
યુપીના ફરુખાબાદમાં એક સેક્સ રેકેટ ઝડપાયું છે. આ સેક્સ રેકેટમાં ચોંકાવનારી વાત એ છે કે તે પિઝા હાઉસમાં ચાલતું હતું. ઉપરથી પિઝા હાઉસનું બોર્ડ માર્યું હતું પરંતુ અંદરખાને લોકોને છોકરીઓ પણ પૂરી પાડવામાં આવતી હતી. પોલીસે આ કેસમાં એક નિવૃત પોલીસ ઈન્સપેક્ટર અને તેમના પુત્રની ધરપકડ કરી છે. ડીએમ-એસપી આવાસ અને પોલીસ લાઇનના નાકની નીચે આવેલા પિઝા હાઉસમાં ઘણા વર્ષોથી ચાલતી વેશ્યાવૃત્તિનો પર્દાફાશ થયો છે. ડીએમ સંજય કુમાર સિંહના આદેશ પર સિટી મેજિસ્ટ્રેટ સતીશ ચંદ્ર અને સીઓ સિટી પ્રદીપ સિંહે મહિલા પોલીસની સાથે પિઝા હાઉસ પર દરોડા પાડ્યા હતા.
સ્થળ પર ડિગ્રી કોલેજની 9 વિદ્યાર્થીનીઓ અને 11 યુવકો વાંધાજનક હાલતમાં ઝડપાયા હતા. પોલીસ દ્વારા પૂછપરછ બાદ વિદ્યાર્થિનીઓ અને યુવકોને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. પિઝા હાઉસને સીલ કરી દેવામાં આવ્યું છે.
ફતેહગઢના રહેવાસી નિવૃત્ત ઇન્સ્પેક્ટર પ્રમોદ કુમાર અગ્નિહોત્રી નગરના મોહલ્લા બંખારિયા ડિસ્ટ્રિક્ટ જેલના ચોક પાસે રહે છે. નાના પુત્ર પ્રદીપ કુમાર અગ્નિહોત્રીએ ઘણા વર્ષો પહેલા ડીએમ-એસપીના આવાસ અને પોલીસ લાઇનની વચ્ચે મોહલ્લા ગ્વાલટોલી ટિલિયાનમાં ઘર બનાવ્યું હતું. પ્રદીપે પોતાના ઘરમાં શિકાગો પિઝા હાઉસ ખોલ્યું. ઉપરના માળે ઘણા નાના ઓરડાઓ બાંધવામાં આવ્યા હતા. આ પછી વેશ્યાવૃત્તિ શરૂ થઈ. શનિવારે એક યુવકે પીત્ઝા હાઉસના કેટલાક ફૂટેજ ડીએમને બતાવ્યા. ડીએમના આદેશ પર સિટી મેજિસ્ટ્રેટ, સીઓ સિટી, ફતેહગઢ કોટવાલ સચિન કુમાર સિંહ, મહિલા એસઓ લલિતા મહેતાએ ફોર્સ સાથે પિઝા હાઉસ પર દરોડો પાડ્યો હતો. જ્યારે અધિકારીઓ ઉપરના માળે પહોંચ્યા ત્યારે તેમને રૂમમાં યુવક-યુવતીઓ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા. ઝડપાયેલી વિદ્યાર્થિનીઓને મહિલા પોલીસ સ્ટેશનમાં મોકલી દેવામાં આવી હતી. પોલીસે વિદ્યાર્થિનીઓ અને યુવકોની પૂછપરછ કર્યા બાદ તેમના પરિવારજનોને બોલાવીને તેમને સોંપ્યા હતા. એસપી વિકાસ કુમારે જણાવ્યું કે દેહવ્યાપારમાં રોકાયેલા પિતા-પુત્રની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
યૂપીના મુઝફ્ફરનગર જિલ્લાના એક ઘરમાં આ મકાનમાલિક ગંદુ કામ કરી રહી હતી. માહિતી મળતા જ પોલીસની ટીમો દરોડા પાડવા પહોંચી ગઈ હતી અને અંદરનો નજારો જોઈને પોલીસ પણ સ્તબ્ધ રહી ગઈ હતી. પોલીસ દરોડા પડતાં અંદર શરીરસુખ માણી રહેલા લોકો ભાગવા લાગ્યાં હતા પરંતુ પોલીસે એકને પણ જવા ન દીધા અન બધાને પકડી લીધા, આ રીતે 8 લોકોને ઉપાડીને પોલીસ લઈ ગઈ. આ સેક્સ રેકેટની સૂત્રધાર મકાન માલકણ છે જે તેના ઘેરમાં બહારથી છોકરીઓને બોલાવીને આ કામ કરાવતી અને આ રીતે તે કમિશન ખાતી હતી. પોલીસે તેની પણ ધરપકડ કરી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - jaane jaan netflix film story - Entertainment news - Best Crime Thriller News Gujarati