
દૈનિક રાશિ ભવિષ્ય(17 સપ્ટેમ્બર 2023)તમામ રાશિના જાતકો (Zodiac Sings) માટેનું આજનું રાશિફળ..
આજનું રાશિફળ| Horoscope Today | Aaj Ka Rashifal : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર-ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ, નોકરી અને કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું દૈનિક રાશિફળ | દૈનિક રાશિ ભવિષ્ય... કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે, કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે?
(જેનું નામ અ. લ. ઈ. થી શરૂ થાય છે)
રવિવાર, 17 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે તમારે કોઇ પણ પ્રકારના ધાર્મિક વિવાદમાં પડવાથી બચવું પડશે નહીં તો તમારાં માટે નવી સમસ્યાઓ ઉભી થઇ શકે છે. તમારાં દ્વારા શરૂ કરવામાં આવેલા નવા વ્યવસાયમાં આજે લાભના નવા અવસર પ્રાપ્ત થશે. આજીવિકા ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયાસો ફળીભૂત થશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. બિઝનેસમાં શત્રુઓથી સાવધાન રહો, અન્યથા તેઓ તમારું કામ બગાડવાની કોશિશ કરી શકે છે.
(જેનું નામ બ. વ. ઉ. થી શરૂ થાય છે)
રવિવાર, 17 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે પ્રેમ સંબંધમાં કોઇ બાબતે વિવાદ થઇ શકે છે. પરિવારમાં માતા સાથે વૈચારિક મતભેદના કારણે માનસિક કષ્ટ થઇ શકે છે. જો વ્યવસાયમાં જોખમ ઉઠાવશો તો ફાયદો મળી શકે છે. વિદ્યાર્થીઓએ આજે શિક્ષા માર્ગમાં આવી રહેલી અડચણોને દૂર કરવા શિક્ષકો અને વરિષ્ઠની સલાહ લેવી અનિવાર્ય છે.
(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)
રવિવાર, 17 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે વ્યવસાયમાં કોઇ ડીલ ફાઇનલ થવાથી ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. જો તમારી કોઇ પ્રિય અને મૂલ્યવાન વસ્તુ ચોરી થઇ ગઇ છે અથવા ખોવાઇ ગઇ છે તો તે આજે મળી શકે છે. આજે અનાવશ્યક ખર્ચાથી બચો, તમારી આવકને ધ્યાનમાં રાખીને જ ખર્ચ કરો. આજે શાસન સત્તામાં બેઠેલા લોકોનો ભરપૂર સાથે મળશે, જે જોઇને શત્રુઓને ઇર્ષા થઇ શકે છે.
(જેનું નામ ડ. હ. થી શરૂ થાય છે)
રવિવાર, 17 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે વ્યાવસાયિક યોજનાઓને ગતિ મળશે, જેનાથી તમારી વ્યાવસાયિક યાત્રાઓ નિશ્ચિત રીતે સફળ થશે અને ધનના દ્વાર ખુલશે. નાના વેપારીઓને આજે આવકની કમીનો અનુભવ થશે. તમારાં બાળકોને સારું કામ કરતા જોઇ ખુશી થશે. સાંજનો સમય મિત્રો સાથે મોજમસ્તીમાં પસાર કરશો. આજે જીવનસાથી માટે સમય કાઢી શકશો, જેનાથી તેઓને ખુશી મળશે.
(જેનું નામ મ. ટ. થી શરૂ થાય છે)
રવિવાર, 17 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે વિદ્યાર્થીઓને ગુરૂજનોનો સહયોગ પ્રાપ્ત થશે. કોઇ યાત્રા પર જવાનો નિર્ણય ઉતાવળે ના લો નહીં તો ધન ખર્ચની સંભાવના છે. વરિષ્ઠ સભ્યોની સાથે ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા થઇ શકે છે. આજે ઉધાર લેવાનું ટાળો નહીં તો ભવિષ્યમાં તકલીફ થઇ શકે છે. આજે કોઇ સંબંધી સાથે તણાવના યોગ પણ બની રહ્યા છે. સાસરી પક્ષ તરફથી આર્થિક લાભ મળશે.
(જેનું નામ પ. ઠ. ણ. થી શરૂ થાય છે)
રવિવાર, 17 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે કાર્ય ક્ષેત્રમાં ભારે આર્થિક લાભ મેળવવા માટે આળસ છોડી મહેનત કરવી પડશે. આ દરમિયાન તમારાં સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો અને જરૂર પડ્યે ડોક્ટરની સલાહ લો. બિઝનેસમાં કોઇ નવા કામમાં તમે વ્યસ્ત રહેશો, જેમાં તમારે સહકર્મીઓના સહયોગની જરૂર પડશે. જૂના ઋણમાંથી આજે મુક્તિ મળી શકે છે. સાંજનો સમય માતા પિતાની સેવામાં પસાર કરશો.
(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)
રવિવાર, 17 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : જો આજે કોઇ નવા કામની શરૂઆત કરશો તો અત્યાધિક લાભ મળી શકે છે. વિદેશમાં રહેતા કોઇ સંબંધી તરફથી શુભ સમાચાર મળી શકે છે. વિદ્યાર્થી વર્ગને આર્થિક દ્રષ્ટિએ કરવામાં આવેલા પ્રયાસોમાં સફળતા મળશે. ઓફિસમાં જો કોઇ વિવાદ છે તો તેમાં ના પડો, નહીં તો કાયદાકીય મામલો બની શકે છે અને તમારી વેતન વૃદ્ધિ પણ અટકી શકે છે.
(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)
રવિવાર, 17 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : રોજગારની દિશામાં કામ કરી રહેલા જાતકોને આજે કોઇ વિશેષ સુચના મળવાથી મન પ્રસન્ન રહેશે. જો કોઇ સંસ્થા પાસેથી ઉધાર લેવાનું વિચારી રહ્યા હોવ તો તે સરળતાથી મળી જશે. વિવાહ યોગ્ય જાતકોને સારાં પ્રસ્તાવ મળશે અને પરિવારના સભ્યોની મંજૂરી પણ મળી શકે છે. માતાની જૂની બીમારી પરેશાન કરી શકે છે. જીવનસાથીનો આજે ભરપૂર સહયોગ મળશે.
(જેનું નામ ભ. ધ. ફ. ઢ. થી શરૂ થાય છે)
રવિવાર, 17 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : નોકરિયાતવર્ગ જેઓ પોતાના રોજગારમાં પરિવર્તનનું વિચારી રહ્યા છે તેમાં થોડી અડચણો આવી શકે છે અને શત્રુ પરેશાન કરવાના પ્રયત્નો કરી શકે છે. જો તમે પાર્ટનરશિપમાં બિઝનેસ કરવાનો નિર્ણય કરી રહ્યા હોવ તો આજનો દિવસ શુભ છે. તમારી આર્થિક સ્થિતિને વધારે સારી બનાવવા માટે સાંજના સમયે કોઇ કામ કરશો તો તેમાં સફળતા ચોક્કસથી મળશે. અવિવાહિતોને યોગ્ય સંબંધ મળવાની સંભાવના છે.
(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)
રવિવાર, 17 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે સાંજના સમયે કોઇ પ્રિયજન સાથે મુલાકાત થશે અને નવા લાભદાયક સોદા પણ મળી સકે છે. જૂના માનસિક તણાવમાં આજે રાહત મળશે. સાંજના સમયે કોઇ ધાર્મિક કાર્યમાં તમારી રૂચિ વધશે. આજે પરિવારજનોની સાથે કોઇ યાત્રાની સ્થિતિ સુખદ અને લાભપ્રદ રહેશે. સાંજના સમયે તમે કોઇ મિત્રની મદદ કરવા આગળ આવશો.
(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)
રવિવાર, 17 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : જો તમે કોઇ સંપત્તિના સોદાનું મન બનાવ્યું છે, તો તેમાં અવશ્ય સફળ થશો. રાજનીતિની દિશામાં કરવામાં આવેલા પ્રયાસો ફળીભૂત થશે. સામાજિક કાર્યોમાં તમારી રૂચિ વધશે. જૂના કોર્ટ કેસમાં આજે તમને લાભ મળવાના યોગ બની રહ્યા છે સાંજના સમયે પાર્ટનર સાથે કોઇ સ્થળની મુલાકાતનું પ્લાનિંગ બનાવી શકો છો.
(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)
રવિવાર, 17 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે કાર્યક્ષેત્રમાં તમને લાભદાયક સોદા મળશે, પરંતુ મન થોડું પરેશાન રહી શકે છે. પરિવારના સભ્ય સાથે મળીને કોઇ સરપ્રાઇઝ પાર્ટીનું આયોજન કરી શકો છો. આજે પિતાના માર્ગદર્શન હેઠળ કરેલા કાર્યોમાં સફળતા અવશ્ય મળશે. ભાઇ બહેનોની સાથે સંબંધોમાં મધુરતા આવશે, પરંતુ સાસરી પક્ષ તરફથી તણાવ થઇ શકે છે.
(Home Page- gujju news channel)
આજ નું રાશિફળ, દૈનિક રાશિફળ, Get Today Horoscope, Daily, Weekly, Monthly & Yearly Rashifal of Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius, Pisces, Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel