• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • Online Fraud : પેન્સિલ પેકેજિંગની નોકરીની ખોટી જાહેરાત આપનારા સામે HPPL કંપનીએ નોંધાવી ફરિયાદ...

Online Fraud : પેન્સિલ પેકેજિંગની નોકરીની ખોટી જાહેરાત આપનારા સામે HPPL કંપનીએ નોંધાવી ફરિયાદ...

02:39 PM September 10, 2023 admin Share on WhatsApp



Online Fraud Cyber Crime : ઘરે બેઠા પેન્સિલનું પેકિંગ કરીને ઓનલાઈન હજારો પૈસા કમાઓ..(Work From Home pencil packging) આવી જાહેરાત તમે જૂઓ તો ચેતજો..! કારણ કે આવી જાહેરાત પૈસા કમાવવાના નામે છેતરપિંડી આચરી રહી છે. જેને લઈને પેન્સિલની બ્રાન્ડેડ કંપનીઓએ હવે કાયદેસરની કાર્યવાહી કરી છે. અને આવા લેભાગુ તત્વો સામે પગલા લીધા છે. ૧૯૫૮માં સ્થપાયેલી લેખન સામગ્રી અને સ્ટેશનરી વસ્તુઓના પ્રખ્યાત ભારતીય ઉત્પાદક, હિંદુસ્તાન પેન્સિલ્સ પ્રાઇવેટ લિમિટેડ (HPPL), ખોટી નોકરીના કૌભાંડોથી નિર્દોષ લોકોને સુરક્ષિત રાખવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છે.


આ પણ વાંચો : ઘરે બેઠા કમાણી કરવી છે ? પરિણીત કે અપરિણીત મહિલા કરી શકે છે આ સરળ કામ...

આ પણ વાંચો : ધોરણ 12 પછી વિદેશ ભણવા જવું છે? જાણો કેટલો થશે ખર્ચ અને તેની પ્રક્રિયાને લગતી માહિતી...


► નામાંકિત બ્રાન્ડના નામે આચરી છેતરપિંડી!

તાજેતરના સમયમાં, કંપનીએ નોંધ્યું છે કે તેની આઇકોનિક બ્રાન્ડ નટરાજ અને અપ્સરાના નામે ખોટી રીતે છેતરપિંડીયુક્ત જોબ ઑફરોના કિસ્સા સામે આવી રહ્યા છે.  આ ધોકાધડીઓ એચપીપીએલ ના કાયદેસર પ્રતિનિધિઓ હોવાનો ઢોંગ કરી રહ્યા છે. તેઓ ગૂગલ, લિંકેડીન, વહાર્ટસઅપ અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ્સ સહિત વિવિધ ડિજિટલ માધ્યમો દ્વારા ઘર બેસી પેન્સિલ પેકેજિંગ નોકરીની તકો માટે નિર્દોષ વ્યક્તિઓને છેતરવા માટે એચપીપીએલ ના નોંધાયેલ ઓફિસ સરનામા તેમજ તેમના કર્મચારીઓના ચિત્રોનો દુરુપયોગ કરે છે. 

► નટરાજ કે HP કંપનીએ ક્યારેય આવી જાહેેરાત આપી નથી

 એડવાન્સ ટેક્નોલોજી દ્વારા વર્ષ ૧૯૫૮થી પેન્સિલ અને અન્ય સ્ટેશનરી વસ્તુઓના ઉત્પાદનમાં અગ્રેસર હોવાને કારણે, એચપીપીએલ એ ક્યારેય હોમ પેન્સિલ પેકિંગ જોબના કામની આવી કોઈ રોજગાર ઓફરને અધિકૃતતા આપી નથી. એચપીપીએલ માં ભરતી એક સુસ્થાપિત પસંદગી પ્રક્રિયા દ્વારા જ કરવામાં આવે છે. તે સ્પષ્ટ કરવામાં આવે છે કે એચપીપીએલ દ્વારા કોઈપણ વેબસાઇટ અથવા એજન્સીઓને તેની સાઇટ પર નોકરીની ખાલી જગ્યા બતાવવા અથવા એચપીપીએલ વતી ભરતી માટેની કોઈપણ અરજી સ્વીકારવા માટે અધિકૃત કરવામાં આવી નથી. તેઓ કોઈપણ સંજોગોમાં નોકરી ઇચ્છુકો પાસેથી કોઈપણ પ્રકારના નાણાંની માંગણી પણ કરતાં નથી. તેથી, એવી કોઈપણ જોબ પોસ્ટિંગ કે જેમાં ઘરેથી કામ કરવા માટે પેન્સિલ પેકિંગ જોબના બદલામાં પૈસા માંગવામાં આવે છે તે બધી ખોટી, બોગસ અને નકલી છે.

► નકલી ઓનલાઈન જોબવર્કના પેજ હટાવાયા

હિન્દુસ્તાન પેન્સિલ્સે આ ધોકાધડીઓ સામે કડક વલણ અપનાવ્યું છે અને આ છેતરપિંડીયુક્ત નોકરીની ઓફરનો પ્રચાર કરવા માટે જવાબદાર લોકો સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવા માટે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરી છે. અત્યાર સુધી એચપીપીએલ ફેસબુક પર નકલી જાહેરાતો પર નજર રાખવા માટે સતર્ક રહી છે અને તેણે ઘરેથી પેન્સિલ પેકિંગના નકલી જોબ વર્ક ધરાવતા ૯૯૧ પેજને સફળતાપૂર્વક દૂર કર્યા છે. તેઓએ ઈન્ડિયામાર્ટ પોર્ટલ (IndianMart Portal) પર ઘરેથી નકલી પેન્સિલ પેકિંગ જોબ વર્ક દર્શાવતા ૧૧ પેજને સફળતાપૂર્વક ઉતારી લીધા છે.


 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

વૈજ્ઞાનિકોએ બનાવ્યો વિશ્વનો પહેલો ‘હાડકાનો ગુંદર’, મિનિટોમાં તૂટેલા હાડકાં જોડશે - Know About Bone Glue

  • 13-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-09-2025
    • Gujju News Channel
  • CP Radhakrishnan Oath : સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા
    • 12-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-09-2025
    • Gujju News Channel
  • અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી
    • 11-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us