
Aaj Ka Rashifal | આજનું રાશિફળ(20 સપ્ટેમ્બર 2023) તમામ રાશિના જાતકો (Daily Horoscope) માટેનું દૈનિક રાશિ ભવિષ્ય..
Horoscope Today | Aaj Nu Rashifal (આજનું રાશિફળ): તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર-ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ, નોકરી અને કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ...
(જેનું નામ અ. લ. ઈ. થી શરૂ થાય છે)
બુધવાર, 20 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે તમને વેપારમાં મહેનત છતાં ઓછો લાભ મળશે પરંતુ જરૂરિયાતોને પૂરી કરવામાં સફળ રહેશો. નોકરીમાં આજ નવા અધિકાર મળી શકે છે, જેનાથી કામનો બોજ વધારે રહેશે. સંતાનના વિવાહમાં આવી રહેલી કોઇ પરેશાનીનો ઉકેલ મળશે. અગાઉ કોઇને ઉધાર આપેલા નાણાં આજે પરત મળી શકે છે.
(જેનું નામ બ. વ. ઉ. થી શરૂ થાય છે)
બુધવાર, 20 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે સામાજિક કાર્યોથી તમારી લોકપ્રિયતામાં વધારો થશે. જમીન-સંપત્તિને સંબંધિત કોઇ મોટો કેસ ચાલી રહ્યો હશે તો તેમાં તમને જીત મળી શકે છે. જો કે, આજે માતાના સ્વાસ્થ્યના કારણે થોડી પરેશાની રહી શકે છે. આજે કોઇ યાત્રા પર સાવધાનીપૂર્વક જાવ, કારણ કે તેનાથી ધનખર્ચ વધી શકે છે. આજે સાંજે મિત્રોની સાથે મોજમસ્તીમાં વિતાવશો.
(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)
બુધવાર, 20 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે વિદ્યાર્થીઓ પરિક્ષાની તૈયારી વ્યસ્ત રહેશે, તો જ તેઓને સફળતા મળશે. જીવનસાથી સાથે તણાવ ચાલી રહ્યો હશે તો તે આજે ખતમ થઇ જશે અને બંનેની વચ્ચે પ્રેમ વધુ મજબૂત થઇ જશે. પ્રેમ સંબંધમાં લોકોને આજે સારાં સમાચાર મળી શકે છે. સાંજના સમયે તમે પરિવારની સાથે દેવ દર્શનની યાત્રા પર જઇ શકો છો. બિઝનેસ સાથે જોડાયેલા લોકો આજે નવા અવસર મળશે
(જેનું નામ ડ. હ. થી શરૂ થાય છે)
બુધવાર, 20 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે ઘરે અથવા નોકરી ક્ષેત્રે કોઇ સભ્યની વાત ખરાબ લાગી શકે છે. આજે સાંજના સમયે તમે કોઇ સંબંધીના ઘરે જવાનો કાર્યક્રમ બનાવી શકો છો. આજે તમારાં ઘર અથવા કારોબારી સંબંધિત નિર્ણય સમજદારી અને સભાનતાપૂર્વક લેશો તો ફાયદો મળશે. લાંબા સમયથી અટકેલા કામને આજે પૂર્ણ કરવાની કોશિશ કરશો.
(જેનું નામ મ. ટ. થી શરૂ થાય છે)
બુધવાર, 20 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરવામાં સફળ રહેશો, જેમાં માતા પિતાની મદદ મળશે. પરિવાર માટે કોઇ ખરીદી કરી શકો છો, પરંતુ તમારી આવકને ધ્યાનમાં રાખી લિસ્ટ તૈયાર કરો. શારિરીક રીતે કમજોરી વર્તાય તો આરામ કરો. આજે સાંજના સમયે મિત્રો સાથે બહાર ફરવાનું પ્લાનિંગ બનાવી શકો છો, આ દરમિયાન વાહનનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખો.
(જેનું નામ પ. ઠ. ણ. થી શરૂ થાય છે)
બુધવાર, 20 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે તમારો દિવસ દાન-પૂણ્યમાં વિતશે, આજે તમારી અંદર પરોપકારની ભાવના વધશે, જેની પાછળ ધનખર્ચ થશે. આજે તમારો મોટાંભાગનો સમય ધાર્મિક અનુષ્ઠાનોમાં વ્યતિત થશે. ઓફિસમાં આજે નવી યોજનાઓ પર કામ શરૂ થઇ શકે છે. આજે તમારો ઉત્સાહ જોઇ શત્રુ પ્રોત્સાહિત થશે. બિઝનેસ કરતા લોકોને આત્મવિશ્વાસ પર દમ કરેલા કામમાં સફળતા ચોક્કસથી મળશે. આજે તમારાં કાર્યોને પૂર્ણ કરવા માટે થોડો ખર્ચ પણ થઇ શકે છે. આજે સાંજના સમયે તમે તમારાં કોઇ મિત્રની મદદ માટે આગળ આવી શકો છો.
(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)
બુધવાર, 20 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે તમે તમારાં અમુક કાર્યો ભાગ્ય પર છોડી દેશો તો અત્યાધિક લાભ થઇ શકે છે. જો કે, સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો કારણ કે જૂનો રોગ પરેશાન કરી રહ્યો હોવ તો તેના કષ્ટના કારણે તમને પરેશાની થઇ શકે છે. સાંજના સમયે તમે મિત્રોની સાથે કોઇ ધાર્મિક કાર્યક્રમમાં વ્યસ્ત રહેશે, જેનાથી પરિવારના લોકો પણ નારાજ થઇ શકે છે.
(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)
બુધવાર, 20 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : જો ભાગીદારીમાં કોઇ વ્યવસાય કર્યો છે તો તમને વધુ લાભ મળશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સાસરી પક્ષ તરફથી સન્માન મળશે, કોઇની પાસેથી અગાઉ ઉધાર લીધું હશે તો તેની ચૂકવણી આજે કરી શકો છો. રોજગારની દિશામાં નવા અવસર મળશે.
(જેનું નામ ભ. ધ. ફ. ઢ. થી શરૂ થાય છે)
બુધવાર, 20 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : રાજનીતિની દિશામાં કામ કરતા લોકોને આજે સાર્વજનિક બેઠકો કરવાનો અવસર મળશે, જેનાથી જન સમર્થન વધશે. સાંજથી લઇ રાત સુધી કોઇ ધાર્મિક કાર્યમાં ભાગ લઇ શકો છો, જેમાં તમારી મુલાકાત કેટલાંક પ્રભાવશાળી લોકોથી થશે. આજે ધૂમધામ અને દેખાડા પર ખર્ચ કરવાથી બચો.
(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)
બુધવાર, 20 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમે તેને યોગ્ય બનાવાની દિશામાં કરવામાં આવેલા કાર્યોમાં પ્રગતિ રશો, પરંતુ આજે કોઇ પણ વ્યક્તિને પૈસા ઉધાર આપવાથી બચો. વેપારમાં ધન એકઠું કરવાના પ્રયાસો સફળ બનશે. તમારાં મિત્રોનો આજે સહયોગ મળશે અને નવા મિત્રો સાથે મુલાકાત પણ થશે. આજે તમે પિતાની સલાહથી જે પણ કાર્યો કરશો તેમાં અવશ્ય સફળ થશો.
(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)
બુધવાર, 20 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે તમે ભાગીદારીમાં વ્યવસાય ચલાવી રહ્યા છો તો તેનો લાભ આપી શકે છે, અને પૂર્વજોએ કમાયેલું કેટલુંક ધન મળવાની પણ સંભાવના છે. આજે જીવનસાથી તમારી મદદ કરી શકે છે, જેનાથી અટકેલું ધન પણ પરત મળશે. જો કે, આજના દિવસે કોઇને વણમાગી સલાહ ના આપો નહીં તો તમને હાનિ થઇ શકે છે.
(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)
બુધવાર, 20 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે કોઇ કલાત્મક કાર્ય કરવામાં તમારી રૂચિ વધશે. સંપત્તિ ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા હોવ તો આજે સરળતાથી મળી જશે. માતા પ્રત્યે સ્નેહ વધશે અને પરિવારમાં માહોલ ખુશનુમા રહેશે. વેપારમાં કોઇ નવા બદલાવમાં આજે સફળતા અને ફાયદો મળશે.
(Home Page- gujju news channel)
આજ નું રાશિફળ, દૈનિક રાશિફળ, Get Today Horoscope, Daily, Weekly, Monthly & Yearly Rashifal of Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius, Pisces, Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel