
India Canada News : ભારત અને કેનેડાના વિવાદ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખાલિસ્તાન મામલે બંને દેશ માટે તણાવ વધતાં ભારત સરકારે આજે મોટો નિર્ણય લીધો છે અને કેનેડાના નાગરિકો માટે. વિદેશ મંત્રાલયે વિઝા સેવા સ્થગિત કરી દીધી છે. વિવાદ વચ્ચે પહેલા બંને દેશોના રાજદ્વારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે નવી દિલ્હીએ કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. નોંધનીય છે કે, કેનેડાના PMએ ભારત પર ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવતા બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો.
BLS ઈન્ટરનેશનલ – એક ઓનલાઈન વિઝા એપ્લિકેશન સેન્ટર જે ભારત અને અન્ય દેશોની અરજીઓનું સંચાલન કરે છે, તેણે તેની વેબસાઈટ પર એક સૂચનામાં આ મેસેજ પોસ્ટ કર્યો: "ઓપરેશનલ કારણોસર, 21 સપ્ટેમ્બર, 2023થી, ભારતીય વિઝા સેવાઓ આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે." "કૃપા કરીને વધુ અપડેટ્સ માટે BLS વેબસાઇટ જોતા રહો."
કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદી નેતાની હત્યાને લઈને બંને દેશો વચ્ચે વધી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે આ નિર્ણય આવ્યો છે. PM મોદી જસ્ટિન ટ્રુડોએ જૂનમાં ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની 'સંભવિત' સંડોવણીનો આરોપ મૂક્યો હતો, જેનાથી કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી વિવાદ સર્જાયો હતો.
બુધવારે ભારતીય વિદેશ મંત્રાલયે એક એડવાઈઝરી જારી કરીને કેનેડા જનારા લોકોને સાવચેત રહેવા જણાવ્યું હતું. એવા કોઈ પણ વિસ્તારમાં ન જશો જ્યાં કોઈ ભારત વિરોધી ઘટના બની હોય અથવા એવું કંઈક બનવાની સંભાવના હોય. આ એડવાઈઝરી કેનેડા સ્થિત ભારતીય હાઈ કમિશનની વેબસાઈટ પર પણ જાહેર કરવામાં આવી છે. ભારતે એમ પણ કહ્યું કે, કેનેડામાં હેટ ક્રાઇમમાં વધારો થયો છે અને ત્યાં જતી વખતે સાવચેત રહેવાની જરૂર છે. ભારતની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, 'કેનેડામાં અપરાધ, ભારત વિરોધી ગતિવિધિઓ અને નફરતના ગુનાઓમાં વધારો થયો છે. આને ધ્યાનમાં રાખીને તમામ ભારતીયોને કેનેડાના એવા વિસ્તારોની મુલાકાત લેતી વખતે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે જ્યાં ભારત વિરોધી ઘટનાઓ બની હોય. એટલું જ નહીં, ભારત સરકારે કહ્યું છે કે અમારા અધિકારીઓ કેનેડામાં રહેલા લોકોના સંપર્કમાં રહેશે. કોઈપણ સમસ્યા માટે તાત્કાલિક સંપર્ક કરી શકાય છે અને જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.
ભારતીયો માટે કેનેડા અત્યારે એજ્યુકેશન હબ બની ગયું છે. દરમિયાન બંને દેશ વચ્ચે સંબંધ વણસતાં ત્યાં રહેતા ભારતીયો અને અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સ માટે હવે શું થાશે એ મૂંઝવતો સવાલ ઘુમરાઈ રહ્યો છે. આ દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયે કેનેડામાં રહેતા ભારતીય સ્ટુડન્ટ્સ અને ભારતના નાગરિકો માટે એવી એડવાઈઝરી જારી કરી છે કે કેનેડામાં ભારતવિરોધી ગતિવિધિઓ વધી રહી છે. માટે ત્યાં રહેતા સ્ટુડન્ટ્સ અને નાગરિકોએ સાવધાનીથી અને ચેતીને રહેવું જોઈએ. કેનેડામાં ભારતીયો પ્રત્યે હેટક્રાઈમમાં પણ વધારો થઈ રહ્યો છે, તેથી સતર્કતાથી રહેવું જરૂરી બની જાય છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - India Canada News In Gujarati