• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • હેલ્થ
  • PM મોદીની માતા 100 વર્ષે પણ તંદુરસ્ત, જાણો શું છે તેમના સ્વાસ્થ્યનું રહસ્ય..

PM મોદીની માતા 100 વર્ષે પણ તંદુરસ્ત, જાણો શું છે તેમના સ્વાસ્થ્યનું રહસ્ય..

11:22 AM June 16, 2022 admin Share on WhatsApp



18 જૂન 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદી (હીરાબા)નો જન્મદિવસ છે. આ વર્ષે હીરાબા 100માં વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. 100 વર્ષની ઉંમરે પહોંચી ગયા હોવા છતાં હીરાબા એકદમ સ્વસ્થ છે અને હજુ પણ કોઈના ટેકા વિના જ હરેફરે છે. વાસ્તવમાં હીરાબા વર્ષોથી તેમના નાના પુત્ર પંકજ મોદી સાથે ગાંધીનગરમાં રહે છે. અને હીરાબા આ ઉંમરે પણ પોતાનું તમામ કામ જાતે જ કરે છે.

હીરાબાને સાદું ભોજન ગમે છે
હીરાબાના સ્વાસ્થયનુ સૌથી મોટુ કારણ તેમના સાદા ભોજનમાં છુપાયેલું છે. હીરાબા મોટાભાગે ઘરનું રાંધેલું ભોજન જ ખાય છે. તેઓ ખીચડી, દાળ, ભાત જેવી વસ્તુઓ વધુ ખાય છે. તેમને મીઠી લસ્સી ખૂબ ગમે છે. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ નિમિત્તે હીરાબાના આશીર્વાદ લેવા આવે છે, ત્યારે તેમનું મોં ખાંડ અથવા લાપસીથી મીઠુ કરાવે છે. અને જ્યારે પણ વડાપ્રધાન હીરાબા સાથે ભોજન કરે છે, ત્યારે રોટલી, શાક, દાળ, ભાત અને સલાડ જેવો સાદો ખોરાક રહે છે. એવામાં હીરાબાના જન્મદિવસે પણ લાપસી બનાવીને PM મોદીનુ મોં મીઠું કરાવે તો નવાઈ નહીં.

કોરોના કાળમાં રસી લઈને સમાજને આપેલું ઉદાહરણ
હીરાબા ભલે 100 વર્ષના થઈ રહ્યા હોય, પરંતુ કોરોનાના સમયે પણ જ્યારે લોકોના દિલમાં રસીને લઈને મૂંઝવણ હતી ત્યારે તેમણે પોતે જ રસી લઈને સમાજની સામે એક દાખલો બેસાડ્યો હતો. 6 મહિના પહેલા તેઓએ પોતે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા શાળાએ ગયા હતા અને લોકશાહીના ઉત્સવમાં ભાગ લીધો હતો. 

હીરાબાની તબિયત સામાન્ય લોકો કરતા ઘણી સારી છે
અમદાવાદના એક ડાયટિશિયન કહે છે કે, 100 વર્ષની ઉંમરે પણ હીરાબાની બીમારીના બહુ સમાચાર નથી. તેમનું સ્વાસ્થ્ય સામાન્ય લોકોના સ્વાસ્થ્ય કરતાં ઘણું સારું છે. સાદો ખોરાક એ સ્વસ્થ જીવનની નિશાની છે. અને તે હંમેશા સાદું ખાવાનું પસંદ કરે છે, તેમાં પણ ઘરનું રાંધેલું ભોજન. હીરાબાએ પોતાનું આખું જીવન ખૂબ જ સાદગીમાં વિતાવ્યું છે. સ્વસ્થ જીવન કેવી રીતે જીવવું તે માટે હીરાબા એક ઉત્તમ ઉદાહરણ છે. સાથે જ પોતાનુ તમામ કામ જાતે જ કરવાથી તેઓની શારીરિક કસરત પણ થઈ જાય છે માટે તેઓમાં સરસ જોમ અને જુસ્સો રહે છે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અમદાવાદમાં કોલ્ડપ્લે બાદ હવે શકીરાનો LIVE કોન્સર્ટ યોજાઈ શકે, અમદાવાદીઓ આવકારવા તત્પર

  • 25-12-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 ડિસેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત
    • 24-12-2025
    • Gujju News Channel
  • પુત્રના જન્મદિવસે ટ્રાફિક રોકી આતશબાજી કરનાર બિલ્ડરને પોલીસે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો
    • 24-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 ડિસેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-12-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં આ તારીખથી કડકડતી ઠંડી, અંબાલાલ પટેલ-હવામાન વિભાગની ચેતવણી
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 ડિસેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-12-2025
    • Gujju News Channel
  • રાજ્યમાં 26 સિનિયર IASની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 ડિસેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર્વતના વિવાદ પર્યાવરણ મંત્રીનું મોટું એલાન : 'અતિ જરુરી સિવાય નવી માઈનિંગ લીઝ નહીં'
    • 22-12-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us