
આજનું રાશિફળ | 3 સપ્ટેમ્બર 2023 | તમામ રાશિના જાતકો (Zodiac Sings) માટેનું દૈનિક રાશિ ભવિષ્ય..
આજનું રાશિફળ| Horoscope Today | Aaj Ka Rashifal : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર-ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ, નોકરી અને કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું દૈનિક રાશિફળ | દૈનિક રાશિ ભવિષ્ય... કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે, કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે?
(જેનું નામ અ. લ. ઈ. થી શરૂ થાય છે)
રવિવાર, 3 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : લાંબી પરેશાનીઓ બાદ આજે તમને થોડી રાહત મળશે, ઘરેલુ વિવાદ પણ આજે સમાપ્ત થઇ જશે. તમે નજીક અથવા દૂરની યાત્રા પર જવાનો કાર્યક્રમ બનાવી શકો છો. આજે તમે તમારી મહત્વકાંક્ષાઓ પૂર્ણ કરવામાં સફળ રહેશો, તેથી તમારાં પ્રયાસ ચાલુ રાખો. નોકરિયાતવર્ગ જેઓ પાર્ટ ટાઇમ જોબ પણ કરવા ઇચ્છે છે તેઓએ ટાઇમ મેનેજમેન્ટ કરવું પડશે.
(જેનું નામ બ. વ. ઉ. થી શરૂ થાય છે)
રવિવાર, 3 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : તમારા કાર્યમાં તમારો સંપૂર્ણ સહયોગ તમારા ઘણા કાર્યોને ઉકેલવામાં સક્ષમ બનશે. તમે સામાજિક અને પારિવારિક કાર્યોમાં પણ સારો સહયોગ કરશો. આજે મનમાં થોડી વિચલિત સ્થિતિ રહેશે, તેથી અન્ય લોકોની વાતોમાં ન પડો અને તમારા કામમાં વ્યસ્ત રહો. અન્યથા દલીલો અને ઝઘડા જેવી સ્થિતિ બની શકે છે. કોર્ટ-કચેરી સંબંધિત બાબતોને ટાળશો તો સારું રહેશે. તમારી વ્યવસાયિક યોજનાઓ અને કાર્ય પ્રણાલી કોઈને પણ જાહેર કરશો નહીં. પતિ-પત્નીના સંબંધોમાં થોડો તણાવ આવી શકે છે.
(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)
રવિવાર, 3 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે પરિવારમાં કોઇ શુભ આયોજનની ચર્ચા થઇ શકે છે, જેનાથી પરિવારના સભ્યો પણ ખુશ રહેશે. સાંજના સમયે કોઇ મહેમાનનું આગમન થઇ શકે છે. સાસરી પક્ષ તરફથી આજે ધન લાભના યોગ છે. જો લાઇફસ્ટાઇલને સરળ બનાવવા ઇચ્છતા હશો તો અમુક વસ્તુઓની ખરીદી પણ કરશો. પરંતુ બજેટને ધ્યાનમાં રાખીને ખરીદીનું લિસ્ટ તૈયાર કરો. આજે ભાગ્ય 98 ટકા તમારાં પક્ષમાં રહેશે. તુલસીને નિયમિત જળ અર્પણ કરો અને દીપ પ્રગટાવો.
(જેનું નામ ડ. હ. થી શરૂ થાય છે)
રવિવાર, 3 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : ઘર-પરિવાર અને વ્યવસાયમાં યોગ્ય સંવાદિતા રહેશે. તમે ભાવનાત્મક રીતે મજબૂત અનુભવ કરશો. થોડા સમય માટે બગીચામાં પ્રકૃતિની નજીક રહો. તે તમને નવી ઉર્જા આપશે. ક્યારેક કોઈ વાતને લઈને જીદ્દી રહેવાથી તમારા માટે મુશ્કેલીઓ વધી શકે છે. તેથી સ્વભાવમાં થોડી લવચીકતા જાળવી રાખો. કોઈ સમસ્યામાં નજીકના મિત્ર સાથે ચર્ચા કરવાથી તમારી સમસ્યાઓ હલ થઈ શકે છે. જો તમે કોઈ નવું કામ શરૂ કર્યું છે, તો હવે થોડી અડચણો આવી શકે છે. ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે.
(જેનું નામ મ. ટ. થી શરૂ થાય છે)
રવિવાર, 3 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે તમને ભાઇ બહેનના સ્વાસ્થ્યને લગતી ચિંતા સતાવી શકે છે, સામાન્ય બીમારીમાં પણ ડોક્ટરની સલાહ લો. આજે તમે વ્યવસાયનું સ્થાન બદલવા અંગે પણ વિચારશો અને તેનાથી તમને ઇચ્છિત લાભ મળશે. જો કે, કેટલીક પરેશાનીઓ સામે આવી શકે છે, જે સમય જતાં ઠીક પણ થઇ જશે. વિદ્યાર્થીઓએ પરિક્ષામાં ધારી સફળતા મેળવવા વધારે મહેનત કરવી પડશે.
(જેનું નામ પ. ઠ. ણ. થી શરૂ થાય છે)
રવિવાર, 3 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજનો દિવસ પારિવારિક વ્યવસાયમાં કોઇ ચિંતામાં પસાર થશે. છેલ્લાં કેટલાંક સમયથી કારોબાર યોગ્ય રીતે નથી ચાલી રહ્યો તેની પણ ચિંતા સતાવી શકે છે આ માટે નિષ્ણાતની સલાહ લો. નોકરિયાવર્ગને આજે કોઇ મહિલા મિત્રની મદદથી ધનલાભના યોગ બની રહ્યા છે. આજે તમારે આળસ અને આરામ છોડીને આગળ વધવું પડશે, તો જ તમારાં કારોબારને ગતિ આપી શકશો અને લાંબા સમયથી અટકેલાં કાર્યો પૂરાં કરી શકશો. આજે તમારે કામ પર વધારે ધ્યાન આપવાની જરૂર છે.
(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)
રવિવાર, 3 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે તમારે કાર્યક્ષેત્રમાં વધારે ભાગદોડ કરવી પડશે, પરંતુ તેના પરિણામો સુખદ રહેશે. વ્યસ્તતાની વચ્ચે તમે પારિવારિક જીવન માટે પસાર નહીં કાઢી શકો જેના કારણે માતાની નારાજગી સહન કરવી પડશે. સરકારી નોકરી સાથે જોડાયેલા જાતકોને આજે પ્રમોશન મળી શકે છે, જેને જોઇને તમારું મન પ્રસન્ન રહેશે. જો સાંજના સમયે આસ-પડોશમાં વિવાદ થાય છે તો તેનાથી બચવાનો પ્રયાસ કરો.
(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)
રવિવાર, 3 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે તમારી કેટલીક સમસ્યાઓ વાસ્તવિક હશે, તો કેટલીક તમારાં સ્વભાવના કારણે તમે ઉત્પન્ન કરશો, જેનાથી તમને કષ્ટ થશે. સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રે આજે તમારી પ્રસિદ્ધિ ચારેતરફ ફેલાશો જેનો તમે ભરપૂર લાભ ઉઠાવી શકશો પરંતુ કેટલાંક નવા શત્રુ પણ ઉભા થઇ શકે છે. સાહસ અને બુદ્ધિમત્તાથી તમે શત્રુને હરાવી શકશો. આજે ભાગ્ય 82 ટકા તમારાં પક્ષમાં રહેશે, માતા સરસ્વતીની પૂજા કરો.
(જેનું નામ ભ. ધ. ફ. ઢ. થી શરૂ થાય છે)
રવિવાર, 3 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે તમારાં મનમાં નિરાશાવાદી વિચારોને ના આવવા દો. નહીં તો તમારાં બનતા કામ બગડી શકે છે. બિઝનેસમાં તમે કોઇ ડીલ ફાઇનલ કરી શકો છો, જેમાં તમને ફાયદો મળશે. જો પરિવારમાં બહેનના લગ્નમાં કોઇ પરેશાની આવી રહી હતી તો આજે કોઇ સંબંધીની મદદથી તે દૂર થઇ શકે છે. આજે તમે તમારાં જીવનસાથીને ફરવા લઇ જઇ શકો છો. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષામો માર્ગ પ્રશસ્ત થશે.
(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)
રવિવાર, 3 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : વેપારી વર્ગને આજે નવા સંપર્કથી લાભ થશે. જો લાંબા સમયથી કોઇ કામ અટકેલું છે તો તે પણ સરળતાથી પૂર્ણ થઇ શકશે. તમારે દૈનિક કાર્યો પર વિશેષ ધ્યાન રાખવું પડશે, ખાસ કરીને જો તેને તમે લાંબા સમયથી ટાળી રહ્યા છો, તો તેને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.
(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)
રવિવાર, 3 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : જો તમે કોઇ સંપત્તિ ખરીદવાનો આજે વિચાર કરી રહ્યા હોવ તો કાયદાકીય પાસાઓની સ્વયં તપાસ કરી લો, અન્યથા ભવિષ્યમાં કોઇ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આજે સાસરી પક્ષ તરફથી કોઇ સંપત્તિ ઉપહાર તરીકે મળી શકે છે. આજે સંતાનને સારું કામ કરતા જોઇ તમારું મન પ્રસન્ન થશે.
(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)
રવિવાર, 3 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : કોઇ સરકારી કામ લાંબા સમયથી અટકેલું છે, તે આજે પૂર્ણ થઇ શકે છે. બિઝનેસ કરતાં લોકોને આજે નાણાભીડ થઇ શકે છે. સાંજના સમયે તમે તમારાં માતાપિતાને ભગવાનના દર્શને લઇ જશો. જો તમે ભાગીદારીમાં કોઇ વેપાર કર્યો છે, તો આજે તમને લાભ મળી શકે છે. આજે સામાજિક ક્ષેત્રે તમારું માન સન્માન વધશે.
(Home Page- gujju news channel)
આજ નું રાશિફળ, દૈનિક રાશિફળ, Get Today Horoscope, Daily, Weekly, Monthly & Yearly Rashifal of Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius, Pisces, Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel