરિટી ગાર્ડ ફરજિયાત

આયોજકોએ કોઈ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર તથા પાર્કિંગ એરિયા કવર થાય તે રીતે કેમેરા લગાવવા અને તેનું રેકોર્ડિંગ પોલીસ માંગે ત્યારે આપવા સહિત અનેક નિયમ અમલી કરાયા છે. જેમાં સિક્યુરિટી ગાર્ડ અને સ્વયંસેવકો પણ રાખવા પડશે. તથા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ લાઉડ સ્પીકર વગાડવા રાત્રે 12:00 વાગ્યા પછી મંજૂરી અપાશે નહીં. દર્દીઓ વૃદ્ધો અને વિદ્યાર્થીઓને અડચણરૂપ ન થાય તે રીતે અવાજની મર્યાદા પણ નક્કી કરાઈ છે. આથી લાઉડ સ્પીકર આયોજકોએ મર્યાદામાં જ વગાડવાનું રહેશે.

► પોલીસે 12 મુદ્દાની ગાઈડલાઈન જારી કરી 

ગરબા જોવા આવતા લોકોને અડચણ ઊભી ન થાય તેવી માટે પાર્કિંગની વ્યવસ્થાએ સ્વયંસેવકો પણ રાખવા પડશે. તથા ગરબાના આયોજનના સ્થળે ટ્રાફિકજામ ન થાય તે માટે સ્થળથી 100 મીટર દૂર પાર્કિંગની વ્યવસ્થા રાખવા જણાવ્યું છે. એટલું જ નહીં વધુ ટ્રાફિક થશે તો ગરબાના આયોજનની પરમિશન પણ રદ કરી દેવા સુધીના આકરા નિર્ણયો લેવાશે.


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Navratri Traditional Wear clothes Rules - Navratri Party Plot Gujarat - Ahmedabad - Vadodara - Rajkot - Gandhinagar -Surat - Mumbai



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં સિંહ, દીપડો અને હવે વાઘ, એકીસાથે હોય તેવું પહેલું રાજ્ય, 33 વર્ષ બાદ મળ્યું ગૌરવ

  • 26-12-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 ડિસેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-12-2025
    • Gujju News Channel
  • અમદાવાદમાં કોલ્ડપ્લે બાદ હવે શકીરાનો LIVE કોન્સર્ટ યોજાઈ શકે, અમદાવાદીઓ આવકારવા તત્પર
    • 25-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 ડિસેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત
    • 24-12-2025
    • Gujju News Channel
  • પુત્રના જન્મદિવસે ટ્રાફિક રોકી આતશબાજી કરનાર બિલ્ડરને પોલીસે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો
    • 24-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 ડિસેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-12-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં આ તારીખથી કડકડતી ઠંડી, અંબાલાલ પટેલ-હવામાન વિભાગની ચેતવણી
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 ડિસેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-12-2025
    • Gujju News Channel
  • રાજ્યમાં 26 સિનિયર IASની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક
    • 23-12-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us